For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બિહારમાં એનડીએ સંકટ, નીતીશ કુમારની નવી માંગથી બીજેપી પરેશાન

બિહારમાં જનતા દળ યુનાઇટેડ અને બીજેપી વચ્ચે બધું બરાબર નથી ચાલી રહ્યું. યોગ દિવસ કાર્યક્રમથી અંતર બનાવનાર નીતીશ કુમાર અંગે ઘણી અટકળો લગાવવામાં આવી રહી છે.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

બિહારમાં જનતા દળ યુનાઇટેડ અને બીજેપી વચ્ચે બધું બરાબર નથી ચાલી રહ્યું. યોગ દિવસ કાર્યક્રમથી અંતર બનાવનાર નીતીશ કુમાર અંગે ઘણી અટકળો લગાવવામાં આવી રહી છે. એટલું જ નહીં પરંતુ સીટોની વેહચણી અંગે પણ માહિતી મળી રહી છે. જેડીયુ હવે એનડીએ ભાગીદારો વચ્ચે એક સહમતી ઈચ્છે છે જે લોકસભા 2019 અને આગળના બિહાર વિધાનસભા ઇલેક્શનમાં દરેક પાર્ટીના સીટોની ભાગીદારી નક્કી કરે. જનતા દળ યુનાઇટેડ સૂત્રો ઘ્વારા જણાવવામાં આવ્યું છે કે તેમને આશા છે કે ગઠબંધનમાં મુખ્ય ભાગીદાર ભાજપ સમયસર તેનો ઉકેલ શોધી લેશે. તેની સાથે એવું પણ જણાવવામાં આવ્યું છે કે ભાજપે હજુ સુધી તેના વિશે કોઈ પણ પ્રસ્તાવ સામે નથી મુક્યો.

બધા જ ઘટકદળો એક સાથે બેસે

બધા જ ઘટકદળો એક સાથે બેસે

જયારે આવનારા ઇલેક્શનમાં પાર્ટીની સીટો અંગે સવાલ કરવામાં આવ્યો ત્યારે સૂત્રો અનુસાર જેડીયુને નંબરની ચિંતા નથી. તેમને કહ્યું કે બધા જ ઘટક દળો એક સાથે બેસે અને પોતાની ભાગીદારી નક્કી કરે. વાસ્તવિકતા જોતા સીટોની ભાગીદારી બધાની સહમતી ઘ્વારા કરવામાં આવે.

2019 માહોલ 2014 જેવો નથી

2019 માહોલ 2014 જેવો નથી

જયારે એવું પૂછવામાં આવ્યું કે બીજેપી વર્ષ 2014 લોકસભા ચૂંટણીને આધાર બનાવે છે, ત્યારે સૂત્રો ઘ્વારા જણાવ્યા અનુસાર આ તર્ક સાચો નથી કારણકે વર્ષ 2019 નો માહોલ 2014 જેવો નથી. ઉપચુનાવ પરિણામ પછી જનતાના મૂડમાં બદલાવ આવ્યો છે.

એનડીએ વર્ષ 2014 દરમિયાન 31 સીટો જીત્યા હતા

એનડીએ વર્ષ 2014 દરમિયાન 31 સીટો જીત્યા હતા

વર્ષ 2014 દરમિયાન બિહાર માં એનડીએ 40 સીટોમાંથી 31 સીટો જીત્યા હતા, જયારે 243 વિધાનસભા ક્ષેત્રોમાંથી 173 પર જીત મેળવી હતી.

English summary
JDU wants NDA to seal deal on seat share for Lok Sabha elections 2019 and assembly elections
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X