
Jawaharlal Nehru birth anniversary : PM નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને આપી શ્રદ્ધાંજલિ
Jawaharlal Nehru birth anniversary : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુને 14 નવેમ્બરના રોજ તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કર્યું હતું કે, પંડિત જવાહરલાલ નેહરુજીને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ. આ વર્ષે ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુની 132મી જન્મજયંતિ છે. પંડિત જવાહરલાલ નેહરુનો જન્મ 14 નવેમ્બર, 1889ના રોજ અલ્હાબાદ (પ્રયાગરાજ)માં થયો હતો. જવાહરલાલ નેહરુની જન્મજયંતિ ભારતમાં બાળ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
Tributes to Pandit Jawaharlal Nehru Ji on his birth anniversary.
— Narendra Modi (@narendramodi) November 14, 2021
1964માં નેહરુના મૃત્યુ બાદ તેમની જન્મજયંતિના દિવસે 14 નવેમ્બરને રાષ્ટ્રીય બાળ દિવસ તરીકે જાહેર કરવા માટે સંસદમાં સર્વસંમતિથી ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. ત્યારથી, ભારતમાં દર વર્ષે 14 નવેમ્બરે બાળ દિવસ ઉજવવામાં આવે છે.
કોંગ્રેસ દ્વારા પણ પંડિત નેહરુને શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે. નેહરુ ઘણી વખત કોંગ્રેસ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ રહી ચૂક્યા છે. કોંગ્રેસ પાર્ટીએ તેના ટ્વિટર હેન્ડલ પર પોસ્ટ કર્યું, "દરેક શબ્દ, દરેક કાર્ય, દરેક બલિદાનથી પંડિત નેહરુજીએ સાચા રાષ્ટ્રવાદનું ઉદાહરણ સ્થાપિત કર્યું છે.
A hero of our freedom movement,
— Congress (@INCIndia) November 14, 2021
a visionary who laid the foundations of modern India,
a nationalist who stood fearlessly to protect India"s interests,
an inspirational human who transformed the thought of generations,
Pandit Nehru was a true son of Bharat Mata.#RememberingNehru pic.twitter.com/LeijDpIU7v
નેહરુ આપણા દેશની એકતા માટે, આપણા દેશની વિવિધતા માટે, આપણા દેશ માટેની સમૃદ્ધિ માટે અતૂટ સમર્પણ દર્શાવ્યું છે ભારત અને પાકિસ્તાન બે અલગ સ્વતંત્ર દેશો બન્યા બાદ 15 ઓગસ્ટ, 1947ના રોજ નેહરુ સ્વતંત્ર ભારતના પ્રથમ વડાપ્રધાન બન્યા હતા.
જવાહરલાલ નહેરુને વર્ષ 1963માં પહેલો હાર્ટ એટેક આવ્યો, બીજો જાન્યુઆરી 1964માં અને ત્રીજો હાર્ટ એટેક તેના થોડા મહિના બાદ આવ્યો અને તેમનું અવસાન થયું. તેમની પુત્રી ઈન્દિરા ગાંધી 1966 થી 1977 સુધી ભારતના વડાપ્રધાન હતા.