• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
LIVE

Live: NEET એક્ઝામ માટે હેલ્થ મિનિસ્ટ્રીએ જારી કરી ગાઈડલાઈન

|

નવી દિલ્લીઃ દેશભરમાં આજથી જેઈઈ મેઈન્સની પરીક્ષાઓ શરૂ થઈ રહી છે જે 6 સપ્ટેમ્બર સુધી ચાલશે. આ પરીક્ષા માટે લગભગ 16 લાખ પરીક્ષાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યુ છે. રાષ્ટ્રીય પાત્રતા સહ પ્રવેશ પરીક્ષા(NEET) અને સંયુક્ત પ્રવેશ પરીક્ષા(JEE) કરાવવા અંગે જો કે વિપક્ષી પાર્ટીઓએ વિરોધ દર્શાવ્યો હતો અને મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો હતો. સરકાર તરફથી આશ્વાસન આપવામાં આવ્યુ છે કે પરીક્ષા કેન્દ્રો પર સોશિયલ ડિસ્ટંસીંગ સહિત સુરક્ષાના બધા ઉપાય અપનાવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે શુક્રવારે કોંગ્રેસે પરીક્ષાઓની તારીખ આગળ લંબાવવાની માંગને લઈને દેશભરમાં વિરોધ પ્રદર્શન કર્યુ હતુ. વાંચો, NEET અને JEE પરીક્ષાઓ સાથે જોડાયેલી પળેપળની લાઈવ અપડેટ.

neet-jee

Newest First Oldest First
4:06 PM, 4 Sep
NEET અને JEE પરીક્ષાઓ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં રાજસ્થાન, છત્તીસગ, પંજાબ, પુડ્ડુચેરી, મહારાષ્ટ્ર અને ઝારખંડ દ્વારા સમીક્ષા અરજી દાખલ કરવામાં આવી હતી.
4:04 PM, 4 Sep
ન્યાયાધીશ અશોક ભૂષણ, ન્યાયમૂર્તિ બી.આર. ગવાઈ અને ન્યાયાધીશ કૃષ્ણ મુરારીની ખંડપીઠે છ રાજ્યોના કેબિનેટ મંત્રીઓ દ્વારા જેઇઇ મેઈન અને એનઈઈટી પરીક્ષાઓ પર વિચારણા કર્યા બાદ પુનર્વિચારણા કરવા માટેની અરજીને નકારી કાઢી હતી.
4:02 PM, 4 Sep
સુપ્રીમ કોર્ટે આજે પરીક્ષા મુલતવી રાખવા માટે છ રાજ્યોના છ કેબિનેટ મંત્રીઓની સમીક્ષા અરજીને ફગાવી દીધી છે.
10:03 AM, 4 Sep
આ વખતે નીટ માટે પરીક્ષા કેન્દ્રોની સંખ્યા 2546થી વધારીને 3843 કરી દેવામાં આવી છે.
10:02 AM, 4 Sep
નીટની પરીક્ષાઓ દેશભરમાં 13 સપ્ટેમ્બરથી આયોજિ કરવામાં આવશે. આ વિશે નવી ગાઈડલાઈન જારી કરી દેવામાં આવી છે.
9:56 AM, 4 Sep
કોરોના સંકટ વચ્ચે સુપ્રીમ કોર્ટે 17 ઓગસ્ટે નીટ અને જેઈઈની મુખ્ય પરીક્ષાઓ આયોજિત કરવાની મંજૂરી આપી હતી જેનો બિન-ભાજપ શાસિત રાજ્યો આકરો વિરોધ કરી રહ્યા છે.
9:55 AM, 4 Sep
NEET-JEE Exam - આજે સુપ્રીમ કોર્ટમાં હશે મહત્વની સુનાવણી
સુપ્રીમ કોર્ટમાં આજે NEET-JEE મામલે સુનાવણી થશે. 6 બિન-ભાજપ શાસિત રાજ્યોએ સુપ્રીમ કોર્ટમાં પુનર્વિચાર અરજી દાખલ કરી છે જેના પર આજે સુનાવણી થવાની છે
12:37 PM, 1 Sep
બિહારઃ પટનાની પાટલીપુત્ર કોલોનીમાં બનેલ પરીક્ષા કેન્દ્ર પર ટેમ્પરેચર ચેક કર્યા બાદ આપવામાં રહી છે પરીક્ષાર્થીઓને એન્ટ્રી.
12:36 PM, 1 Sep
ગોવાના પણજીમાં પરીક્ષા કેન્દ્ર પર પહોંચ્યા છાત્ર-છાત્રાઓ, પરીક્ષા કેન્દ્ર પર સરકાર તરફથી ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યા છે માસ્ક.
11:00 AM, 1 Sep
છત્તીસગઢ
રાયપુરના સરોનામાં ICE સેન્ટરને બનાવવામાં આવ્યુ જેઈઈ મેઈન્સ પરીક્ષા કેન્દ્ર, પરીક્ષા માટે છાત્ર-છાત્રાઓનુ પહોંચવાનુ શરૂ.
10:55 AM, 1 Sep
કર્ણાટક
કર્ણાટકમાં બેંગલુરુના એસજેએમ ઈન્ફોટેક પ્રાઈવેટ લિમિટેડ પરીક્ષા કેન્દ્રમાં જેઈઈ-મેઈન્સની પરીક્ષા માટે પહોંચેલા છાત્ર-છાત્રાઓ, પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશતા પહેલા થઈ રહ્યુ છે ટેમ્પરેચર ચેક.
10:53 AM, 1 Sep
અમદાવાદ
ગુજરાતના અમદાવાદમાં જેઈઈ-મેઈન્સ પરીક્ષા માટે પહોંચ્યા છાત્રો. ટેમ્પરેચર ચેક કર્યા બાદ જ મળી રહ્યો છે પરીક્ષા રૂમમાં પ્રવેશ.
12:20 PM, 31 Aug
નિઃશુલ્ક પરિવહન વ્યવસ્થા માટે પરીક્ષાર્થીઓએ મધ્યપ્રદેશના પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરાવવાનુ રહેશે. જો પરીક્ષાર્થી ઈચ્છે તો પોતાની સાથે એક સહયોગીને પણ નિઃશુલ્ક લઈ જઈ શકશેઃ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ
12:19 PM, 31 Aug
છત્તીસગઢના સીએમ ભૂપેશ બઘેલે ટ્વિટ કરીને કહ્યુ કે નીટ-જેઈઈ પરીક્ષામાં શામેલ થઈ રહેલ છાત્રો સાથે તેમના એક પેરેન્ટને પણ યાત્રાની મંજૂરી હશે, યાત્રા મફત હશે અને તેના માટે કોઈ પૈસા લેવામાં નહિ આવે.
12:17 PM, 31 Aug
દેશમાં કોરોના અને પૂરની સ્થિતિને જોતા 17 વર્ષીય જેઈઈ પ્રતિસ્પર્ધી છાત્રએ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ જસ્ટીસ એસએ બોબડેને પત્ર લખ્યો છે અને તેમને જેઈઈ, નીટની પરીક્ષાને સ્થગિત કરવાની અપીલ કરી છે.
9:49 AM, 29 Aug
પરીક્ષાવાળા શહેરોમાં લૉકડાઉન નહિ
ઓરિસ્સામાં નીટ-જેઈઈ પરીક્ષા કેન્દ્રોવાળા શહેરોમાં 30 ઓગસ્ટથી 7 સપ્ટેમ્બર અને 12 સપ્ટેમ્બરથી 14 સપ્ટેમ્બર સુધી નહિ રહે લૉકડાઉન.
9:48 AM, 29 Aug
ઓરિસ્સા સરકારનો મોટો નિર્ણય
ઓરિસ્સામાં નીટ અને જેઈઈ પરીક્ષા માટે રાજ્ય સરકારે લીધો મોટો નિર્ણય, પરીક્ષા કેન્દ્રોવાળા શહેરોમાં લૉકડાઉનમાં મળી છૂટ.
5:18 PM, 28 Aug
મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યુ કે નીટ અને જેઈઈ પરીક્ષાઓ સમય પર આયોજિત થવી જોઈએ જેથી આપણા છાત્રોનુ એક વર્ષ બરબાદ ન થાય. આ તેમના ભવિષ્ય માટે છે.
3:32 PM, 28 Aug
કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ કહ્યુ કે જે સ્તરે અત્યારે કોરોના મહામારી છે તેને જોતા જેઈઈ અને નીટની પરીક્ષાઓ કરાવવી છાત્રોને જોખમમાં મૂકી શકે છે. આપણે છાત્રો અને માતાપિતાની જે ચિંતાઓ છે તેના તરફ ધ્યાન આપવુ જોઈએ. પ્રિયંકા ગાંધીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કેન્દ્રીય શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલ અને નેશનલ ટેસ્ટીંગ એજન્સીના ડીજીને ટેગ કરીને પોતાના ટ્વિટમાં લખ્યુ છે કે અમુક વસ્તુઓને તો રાજનીતિથી પરે રાખવી જોઈએ.
12:35 PM, 28 Aug
તમિલનાડુની રાજધાની ચેન્નઈમાં પણ કોંગ્રેસનુ વિરોધ પ્રદર્શન.
12:35 PM, 28 Aug
આખા દેશમાં નીટ અને જેઈઈ પરીક્ષાઓનો વિરોધ ચાલુ છે. શુક્રવારે કોંગ્રેસ કાર્યકર્તાઓએ દિલ્લીમાં શાસ્ત્રી ભવનની બહાર વિરોધ પ્રદર્શન કર્યુ.
10:15 AM, 28 Aug
છાત્રોએ કાળી પટ્ટી અને માસ્ક પહેરીને ફોટા પોસ્ટ કરીને મહામારીના સમયે પરીક્ષાને સ્થગિત કરવાની માંગ કરી છે.
10:14 AM, 28 Aug
ડાબેરી પંથના સંબદ્ધ ઑલ ઈન્ડિયા સ્ટુડન્ટ્સ એસોસિએશન(આઈસા)એ ગુુરુવારે ટ્વિટર પર ઘણા હેશટેગ સાથે પરીક્ષા આયોજિત કરવાનો વિરોધ કર્યો છે.
10:13 AM, 28 Aug
બિચારા છાત્રો શું કરે એ તો મજબૂર છે એ તો એડમિટ કાર્ડ ડાઉનલોડ કરશે જ. જો તમે છાત્રોને પૂછો, પરેન્ટ્સને પૂછો કે પછી ખુદ એક પિતા બનીને વિચારો તો ક્યારેય પરીક્ષા નહિ કરાવી શકોઃ NEET-JEE પરીક્ષા પર દિલ્લીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયા
5:58 PM, 27 Aug
એનટીએ ડીજીએ મને જણાવ્યુ કે જેઈઈમાં 8.58 લાખ ઉમેદવારોમાંથી 7.5 લાખે એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી લીધા છે. નીટ માટે 15.97 લાખ ઉમેદવારમાંથી 10 લાખથી વધુ ઉમેદવારોએ 24 કલાકમાં જ એડમિટ કાર્ડ ડાઉનલોડ કર્યા. એ દર્શાવે છે કે છાત્રો ઈચ્છે છે કે પરીક્ષા કોઈ પણ કિંમતે આયોજિત કરવામાં આવેઃ શિક્ષણ મંત્રી
2:08 PM, 27 Aug
પરીક્ષાઓ જરૂરી છે
NEET અને JEE ધોરણ 3 કે 4ની પરીક્ષા નથી. આ પરીક્ષાઓ પાસ કરનાર લોકો રાષ્ટ્રના નિર્માણમાં યોગદાન આપે છે, આ પરીક્ષાઓ જરૂરી છે - નરોત્તમ મિશ્રા, મધ્ય પ્રદેશના ગૃહમંત્રી
12:11 PM, 27 Aug
નવીન પટનાયકે કર્યો પીએમ મોદીને ફોન
ઓરિસ્સાના સીએમ નવીન પટનાયકે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે ફોન પર વાત કરી. નીટ અને જેઈઈ પરીક્ષાઓની તારીખ આગળ લંબાવવા માટે કર્યુ નિવેદન.
10:20 AM, 27 Aug
એડમિટ કાર્ડ જારી
જેઈઈ મેઈન્સ માટે લગભગ 9.53 લાખ અને નીટ પરીક્ષા માટે લગભગ 15.97 લાખ છાત્ર-છાત્રાઓએ રજિસ્ટ્રેશન કરાવ્યુ છે. બુધવારે જારી કરવામાં આવ્યા હતા આ પરીક્ષાઓ માટે એડમિટ કાર્ડ.
10:18 AM, 27 Aug
ક્યારે યોજાવાની છે પરીક્ષા
ક્યારે યોજાવાની છે પરીક્ષા
દેશભરમાં 1 સપ્ટેમ્બરથી 6 સપ્ટેમ્બર 2020 વચ્ચે યોજાવાની છે જેઈઈ મેઈન્સની પરીક્ષા, નીટની પરીક્ષા 13 સપ્ટેમ્બર 2020ના રોજ આયોજિત થશે.
10:17 AM, 27 Aug
છાત્રોના ભવિષ્ય સાથે સમજૂતી નહિ
150 શિક્ષણવિદોએ પોતાના પત્રમાં લખ્યુ - જેઈઈ મેઈન્સ અને એનઈઈટી પરીક્ષાઓમાં કોઈ પણ પ્રકારનો વિલંબ કરવો છાત્રોના ભવિષ્ય સાથે સમજૂતી કરવુ થશે.
READ MORE

English summary
JEE, NEET EXAM LIVE UPDATES IN GUJARATI
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X