• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

JDU મજબૂરીની પાર્ટી નથી, પોતાના દમ પર લડીશું ચૂંટણી: શરદ યાદવ

|

પટણા, 11 જુલાઇ : એનડીએમાંથી અલગ થયા બાદ જેડીયૂ તરફથી ચૂંટણીને લઇને પ્રથમ નિવેદન સામે આવ્યું છે. જેડીયૂ અધ્યક્ષ શરદ યાદવે સ્પષ્ટ કરી દીધું છે કે તેઓ કોઇ પણ પાર્ટીની સાથે ગઠબંધન નહીં કરે.

કોંગ્રેસની આશાઓ પર પાણી ફેરતા શરદ યાદવે જણાવ્યું છે કે આવનાર લોકસભા ચૂંટણીમાં જેડીયૂ કોંગ્રેસની સાથે ગઠબંધન નહીં કરે. એકલા જ પોતાના દમ પર તેમની પાર્ટી ચૂંટણી મેદાનમાં ઉતરશે. શરદ યાદવના આ નિવેદનની સાથે જ કોંગ્રેસની બધી જ આશાઓ પર અને ગઠબંધનની ચર્ચાઓ પર ફૂલસ્ટોપ લાગી ગયું છે.

પોતાના સંસદીય વિસ્તારમાં લોકોને સંબોધિત કરતા શરદ યાદવે ભાજપ સાથેનો સંબંધ તૂટ્યા બાદ કોંગ્રેસની સાથે ગઠબંઠનની ચર્ચાને સંપૂર્ણ રીતે નકારી દઇ સ્પષ્ટ કરી દીધું હતું કે આવનાર લોકસભા ચૂંટણીમાં જેડીયૂના કોંગ્રેસની સાથે જોડાણના કોણ પણ સંજોગ જ નથી. સાથે તેમણે જણાવ્યું કે તેઓ ચૂંટણી તેમના દમ પર જ લડશે.

કેન્દ્રની યુપીએ સરકારમાં વ્યાપ્ત ભ્રષ્ટાચારને જેડીયૂએ પણ પોતાનો ચૂંટણી મુદ્દો બનાવવાની જાહેરાત કરી દીધી છે. આવામાં ગઠબંધનનો તો સવાલ પેદા નથી થતો. તેમણએ જણાવ્યું કે ચૂંટણીમાં ભ્રષ્ટાચાર અને મોંઘવારીના મુદ્દા અમે ઉઠાવ્યા છે જેને અમે છોડવાના નથી.

English summary
After divorce with BJP now JDU has decided to go on ‘akala chalo’ formula. Party Chief Sharad Yadav announced they will participate in parliament election without any alliance.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X