For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

...તો એટલા માટે જયલલિતાને ન મળ્યા જામીન

By Super
|
Google Oneindia Gujarati News

બેંગ્લોર, 8 ઓક્ટોબર: એઆઇએડીએમકે ચીફ અને તમિલનાડુની પૂર્વ મુખ્યમંત્રી જે જયલલિતાને ભ્રષ્ટાચારના કેસમાં જામીન મળ્યા નથી. છેલ્લી ઘડીએ ફેંસલો બદલાઇ ગયો. કર્ણાટક હાઇકોર્ટમાં જયલલિતાની જામીન અરજી નકારી કાઢી. આ આદેશ બાદ જયલલિતાને જેલમાં રહેવું પડશે.

હાઇકોર્ટે જામીન નકારી કાઢ્યા તથા સાથે જ સજા સસ્પેંડ કરવાની માંગણી પર સુનાવણી કરવાની મનાઇ કરી દિધી. સુનાવણી દરમિયાન જજે કહ્યું કે જામીન આપવાનો કોઇ આધાર નથી. તમને જણાવી દઇએ કે કયા આધાર પર જયલલિતાને જામીન આપવામાં ન આવ્યા.

કેસની સુનાવણી કરી રહેલા જજે સુપ્રીમ કોર્ટના નિર્દેશને આધાર બનાવતાં કહ્યું કે ભ્રષ્ટાચાર માનવધિકારનું હનન છે. એવામાં સુપ્રીમકોર્ટે તાજેતરમાં આવા કેસમાં કડક વલણ અપનાવ્યું છે.

jayalalitha-new

જજે જયલલિતાની જામીન અરજી નકારી કાઢતાં કહ્યું કે સુપ્રીમ કોર્ટનો સ્પષ્ટ સંદેશ છે કે ભ્રષ્ટાચારના કેસોનો ઝડપથી નિકાલ કરવામાં આવે. કર્ણાટક હાઇકોર્ટના જજે જામીન અરજી નકારી કાઢતાં કહ્યું કે 2012ના કેસમાં સુપ્રીમકોર્ટના ઓબ્જર્વેશનના આધાર પર ભ્રષ્ટાચાર સોસાયટીની વિરૂદ્ધ છે. તેમણે દલીલ આપતાં કહ્યું હતું કે ભ્રષ્ટાચાર આર્થિક વિષમતાનું મુખ્ય કારણ છે.

English summary
Joy turned into anger and cheers into jeers following a seesaw in media reports on the fate of AIADMK chief J Jayalalitha whose bail plea was rejected by the Karnataka high court on Tuesday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X