For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

JEE Mains Exam: પહેલા 3 દિવસ પરીક્ષા કેન્દ્ર પર નથી પહોંચ્યા 25% છાત્રો

જેઈઈ મુખ્ય પરીક્ષા માટે રજિસ્ટ્રેશન કરાવેલ કુલ છાત્રોમાંથી ડ્રૉપઆઉટ છાત્રોની સંખ્યા લગભગ 25% છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ શિક્ષણ મંત્રાલય દ્વારા ગુરુવારે શેર કરવામાં આવેલ આંકડાઓ મુજબ કોરોના મહામારી વચ્ચે વિરોધના સંચાલિત કરવામાં આવી રહેલ જેઈઈ મુખ્ય પરીક્ષા માટે રજિસ્ટ્રેશન કરાવેલ કુલ 458,521 છાત્રોમાંથી કમસે કમ 114,563 છાત્ર પરીક્ષામાં ભાગ લેવા માટે નથી પહોંચ્યા. આ આંકડો છેલ્લા 3 દિવસથી કરાવવામાં આવી રહેલ પરીક્ષા સાથે જોડી દેવામાં આવે તો જેઈઈ મુખ્ય પરીક્ષામાં ડ્રૉપઆઉટ છાત્રોની સંખ્યા લગભગ 25% છે.

સોશિયલ ડિસ્ટંસીંગ જેવા કડક ઉપાયો વચ્ચે શરૂ થઈ પરીક્ષા

સોશિયલ ડિસ્ટંસીંગ જેવા કડક ઉપાયો વચ્ચે શરૂ થઈ પરીક્ષા

ઉલ્લેખનીય છે કે કોરોના મહામારીના કારણે સાવચેતી તરીકે અને સોશિયલ ડિસ્ટંસીંગ જેવા ઉપાયો વચ્ચે મંગળવારે પરીક્ષાઓ શરૂ થઈ કારણકે નિર્ણાયક પરીક્ષાના સ્થગિત થવાનો સિલસિલો વધી રહ્યો હતો કે જે પહેલા જ બે વાર ટાળવામાં આવી ચૂક્યો હતો. શિક્ષણ મંત્રાલય દ્વારા શેર કરવામાં આવેલ ડેટા મુજબ જેઈઈ મુખ્ય પરીક્ષા માટે પહેલા ત્રણ દિવસોમાં માત્ર 343,958 પરીક્ષાર્થી ગયા. પહેલા દિવસે લગભગ 54.6 ટકા પરીક્ષાર્થીઓએ પરીક્ષા આપી, બીજા દિવસે 81 છાત્રોની ઉપસ્થિતિ રહી જ્યારે ત્રીજા દિવસે 82 ટકા છાત્રોની ઉપસ્થિતિ બતાવવામાં આવી છે.

મહામારી વચ્ચે જેઈઈ મેઈન્સ પરીક્ષા 6 સપ્ટેમ્બર સુધી ચાલુ રહેશે

મહામારી વચ્ચે જેઈઈ મેઈન્સ પરીક્ષા 6 સપ્ટેમ્બર સુધી ચાલુ રહેશે

વાસ્તવમાં મહામારી દરમિયાન આયોજિત કરવામાં આવી રહેલી જેઈઈ મેઈન્સ પરીક્ષા 6 સપ્ટેમ્બર સુધી ચાલુ રહેશે અને સુરક્ષાના કારણે પરીક્ષા કેન્દ્રોની સંખ્યા 570થી 660 સુધી વધારી દેવામાં આવી છે. રાષ્ટ્રીય પરીક્ષણ એજન્સી(NTA)એ પરીક્ષા કેન્દ્રોમાં પરીક્ષાર્થીઓ બેસવા માટે વૈકલ્પિક બેસવાની યોજના બનાવવામાં આવી જેનાથી દરેક રૂમમાં ઓછા ઉમેદવાર હોય. આ પગલુ પરીક્ષાના સુરક્ષિત સંચાલનને સુનિશ્ચિત કરવા માટે ઉઠાવવામાં આવ્યુ છે. એક NTA અધિકારીના હવાલાથી જણાવવામાં આવ્યુ છે કે પરીક્ષા કેન્દ્રના પ્રવેશ દ્વાર પર અને પરીક્ષા હૉલની અંદર દરેક સમયે હેન્ડ સેનિટાઈઝર ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યા છે. ઉમેદવારોના એડમિટ કાર્ડની તપાસની સામાન્ય પ્રક્રિયાને બારકોડ રીડરથી બદલવામાં આવ્યુ છે જે પરીક્ષા કેન્દ્ર અધિકારીઓને ઉપલબ્ધ કરવામાં આવ્યુ છે.

9 લાખથી વધુ ઉમેદવારોએ પરીક્ષા માટે રજિસ્ટ્રેશન કરાવ્યુ

9 લાખથી વધુ ઉમેદવારોએ પરીક્ષા માટે રજિસ્ટ્રેશન કરાવ્યુ

IIT, NIT અને કેન્દ્ર દ્વારા સંચાલિત ટેકનિકલ સંસ્થાઓ(CFTI)માં એન્જિનિયરિંગ પાઠ્યક્રમોમાં પ્રવેશ માટે 9 લાખથી વધુ ઉમેદવારોએ પરીક્ષા માટે રજિસ્ટ્રેશન કર્યુ છે. જ્યારે ઓરિસ્સા, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢની સરકારોએ છાત્રોને આશ્વાસન આપ્યુ કે તે ઉમેદવારોને પરિવહનની સુવિધા પૂરી પાડશે. આઈઆઈટીના પૂર્વ છાત્રોના એક સમૂહ અને છાત્રોએ પણ જરૂરિયાતમંદ ઉમેદવારો માટે પરીક્ષા કેન્દ્રોને પરિવહન સુવિધા આપવા માટે એક પોર્ટલ લૉન્ચ કર્યુ છે. જેઈઈ મેઈન્સ પેપર 1 અને પેપર 2ના પરિણામોના આધારે 2.45 લાખ ઉમેદવાર જેઈઈ એડવાન્ પરીક્ષા માટે યોગ્ય હશે જે 23 મુખ્ય ભારતીય પ્રોદ્યોગિતી સંસ્થાઓ(આઈઆઈટી)માં પ્રવેશ મેળવવા માટે વન-સ્ટૉપ પરીક્ષા છે. જેઈઈ એડવાન્સ પરીક્ષા 27 સપ્ટેમ્બરે યોજાવાની છે.

મૉસ્કોઃ રક્ષામંત્રી રાજનાથ સિંહ-ચીની ડિફેન્સ મિનિસ્ટરની બેઠકમૉસ્કોઃ રક્ષામંત્રી રાજનાથ સિંહ-ચીની ડિફેન્સ મિનિસ્ટરની બેઠક

English summary
JEE Mains Exam: Around 25 percent students did not reach the examination center for the first 3 days.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X