For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતભરના મુખ્ય સમાચારો પર એક નજર....

|
Google Oneindia Gujarati News

"ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં. બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી.

વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ.

ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા. પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો. આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર.

દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...

ભારત પાક વચ્ચે ચર્ચા બંધ, કોંગ્રેસે કહ્યું સરકારનો વાંક

ભારત પાક વચ્ચે ચર્ચા બંધ, કોંગ્રેસે કહ્યું સરકારનો વાંક

ભારત અને પાકિસ્તાનના વિદેશ સચિવ સ્તરની વાર્તાને હાલ પુરતી પાછળ ઠેલાવવામાં આવી છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે 15મી જાન્યુઆરીએ વાર્તા નહીં થાયની અને અન્ય તારીખે વાર્તા કરવામાં આવશે. ત્યારે આ મામલે કોંગ્રેસના નેતા દિગ્વિજય સિંહે કહ્યું કે જો NSA નથી તો શું કોઇ નિર્ણય જ નહીં લેવાય દેશના વડાપ્રધાન કે વિદેશ મંત્રી આ પર કોઇ નિર્ણય જ ના લઇ શકે આશ્ચર્યની વાત છે.

પાકિસ્તાનમાં મસૂદ અજહરની થઇ ધરપકડ, અધિકૃત જાહેરાત નથી થઇ

પાકિસ્તાનમાં મસૂદ અજહરની થઇ ધરપકડ, અધિકૃત જાહેરાત નથી થઇ

પઠાણકોટ હુમલાનો માસ્ટર માઇન્ડ જૈશે એ મોહમ્મદના સુપ્રીમો મસૂદ અજહરની ધરપકડનો દાવો પાકિસ્તાનની ન્યૂજ એજન્સી કરી રહી છે. તે મુજબ તેને કોર્ટમાં રજૂ કર્યા બાદ તેનાથી પૂછપરછ થઇ રહી છે. જો કે પાકિસ્તાન આ અંગે કોઇ અધિકૃત જાહેરાત નથી કરી.

ભાજપના નેતા બોલતા પહેલા બે વાર વિચારે- રામ માધવ

ભાજપના નેતા બોલતા પહેલા બે વાર વિચારે- રામ માધવ

ભાજપના રાષ્ટ્રિય મહાસચિવ રામ માધવે ભાજપના તમામ પ્રદેશીય નેતાઓને ખાસ સલાહ આપી છે કે કોઇ પણ નિવેદનો કરવાનું ટાળે. આવું તેમને એટલા માટે કહેવું પડ્યું કે પીડીપી અને ભાજપની કાશ્મીરમાં જે સંયુક્ત સરકાર છે તેને લઇને ભાજપના નેતાઓના અલગ અલગ નિવેદનો ભાજપની જ મુશ્કેલી વધારી રહ્યા છે.

ઇન્ડોનેશિયા પેરિસ જેવો હુમલો 7 લોકોની મોત

ઇન્ડોનેશિયા પેરિસ જેવો હુમલો 7 લોકોની મોત

ઇન્ડોનેશિયામાં યુએનની ઓફિસ પાસે અચાનક જ આંતકવાદીઓએ ફાયરિંગ કરતા સાત લોકોની મોત થઇ હોવાના ખબર મળ્યા છે. એક લાઇવ કોન્સર્ટ વખતે પેરિસ એટકની જેમ જ લોકો પર આંતકવાદીઓએ અંધાધૂન ગોળીઓ ચલાવી છે.

જાગૃતિ પંડ્યા ફરી જોડાયા ભાજપમાં, બન્યા અધ્યક્ષ

જાગૃતિ પંડ્યા ફરી જોડાયા ભાજપમાં, બન્યા અધ્યક્ષ

ગુજરાતના ભૂતપૂર્વ ગૃહપ્રધાન હરેન પંડ્યા કે જેમની ધાતકી હત્યા કરવામાં આવી હતી તેમના પત્નીએ આટલા સમય પછી ફરી ભાજપમાં વાપસી કરી છે. તેમને ગુજરાત સ્ટેટ કમિશનના ચાઇલ્ડ રાઇટ્સના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. નોંધનીય છે કે હરેન પંડ્યાને મોત બાદ તેમણે ભાજપથી પોતાનો છેડો ફાડી દીધો હતો.

અમિત શાહે અમદાવાદમાં માણી ઉત્તરાયણની મઝા

અમિત શાહે અમદાવાદમાં માણી ઉત્તરાયણની મઝા

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે આજે તેમના મત વિસ્તાર નારણપુરામાં કોર્પોરેટ મિત્રો જોડે પતંગ ચગાવી ઉત્તરાયણની મઝા માણી. જો કે આ પતંગની ઉજવણી રાજકીય વધુ રહી હતી. નોંધનીય છે કે આનંદીબેનના બદલે અમિત શાહનું નામ મુખ્યમંત્રી તરીકે મૂકાય તેવી શક્યતાએ હાલ જોર પકડ્યું છે ત્યારે અમિત શાહની તેમના મત વિસ્તારમાં હાજરીએ રાજકારણમાં ગરમી લાવી હતી.

પાટીદારોએ ઉડાવી હાર્દિકની તસવીરોવાળી પતંગ ઉત્તરાયણ

પાટીદારોએ ઉડાવી હાર્દિકની તસવીરોવાળી પતંગ ઉત્તરાયણ

રાજકોટ અને ગુજરાતના અનેક શહેરોમાં પાટીદારોએ હાર્દિકની તસવીર વાળી પતંગ ઉડાવીને પોતાના વિરોધ દર્શાવ્યો. તેમણે આ સાથે હાર્દિકને જલ્દી જ જેલમાંથી બહાર નીકાળવાની અને અનામત આપવાની વાત ઉચ્ચારી.

અમદાવાદમાં હોસ્પિટલની બેદરકારી બનાવ્યા 15 લોકોને અંધ

અમદાવાદમાં હોસ્પિટલની બેદરકારી બનાવ્યા 15 લોકોને અંધ

અમદાવાદમાં કોર્પોરેશન દ્વારા ચાલતી નગરી હોસ્પિટલમાં પડદાની સારવાર માટે આવેલા 15 દર્દીઓ દ્રષ્ટિહિન બનતા હોહાપો મચી ગયો. નોંધનીય છે કે આ દર્દીમાં બાળકો પણ છે. મોટાભાગના દર્દીઓને ઇન્જેક્શન આપ્યા બાદ આંખે અંધાપો આવ્યો છે. જે બાદ અહીંતા કોર્પોરેટરે અને પ્રશાસન આ ધટનાના મૂળ સુધી પહોંચવા તાજવીજ શરૂ કરી છે.

મકર સંક્રાંતિ પર હરિદ્વારામાં સાધુઓ લગાવી પૂન્યની ડૂબકી

મકર સંક્રાંતિ પર હરિદ્વારામાં સાધુઓ લગાવી પૂન્યની ડૂબકી

મકર સંક્રાંતિ પર અર્ધકૃંભના પહેલા સ્થાન માટે અનેક સાધુઓ અને શ્રદ્ઘાળુઓએ પવિત્ર ગંગા સ્થાન કરીને પૂન્યની ડૂબકી લગાવી ધન્યતા મેળવી. નોંધનીય છે કે પૌરાણિક રીતે તેનું મોટું મહત્વ છે.

ફોઝન એગે બનાવી ભૂતપૂર્વ વિશ્વ સુંદરી ડાયનાને

ફોઝન એગે બનાવી ભૂતપૂર્વ વિશ્વ સુંદરી ડાયનાને "માં"

ભૂતપૂર્વ મિસ વર્લ્ડ ડાયના હેડને પોતાની ઓવરીના એગને આઠ વર્ષ પહેલા જ ફ્રોઝ કર્યા હતા. જેના કારણે તેમણે તે આજે એક સ્વસ્થ બાળકીની માતા બની હતી. અને માં હોવાનું સુખ મેળવ્યું હતું.

યુપીમાં રેપનો MMS લીક થવાથી નર્સ કરી આત્મહત્યા

યુપીમાં રેપનો MMS લીક થવાથી નર્સ કરી આત્મહત્યા

ઉત્તર પ્રદેશ મુજફ્ફરનગર પાસે આવેલા છપાર ગામમાં નર્સ તરીકે કામ કરતી એક યુવતીનો બળાત્કારનો MMS લીક થતા યુવતી આત્મહત્યા કરી. યુવતી પર સોમવારે સામુહિક બળાત્કાર થયો હતો. ત્યારે ક્યાં સુધી કોઇ બીજાના અપરાધના કારણે આવી અનેક માસૂમ યુવતીઓ આત્મહત્યા કરવી પડશે તે સવાલ હવે વિચારવા જ રહ્યો.

English summary
January 14: Read today's top news in pics
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X