• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

કલમ 370, જેને નહેરૂ અને સરદાર પટેલની મિત્રતામાં પાડી તિરાડ

By Kumar Dushyant
|

બેંગ્લોર, 29 મે: બંધારણની કલમ 370 એટલે કોઇપણ રાજ્યને મળનાર સ્પેશિયલ દરજ્જો. એક એવો દરજ્જો જ્યાં ના તો વિધાસભા પાંચ વર્ષની હોય છે, ના કેન્દ્ર સરકારના નિયમ લાગૂ થાય છે, ના કેગની ઇન્કવાયરી થશે, ન આરટીઆઇ લાગૂ થશે અને ના તો આ રાજ્યમાં રાષ્ટ્રધ્વજના અપમાન જેવો કિ નિયમ લાગૂ પડે છે. જમ્મૂ-કાશ્મીરમાં આ કલમ લાગૂ રહે અથવા પછી તેને દૂર કરવામાં આવે, તેના પર ગત બે દિવસોથી વિવાદ ચાલુ છે.

બંધારણના નિર્માતા ડૉક્ટર ભીમરાવ આંબેડકર પોતે આ કલમ વિરૂદ્ધ હતા અને તે ઇચ્છતા ન હતા કે જમ્મૂ-કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો આપવામાં આવે. ઉમર અબ્દુલ્લાહએ એમ કહીને કે જો કલમ 370ને દૂર કરવામાં આવે તો પછી તેનો અર્થ સ્પષ્ટ છે કે કાશ્મીર ભારતનો ભાગ નથી.

આજે જ્યારે બંધારણના આ સૌથી મહત્વપૂર્ણ સેક્શનનો ઉલ્લેખ છેડ્યો છે તો એ જાણવું જરૂરી છે કે આ આર્ટિકલના લીધે જ પંડિત જવાહર લાલ નેહરૂ અને લોહપુરૂષ સરદાર વલ્લભ ભાઇ પટેલની મિત્રતામાં તિરાડ આવી ગઇ હતી. ફક્ત એટલું જ નહી 60ના દાયકામાં ખુદ પંડિત જવાહર લાલ નહેરૂએ કહ્યું હતું કે તેને હટાવવાની પ્રક્રિયા શરૂ થઇ ચૂકી છે અને જલદી જ પ્રક્રિયા પુરી કરી લેવામાં આવશે. આગળની સ્લાઇડ્સમાં જોઇએ કે કેવી રીતે જવાહર લાલ નહેરથી માંડીને સરદાર પટેલ અને ગુલઝારી લાલ નંદાએ આ ખાસ કાનૂન પર પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરી હતી.

ગણાવી હતી કામચલાઉ વ્યવસ્થા

ગણાવી હતી કામચલાઉ વ્યવસ્થા

દેશના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહર લાલ નહેરૂએ આર્ટિકલ 370ને એક 'કામચલાઉ વ્યવસ્થા' તરીકે ગણાવી હતી. 27 નવેમ્બર 1963ના રોજ તેમણે લોકસભામાં નિવેદન આપ્યું હતું કે કલમ 370ને ખતમ કરવા માટે પગલાં ભરવામાં આવી રહ્યાં છે. ટૂંક સમયમાં જ તેને ખતમ કરી દેવામાં આવશે.

ગણાવી હતી અસરકારક

ગણાવી હતી અસરકારક

પંડિત જવાહર લાલ નહેરૂના મોત બાદ કાર્યવાહક વડાપ્રધાનમંત્રી બનેલા ગુલઝારી લાલ નંદાએ ચાર ડિસેમ્બર 1964ના રોજ લોકસભામાં ભાષણ આપ્યું હતું જેમાં તેમણે કહ્યું હતું કે તમે આર્ટિકલ 370ને રાખે અથવા દૂર કરી દે, પરંતુ આ પોતાની અસર બતાવી ચૂકી છે.

હંમેશાથી તેના વિરૂદ્ધ હતા

હંમેશાથી તેના વિરૂદ્ધ હતા

સરદાર વલ્લભભાઇ પટેલ અને જવાહર લાલ નહેરૂના સંબંધો વચ્ચે આ નિયમનાના લીધે ખટાસ આવી ગઇ હતી. જો કે સરદાર પટેલ આ ધારાને લાગૂ કરવાના સખત વિરૂદ્ધમાં હતા પરંતુ એન ગોપાલસ્વામી અયંગરના કહેવા પર તેને પાસ કરવામાં આવી હતી.

ક્યારેય નહી આપું મંજૂરી

ક્યારેય નહી આપું મંજૂરી

ઉમર અબ્દુલ્લાહના દાદા અને કાશ્મીરના શાસક રહી ચૂકેલા ડૉક્ટર શેખ અબ્દુલ્લાહ આર્ટિકલ 370ના બાબત જ્યારે ભારતીય બંધારણના નિર્માતા ડૉક્ટર ભીમરાવ આંબેડકરની પાસે પહોચ્યાં તો તેમણે તેની મંજૂરી આપવાની સ્પષ્ટ મનાઇ કરી દિધી. તેમણે કહ્યું હતું કે આ નિયમ ભારતની સ્થિરતા માટે ખતરનાક હશે. એટલા માટે ક્યારેય પણ તેની મંજૂરી આપીશ નહી.

આ ભેદભાવ કેમ

આ ભેદભાવ કેમ

17 ઓક્ટોબર 1949ના રોજ કાશ્મીરના એક મહાન ચિંતક અને કવિ મૌલાના હસરત મોહીનીએ બંધારણની સભાને પ્રશ્ન કર્યો હતો કે આ બંધારણને લાગૂ કરી કાશ્મીર સાથે ભેદભાવ કેમ કરવામાં આવી રહ્યો છે.

English summary
Former PM Jawahar Lal Nehru once talked about the erosion of Article 370 in 60s. Most importantly reason which was responsible for creating trouble in Nehru and Patel's relationship.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more