ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું "ઇન્ડિયા ઇઝ ડૂંઇગ ગ્રેટ"
"ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં. બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી.
વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ.
ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા. પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો. આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર.
દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...
ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું "ઇન્ડિયા ઇઝ ડૂંઇગ ગ્રેટ"
જાણીતા બિઝનેસમેન અને હાલ અમેરિકામાં રિપબ્લિકન પાર્ટીના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તેવા ડોનાલ્ડ ટ્રમ્પે CNNને આપેલા એક ઇન્ટરવ્યૂમાં ભારતના વખાણ કરતા કહ્યું કે ભારત સારું કામ કરી રહ્યું છે. પણ આ અંગે કોઇ વાત નથી કરતું. વધુમાં કહ્યું કે ચીન પણ શરૂઆત આવી રીતે જ થઇ હતી.
કોંગ્રેસ: ડોનાલ્ડ ટ્રમ્પ અને RSSની વિચારધારા એક જેવી છે.
એક બાજુ જ્યાં અમેરિકાના જાણીતા બિઝનેસમેન તેવા ડોનાલ્ડ ટ્રમ્પે ભારતના વખાણ કર્યા ત્યાં જ કોંગ્રેસના નેતા સંદિપ દિક્ષીત કહ્યું તેમ કહીને વિવાદ ઊભો કર્યો કે આરએસએસ અને ડોનાલ્ડના વિચારો એક જેવા છે. પૂર્વાગ્રહના કારણે આ લોકો ભારતના એક ખાસ સમાજના વિકાસની જ વાતો કરવાનું પસંદ કરી રહ્યા છે.
|
સદ્દભાવના ગ્રાઉન્ડમાં યોજાયા આવા અદ્ધભૂત દ્રશ્યો
મંગળવારે, સોમનાથ બાયપાસ ચોકરી પર આવેલા સદભાવના ગ્રાઉન્ડમાં મુખ્યમંત્રી આનંદીબેન પટેલ અને રાજ્યપાલ ઓ.પી.કોહલીની હાજરીમાં 67માં પ્રજાસત્તાક પર્વની ઉજવણીના ભાગ રૂપે ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો. જેમાં પોલિસ અને સુરક્ષાગળોના જવાનોએ અચંભિત કરી દે તેવા ડેરડેવિલ એક્ટ કર્યા. તો બીજી તરફ 35 ટેબલો પ્રદર્શીત કરીને સરકારે પણ તેની વિવિધ યોજનાઓથી લોકોને માહિતગાર કર્યા.
બનારસી અંદાજમાં ફ્રાંસના રાષ્ટ્રપતિને મળી ઐશ્વર્યા
મંગળવારે બોલીવૂડની જાણીતી અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચને ફ્રાંસના રાષ્ટ્રપતિ ઓલાંદ સાથે લંચ લીધું. જેમાં તે બનારસી લાલ સાડી અને ભારતીય અંદાજમાં જોવા મળી. બનારસી સિલ્ક સાડી. પોલકા આભૂષણ અને લાલ ગુલાબ સાથે ઐશ્વર્યા રાય બચ્ચન લાગી રહી હતી ખૂબ જ સુંદર.