• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

અમદાવાદ-મુંબઇ બુલેટ ટ્રેન યોજનાથી અર્થતંત્રને શું ફાયદો થશે?

By Shachi
|

હાઇ-સ્પીડ રેલવે પ્રોજેક્ટ્સ માટે ભારત અને જાપાને હાથ મિલાવ્યા છે, આ યોજનાથી ભારતીય રેલવેને ઘણું પ્રોત્સાહન મળશે. આ યોજનાથી સુરક્ષા અને તકનીકી ક્ષેત્રે તો ફાયદો થશે જ, સાથે જ અર્થતંત્રને પણ ઘણા ફાયદા થશે. મુંબઇ અમદાવાદ હાઇ-સ્પીડ રેલવે યોજનાને કારણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્ડસ્ટ્રીને પ્રોત્સાહન મળવાની શક્યતા છે. હાઇ-સ્પીડ ટ્રેનના નેટવર્કના નિર્માણમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે મોટા પ્રમાણમાં રોકાણ કરવાની જરૂર પડશે. સંશોધન અને પ્રયોગોના આધારે કહી શકાય કે, આ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ જે-તે ક્ષેત્રમાં ઉત્પ્રેરકનું કામ કરશે.

ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે ફાયદો

કોઇપણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર યોજનાની બે મુખ્ય સામગ્રીઓ છે. સિમેન્ટ અને સ્ટીલ. આ યોજનામાં આ બંને સામગ્રીઓનો બહોળો ઉપયોગ થશે અને આ કારણે બંને ક્ષેત્રે તુરંત વુદ્ધિ થશે. સાથે જ તેને સંબંધિત પરિવહન ક્ષેત્ર અને વેરહાઉંસિગ ક્ષેત્રે પણ માંગમાં વધારો થશે.

કોંક્રિટના પુલ, થાંભલાઓ, પાયાનું બાંધકામ, અંડરગ્રાઉન્ડ સ્ટેશન અને ટનલ્સનું નિર્માણ, એમ 120 લાખ ક્યુબિક મીટરના નિર્માણમાં 55 લાખ મેટ્રિક ટન જેટલી સિમેન્ટની જરૂર પડશે. લગભગ ત્રણ વર્ષના સમયગાળા દરમિયાન આટલી સિમેન્ટનો ઉપયોગ કરવામાં આવશે, એટલે કે વાર્ષિક 20 લાખ ટન સિમેન્ટનું ઉત્પાદન કરવાની જરૂરિયાત ઊભી થશે. આ યોજનાના નિર્માણમાં આશરે 15 લાખ મેટ્રિક ટન સ્ટીલનો ઉપયોગ થશે, આથી નિર્માણ કામ દરમિયાન વર્ષ દીઠ 5 લાખ ટન સીમેન્ટ ઉત્પન્ન કરવાની જરૂરિયાત ઊભી થશે. આ હાઇ-સ્પીડ નેટવર્કના નિર્માણ સાથે રેલ અને પરિવહનના મજબૂત અને સ્થિર સ્થાનિક બજારો ઊભા થશે. ચીજવસ્તુઓના નિકાસ માટે પણ મજબૂત સ્થાનિક બજારો ખૂબ જરૂરી છે.

રોજગાર

આ યોજનાના નિર્માણ કામમાં લગભગ 20 હજાર બાંધકામના કામદારોને રોજગારની તક મળી રહેશે. આ યોજના ચાલુ થયા બાદ તેના સંચાલન અને જાળવણીમાં 4000 કર્મચારીઓને સીધો રોજગાર મળશે અને સાથે જ ભવિષ્યમાં 16 હજાર પરોક્ષ રોજગારની તકો ઊભી થવાની સંભાવના છે.

રોજગારની તક સાથે જ આ યોજનાને કારણે હાનિરહતિ પાટાના નિર્માણ, સંદેશાવ્યવહાર અને સિગ્નલિંગના સાધનોની સ્થાપના, ઊર્જા વિતરણ પ્રણાલીના ક્ષેત્રે કૌશલ્ય બહાર આવશે. આ રેલવે પ્રણાલીના મેઇન્ટેનન્સ માટે આધુનિક અને વિશ્વ કક્ષાની સેવાઓ કામે લગાડવામાં આવશે, જેને કારણે ભારતીય રેલવેમાં મેઇન્ટેનન્સના ક્ષેત્રે આદર્શ પરિવર્તન આવવાની શક્યતા છે.

ભારત પાસે યંગ ક્વોલિફાઇડ મેનપાવર છે, આથી સ્થાનિક બજારોમાં યુવાઓ માટે રોજગારની તકો ઊભી કરવાની સાથે જ ભારત નિર્માણ ક્ષેત્રે બીજા દેશોની માંગ પૂર્ણ કરવામાં પણ આગેવાની કરવાની ક્ષમતા ધરાવે છે.

શહેરી વિકાસ અને સમયની બચત

હાઇ-સ્પીડ રેલવેની યોજનાથી નાગરિકોની સુવિધામાં તો વધારે થશે જ, સાથે જ ગામડા અને શહેરોના વિકાસમાં પણ વૃદ્ધિ થશે.

હાઇ-સ્પીડ રેલવેમાં મુસાફરોને સૌથી ઝડપી અને આરામદાયક સફરનો અનુભવ થશે. કેન્દ્રિય વેપાર જિલ્લા અને વિમાની મથક સુધીની ડાયરેક્ટ કનેક્ટિવિટી, ઝડપી સેવાઓ અને ઝડપી બોર્ડિંગથી સમયની બચત થશે. અન્ય કોઇ પરિવહનના માધ્યમમમાં સમયની આટલી બચત શક્ય નથી.

મુંબઇ અમદાવાદ હાઇ-સ્પીડ રેલમાં મુંબઇથી સાબરમતી વચ્ચેના અંતરમાં બે કલાકનો ઘટાડો થશે.

વિશ્વસનીયતા

હાઇ-સ્પીડ રેલમાં ભીડ કે વિલંબ જેવી સમસ્યાઓનો સવાલ જ ઊભો નથી થતો. ભારતીય રેલવેમાં ટિકિટની માંગ સાથે જ કન્ફર્મ રિઝર્વેશન મળવું જરા મુશ્કેલ છે, આપણી રેલગાડીઓ માટે હાલ લાંબા વઇટિંગ લિસ્ટ સામાન્ય વાત થઇ ગઇ છે, પરંતુ હાઇ-સ્પીડ રેલમાં મુસાફરોને કન્ફર્મેશન માટે રાહ જોવાની જરૂર નહીં પડે. આ યોજનામાં પરિવહન ક્ષેત્રની વર્તમાન અને ભવિષ્યની એમ બંને માંગોને આવરી લેવાની વ્યવસ્થા કરવામાં આવશે.

ક્ષમતામાં વધારો

હાલ મુંબઇ અમદાવાદ વચ્ચેના એચએસઆર રૂટ પર રોજ દર કલાકે 3 ટ્રેનો દોડાવવાની યોજના છે, ભવિષ્યમાં આ સંખ્યા 3થી વધારીને 8 કરવાની યોજના છે. આ યોજના પૂર્ણ થતા સુધીમાં રોજના 40 હજાર મુસાફરો મળવાની શક્યતા છે, જે 2053 સુધીમાં વધીને 1 લાખ 56 હજાર થશે. શરૂઆતમાં એક હાઇ-સ્પીડ રેલમાં 750 મુસાફરો બેસી શકશે, ભવિષ્યમાં આ ક્ષમતા વધીને 1250 મુસાફરો જેટલી કરવામાં આવશે.

સુરક્ષામાં વધારો

આ યોજનામાં સુરક્ષા માટે જાપાનની શિનકનસેન ડિઝાઇનનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જાપાનમાં આ ડિઝાઇનની ટ્રેનના 50 વર્ષના સમયગાળામાં એક પણ મુસાફરનું મૃત્યુ નથી થયું. આ ડિઝાઇનમાં હોનારત નિવારણ સિસ્ટમનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ટ્રેન ભૂકંપ પહેલાં ચેતવણી આપી ધરતી ધ્રૂજે એ પહેલા ઓટોમેટિક ઊભી રહી જાય છે. એચએસઆર(હાઇ-સ્પીડ રેલ)ના એલિવેટેડ રેલવે ટ્રેક પર કોઇ ક્રોસિંગ નહીં હોય.

ઇંધણ અને ઊર્જાની બચત

અભ્યાસના આધારે કહી શકાય કે, આ હાઇ-સ્પીડ રેલ વિમાન કરતા ત્રણ ગણી અને કાર કરતા પાંચ ગણી વધુ ફ્યૂઅલ એફિશિયન્ટ છે. અભ્યાસ પરથી જાણવા મળે છે કે, અમેરિકામાં પણ સમય અને ઇંધણ વેડફાતા દર વર્ષે 87 અબજ ડોલર કરતા પણ વધુ નુકસાન થાય છે. આથી તેઓ પણ કેલિફોર્નિયામાં એચએસઆર સિસ્ટમની યોજના બનાવી રહ્યા છે.

પર્યાવરણની જાળવણી

પરિવહનના અન્ય માધ્યમોની તુલનામાં એમએએચએસઆર(મુંબઇ અમદાવાદ હાઇ-સ્પીડ રેલ) યોજના CO2ના ઉત્સર્જનમાં ઘટાડો સુનિશ્ચિત કરે છે. CO2નું ઉત્સર્જન એ પ્રતિ કિમી હવાઇ યાત્રાનો એક ચતુર્થાંશ અને ગાડીની યાત્રાનો બે સપ્તાંશ ભાગ છે.

English summary
Japan and India have come together to partner for High-speed rail projects to boost the Indian Railways.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X