For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભાજપની નવી મુસીબત, બિહારમાં નીતીશે રાખી વધુ એક માંગ

જનતા દળ યુનાઇટેડ અને ભારતીય જનતા પાર્ટી વચ્ચે લોકસભા ઇલેક્શનને લઈને હજુ પણ તકરાર ચાલી રહી છે.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

જનતા દળ યુનાઇટેડ અને ભારતીય જનતા પાર્ટી વચ્ચે લોકસભા ઇલેક્શનને લઈને હજુ પણ તકરાર ચાલી રહી છે. બંને દળો વચ્ચે હજુ સુધી સીટોની વહેંચણી થઇ નથી અને જનતા દળ યુનાઇટેડ ઘ્વારા સાફ સાફ જણાવવામાં આવ્યું છે કે વર્ષ 2019 લોકસભા ઇલેક્શનમાં ભાજપ તેમને સમ્માનજનક સીટો આપશે. તેની સાથે સાથે ઝારખંડ, બિહાર, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં પણ નીતીશ કુમાર બિહાર પ્લસને આગળ વધારવા માંગે છે. એટલા માટે તેઓ આશા કરી રહ્યા છે કે અહીં પણ તેમને ગઠબંધનની કેટલીક સીટો મળશે.

ઉપલા સ્તરે નિર્ણય થશે

ઉપલા સ્તરે નિર્ણય થશે

જનતા દળ યુનાઇટેડ રાષ્ટ્રીય પ્રવક્તા કેસી ત્યાગી ઘ્વારા જણાવવામાં આવ્યું કે ભાજપે લોકસભા ઇલેક્શનમાં નીતીશ કુમારનો ભરપૂર ઉપયોગ કરવો જોઈએ. અમને બિહારમાં સમ્માનજનક સીટો મળવી જોઈએ. તેની સાથે સાથે ઝારખંડ, બિહાર, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં પણ અમારા બિહાર પ્લસ માટે સીટો મળવી જોઈએ. જયારે કેસી ત્યાગીને પૂછવામાં આવ્યું કે શુ જનતા દળ યુનાઇટેડ બિહારમાં પોતાના નિર્ણય પર કાયમ રહેશે. તેના જવાબમાં તેમને કહ્યું કે અમે બિહારમાં અડધી અડધી સીટો પર લડીશુ અથવા વધારે સીટો પર તેનો નિર્ણય ઉપલા સ્તરે થશે.

આવતા મહિને અમિત શાહ વિઝીટ કરશે

આવતા મહિને અમિત શાહ વિઝીટ કરશે

કેસી ત્યાગી ઘ્વારા જણાવવામાં આવ્યું કે અમે ભાજપને યાદ અપાવવા માંગીયે છે કે જયારે એનડીએ સાથે નીતીશ કુમારે વર્ષ 2009 લોકસભા અને 2010 વિધાનસભા ઈલેક્શન લડયું હતું તેની પરિણામ કેવું રહ્યું હતું. તેમને જણાવ્યું કે અમે અપેક્ષા કરીયે છે કે નીતીશ કુમાર અને અમિત શાહ આ મુદ્દે જલ્દી કોઈ સમાધાન કાઢી લેશે. આપણે જણાવી દઈએ કે અમિત શાહ જુલાઈ મહિને બિહાર વિઝીટ પર જશે. માનવામાં આવી રહ્યું છે કે આ દરમિયાન સીટોની વહેંચણી પર કોઈ સહમતી બની શકે છે.

કોંગ્રેસ લાલુનું સમર્થન કરશે

કોંગ્રેસ લાલુનું સમર્થન કરશે

બિહારની રાજનીતિમાં બદલાતા સમીકરણમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા ઘ્વારા જણાવવામાં આવ્યું કે આ વાતમાં કોઈ જ સવાલ નથી કે કોંગ્રેસ નીતીશ કુમારને સપોર્ટ કરશે કારણકે તેઓ પોતાના વચનથી પાછી હટી ગયી છે. પાર્ટી લાલુ પ્રસાદ યાદવનું સમર્થન કરશે, જેમની પાસે મોટું જનસમર્થન છે. ભાજપા નેતા અને બિહારના ઉપ-મુખ્યમંત્રી સુશીલ કુમાર મોદી ઘ્વારા જણાવવામાં આવ્યું કે સીટોની વહેંચણી પર ઉપલા સ્તરે ચર્ચા થશે.

English summary
JDU expects respectful seat sharing in Bihar and other states in comeing Loksabha election 2019
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X