For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બુલેટ ટ્રેનની ઝડપે નીતિઓ ઘડે છે મોદીઃ શિંજો એબે

By Kalpesh
|
Google Oneindia Gujarati News

જાપાનના વડાપ્રધાન શિંજો એબે ત્રણ દિવસીય ભારતના પ્રવાસે છે. આજે એબેએ બિજનેસ લીડર્સ ફોરમને સંબોધી હતી, આ ફોરમમાં પીએમ મોદીના દિલ ખોલીને વખાણ કર્યાં હતાં.

Shinzo abe


શિંજો એબેએ કહ્યું હતું કે નીતિઓ લાગુ કરવાની પીએમ મોદીની સ્પીડ બુલેટ ટ્રેનની સ્પીડ જેવી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જેમ બને તેમ જલદી નીતિઓને લાગુ કરવામાં માને છે. કહ્યું હતું કે જો ભારત મજબુત બને તો તે જાપાન માટે પણ સારૂં છે. ત્યારે નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ભારતને માત્ર હાઇ સ્પીડ ટ્રેન જ નહીં, હાઇ સ્પીડ ગ્રોથ પણ જોઇએં છે. મોદીએ જણાવ્યું હતું કે પહેલી વખત ભારતમાં કાર બનશે અને જાપાનમાં વેંચાશે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે મેક ઇન ઇન્ડિયા સારી ઝડપે આગળ વધી રહ્યું છે. મોદીએ ભારતમાં વધારેમાં વધારે દેશોએ રોકાણ કરવા માટે આમંત્રણ આપ્યું છે. ઉલ્લેખનીય છે કે મોદી અને જાપાનના વડાપ્રધાન શિંજો એબે આજે વારાણસીના પ્રવાસે જશે. આહ્યાં બંને પ્રધાનમંત્રીઓ દશાસ્વમેઘ ઘાટ પર ગંગાની આરતી કરશે. જેને પગલે ગંગામાં તરતું મંચ પણ બનાવવામાં આવ્યું છે. ઉપરાંત આજે બંને પ્રધાનમંત્રીઓ બુલેટ ટ્રેનના કરાર પર હસ્તાક્ષર કરે તેવી શક્યતા રહેલી છે.

English summary
Japan PM Shinzo Abe says PM Modi's speed of implementing policies is like a bullet train. He says if India strengthen its good for Japan too.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X