For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

NEET-JEE માટે NTAએ કમર કસી, 10 લાખ માસ્ક અને 6600 લિટર સેનિટાઈઝરની વ્યવસ્થા

એનટીએ જણાવે છે કે કેવી રીતે આ અલગ પ્રકારની પરિસ્થિતિમાં પરીક્ષામાં થાય તેના માટે તેણે બ્લુપ્રિન્ટ તૈયાર કરી લીધી છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ દેશમાં કોરોના સંકટ દરમિયાન આ વર્ષે નીટ અને જેઈઈ પરીક્ષાઓ યોજાઈ રહી છે. જેઈઈ પરીક્ષા 1 સપ્ટેમ્બરથી 6 સપ્ટેમ્બર વચ્ચે યોજાવાની છે. વળી, નીટ પરીક્ષા 13 સપ્ટેમ્બર 2020ના રોજ આયોજિત થશે. કોરોના મહામારીના કારણે તેમજ પરિવહન વ્યવસ્થાઓ પર ઘણા પ્રકારના પ્રતિબંધ હોવાના કારણે દેશભરના છાત્ર સંગઠનો અને વિપક્ષી દળો પરીક્ષાને હાલ પૂરતુ ટાળવાની માંગ કરી રહ્યા છે. વળી, પરીક્ષા આયોજિત કરતી નેશનલ ટેસ્ટીંગ એજન્સી(એનટીએ)એ કહ્યુ છે કે તે આખી પરીક્ષા વધુ સાવચેતી સાથે કરાવવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. એનટીએ જણાવે છે કે કેવી રીતે આ અલગ પ્રકારની પરિસ્થિતિમાં પરીક્ષામાં થાય તેના માટે તેણે બ્લુપ્રિન્ટ તૈયાર કરી લીધી છે.

13 કરોડ વધુ ખર્ચ થશે

13 કરોડ વધુ ખર્ચ થશે

એનટીએએ કોરોના સંકટ વચ્ચે જેઈઈ પરીક્ષા કરાવવા અંગે જે બ્લુ પ્રિન્ટ તૈયાર કરી છે તે મુજબ પરીક્ષા આયોજિત કરાવવા માટે 10 લાખ માસ્ક અને ગ્લવ્ઝની જરૂર પડશે. 1300 ઈન્ફ્રારેડ થર્મોમીટર ગન અને 6600 લિટર હેન્ડ સેનિટાઈઝરની જરૂર પડશે. આ ઉપરાંત દેશભરમાં પરીક્ષા સેન્ટરો પર 3300 સ્પ્રે બોટલ જોઈશે અને 3300 વધુ સફાઈ કર્મચારીઓ તૈનાત કરવા પડશે. અનુમાન છે કે આ બધી વ્યવસ્થા માટે લગભગ 13 કરોડ રૂપિયાનો ખર્ચ આવશે.

660 સેન્ટરોની છે બ્લુપ્રેિન્ટ

660 સેન્ટરોની છે બ્લુપ્રેિન્ટ

એનટીએએ પરીક્ષા માટે દેશભરમાં બનેલા કુલ 660 એક્ઝામ સેન્ટરોના આધારે આ બ્લુપ્રિન્ટ તૈયાર કરી છે. દેશભરમાં બનેલ 660 પરીક્ષા કેન્દ્રો પર 8 લાખ 58 છાત્રો પરીક્ષા આપશે. જેઈઈ મેઈનની પરીક્ષા માટે 1 લાખ 14 હજાર નિરીક્ષકો તૈનાત કરવામાં આવશે. જેઈઈ મેઈન્સ પરીક્ષા માટે પહેલા 570 પરીક્ષા કેન્દ્રો બનાવવામાં આવ્યા હતા પરંતુ કોરોનાના કારણે કેન્દ્રોની સંખ્યા વધારી દેવામાં આવી જેથી ભીડ ન થાય આ રીતે પહેલા 30 છાત્રો પર એક નિરીક્ષક તૈનાત કરવાના હતા પરંતુ હવે 15 છાત્રો પર એક નિરીક્ષકને તૈનાત કરવામાં આવશે. હવે જેઈઈની પરીક્ષા 12 વારમાં થશે જે પહેલા 8 વારમાં કરાવવાની હતી.

પરીક્ષા માટે ગાઈડલાઈન

પરીક્ષા માટે ગાઈડલાઈન

એનટીએ મુજબ કોરોના સાથે જોડાયેલી સાવચેતીઓ રાખવા માટે પરીક્ષા કરાવવાનો ખર્ચ વધ્યો છે. હવે દરેક છાત્ર પર 150 રૂપિયાનો વધુ ખર્ચ આવશે. પહેલા એક છાત્ર પર ખર્ચનુ અનુમાન 400 રૂપિયા લગાવવામાં આવ્યુ હતુ જે હવે 550 રૂપિયા છે. જેઈઈ પરીક્ષા માટે દેશભરમાં લગભગ સાડા આઠ લાખથી વધુ પરીક્ષાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યુ છે જ્યારે નીટ માટે લગભગ 1.14 છાત્રોએ રજિસ્ટ્રેશન કરાવ્યુ છે. આને ટાટા કન્સલટન્સી સર્વિસીઝે એઈમ્સ અને પબ્લિક હેલ્થ ફાઉન્ડેશન ઑફ ઈન્ડિયા સાથે મળીને તૈયાર કર્યુ છે. આમાં પરીક્ષા કેન્દ્રોમાં છાત્રના આવવાથી લઈને પરીક્ષા અને પછી બહાર જવા સુધી માટે દિશા નિર્દેશ છે.

રિયા ચક્રવર્તીને CBIએ મોકલ્યા સમન, DRDO ગેસ્ટ હાઉસમાં પહોંચી અભિનેત્રીરિયા ચક્રવર્તીને CBIએ મોકલ્યા સમન, DRDO ગેસ્ટ હાઉસમાં પહોંચી અભિનેત્રી

English summary
JEE-NEET exams: NTA blueprint 10 lakh masks and gloves 6600 litre sanitiser.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X