બૉલિવુડને ગટર બોલાવવા પર ભડક્યા જયા બચ્ચન - જે થાળીમાં ખાય છે તેમાં જ છેદ કરે છે
બૉલિવુડ માટે હાલમાં સોશિયલ મીડિયા પર અને દરેક જગ્યાએ ઘણી વાતો થઈ જેના પર અભિનેત્રી અને રાજ્યસભા સાંસદ જયા બચ્ચને પ્રતિક્રિયા આપી. રાજ્યસભામાં મંગળવારે (15 સપ્ટેમ્બર) ઝીરો અવરમાં બૉલિવુડની થઈ રહેલી ટીકા પર જયા બચ્ચને કહ્યુ કે બૉલિવુડની છબી ખરાબ કરવાની કોશિશ કરવામાં આવી રહી છે. તેમણે નામ લીધા વિના લોકસભા સાંસદ રવિ કિશન પર પણ નિશાન સાધ્યુ. સાંસદ રવિ કિશનનુ નામ લીધા વિના જયા બચ્ચને કહ્યુ, અમુક લોકો જો થાળીમાં ખાય છે તેમાં જ છેદ કરે છે, શરમની વાત કરે છે.

જયા બચ્ચને કહ્યુ- ફિલ્મ ઈન્ડસ્ટ્રીને સરકારનુ સમર્થન જોઈએ
સમાજવાદી પાર્ટીના સાંસદ જયા બચ્ચને કહ્યુ, જે લોકોએ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાનુ નામ બનાવ્યુ છે તેમણે તેને ગટર કહી, હું સંપૂર્ણપણે આનાથી અસંમત છુ. હું આશા રાખુ છુ કે સરકાર આ લોકોને જણાવે જેમણે આનાથી પોતાનુ નામ અને પ્રસિદ્ધિ કમાઈ, આવી ભાષાનો ઉપયોગ કરવાનુ બંધ કરે. જયા બચ્ચને કહ્યુ, કાલે મને ખૂબ જ શરમ અનુભવાઈ જ્યારે આપણા એક સાંસદે લોકસભામાં ફિલ્મ ઈન્ડસ્ટ્રી વિરુદ્ધ કહ્યુ, જે ખુદ ઈન્ડસ્ટ્રીમાંથી છે. આ શરમની વાત છે, જે થાળીમાં ખાય છે તેમાં જ છેદ કરે છે. ખોટી વાત છે, ઈન્ડસ્ટ્રીને સરકારનુ સમર્થન જોઈએ.

જાણો રવિ કિશને સંસદમાં શું કહ્યુ હતુ?
સુશાંત સિંહ રાજપૂત મોત કેસમાં એનસીબીની તપાસ દરમિયાન બૉલિવુડના ઘણા ડ્રગ્ઝ કનેક્શન સામે આવ્યા છે. લોકસભામાં સોમવારે ભાજપ સાંસદ રવિ કિશને બૉલિવુડમાં ડ્રગ સેવનનો મામલો ઉઠાવ્યો હતો અને આ કેસમાં તપાસ કરાવવાની માંગ કરી હતી. રવિ કિશને સંસદમાં શૂન્યકાળ દરમિયાન બૉલિવુડમાં ડ્રગના સેવનની તપાસનો મુદ્દો ગંભીરતાથી ઉઠાવ્યો હતો.

યુવા પેઢીને બરબાદ કરવાનુ એક ષડયંત્ર
રવિ કિશને વધુમાં કહ્યુ હતુ કે પાકિસ્તાન અને ચીનથી માદક પદાર્થોની તસ્કરી થઈ રહી છે જે દેશની યુવા પેઢીને બરબાદ કરવાનુ એક ષડયંત્ર છે. રવિ કિશને કહ્યુ કે આપણા ફિલ્મી જગતમાં આની ઘૂસપેઠ થઈ ચૂકી છે અને એનસીબી આની તપાસ કરી રહી છે. પરંતુ તેમછતાં મારી માંગ છે કે આ કેસમાં કડક કાર્યવાહી કરવામાં આવે.
કોરોના પૉઝિટીવ થવાથી દુઃખી મલાઈકા અરોરાએ દીકરા માટે લખી ભાવુક પોસ્ટ