Jaswant Singh Profile: અટલના હનુમાન કહેવાતા હતા જસવંત સિંહ, સૈનિકના રૂપમાં દેશની સેવા કરી હતી
નવી દિલ્હીઃ પૂર્વ કેન્દ્રીય મંત્રી જસવંત સિંહે આજે સવારે દુનિયાને અલવિદા કહી દીધી, 82 વર્ષીય જસવંત સિંહ પાછલા 6 વર્ષથી ઘણા બીમાર હતા, દિલ્હી સ્થિત આર્મી રિસર્ચ એન્ડ રેફરલ હોસ્પિટલે નિવેદન જાહેર કરી જણાવ્યું કે પૂર્વ કેબિનેટ મંત્રી મેજર જસવંત સિંહનું રવિવારે સવારે 6.55 વાગ્યે નિધન થઈ ગયું, તેઓ 25 જૂને અહીં દાખલ કરાયા હતા, તેમના કેટલાય અંગ સરખી રીતે કામ નહોતા કરી રહ્યા, આ ઉપરાંત સેપ્સિસનો પણ ઉપચાર ચાલી રહ્યો હતો, આજે સવારે હ્રદય ઘાતથી તેમનું નિધન થઈ ગયું, તેમનો કોવિડ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો.

રાજસ્થાનના બાડમેરમાં જન્મ થયો
જણાવી દઈએ કે જસવંત સિંહનો જન્મ 3 જાન્યુઆરી 1938ના રોજ રાજસ્થઆનના બાડમેર જિલ્લાના જસોલ ગામમાં રહેતા રાજપૂત પરિવારમાં થયો. તેમના પિતાનું નામ ઠાકુર સરદાર સિંહ અને માતા કુંવરબાઈ હતા, તેમણે મેયો કોલેજ અજમેરથી બીએ, બીએસસી કર્યા બાદ ભારતીય સૈન્ય એકેડમી દેહરાદૂન અને ખડગવાસલાથી સૈન્ય પ્રશિક્ષણ લીધું. તેઓ પંદર વર્ષની ઉંમરમાં ભારતીય સેનામાં સામેલ થયા હતા, જોધપુરના પૂર્વ મહારાષ્ટ્ર ગજસિંહના નજીકના જસવંતસિંહ 1960ના દશકામાં ભારતીય સેનામાં અધિકારી હતા.

આ મંત્રાલયોમાં ફરજ બજાવી
વર્ષ 1980માં જસવંત સિંહ પહેલીવાર રાજ્યસભા માટે ચૂંટાયા હતા, વર્ષ 1996માં તેમને અટલ બિહારી વાજપેયીની સરકારાં નાણામંત્રી તરીકે ચૂંટવામાં આવ્યા. જો કે તેઓ 15 દિવસ જ નાણામંત્રી રહ્યા અને પછી અટલ સરકાર પડી ભાંગી. બે વર્ષ બાદ 1998માં બીજીવાર વાજપેયીની સરકાર બનવા પર તેમને વિદેશ મંત્રી બનાવવામાં આવ્યા હતા, જે બાદ વર્ષ 2000માં તેમને ભારતના રક્ષામંત્રી બનાવવામાં આવ્યા હતા, જે બાદ 2002માં નાણામંત્રી બન્યા હતા અને વર્ષ 2004 સુધી તેમણે નાણામંત્રીના રૂપમાં કાર્યભાર સંભાળ્યો હતો, તેઓ અટલ સરકારમાં કપડા મંત્રી પણ રહ્યા હતા.

અટલના હનુમાન કહેવાતા હતા જસવંત સિંહ
પરંતુ વર્ષ 2014માં તેમનું બાગી રૂપ સામે આવ્યું, બાડમેરથી તેમને સાંસદની ટિકિટ ના મળવા પર નારાજગી જતાવી જેથી તેમના પર અનુશાસનહીનતાનો આરોપ લાગ્યો, અને તેમને પાર્ટીથી છ વર્ષ માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા અને પાછલી ચૂંટણીમાં મોદી લહેરને કારણે તેઓ કર્નલ સોનારામ સામે હાર મળી.
પૃથ્વીની નજીક આવી રહ્યો છે 'નાનો ચાંદ', NASAના વૈજ્ઞાનિકો પણ આશ્ચર્યચકિત