For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ચાલુ ફ્લાઈટે 30 યાત્રીઓના નાક-કાનમાંથી અચાનક નીકળવા મંડ્યું લોહી

ચાલુ ફ્લાઈટે 30 યાત્રીઓના નાક-કાનમાંથી અચાનક નીકળવા મંડ્યું લોહી

|
Google Oneindia Gujarati News

મુંબઈઃ ગુરુવારે સવારે પ્લેનમાં હવાના દબાણના કારણે એક યાત્રીની તબિયત લથડી હતી. અચાનક જ 30 પ્રવાસીના કાન અને નાકમાંથી લોહી નીકળવા મંડ્યું હતું. જેને પગલે મુંબઈ-જયપુરની ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરાવવું પડ્યું હતું. માહિતી મુજબ ક્રૂ મેમ્બરની ભૂલને કારણે આ ઘટના ઘટી હતી. ઉપ મહાનિદેશક લલિત ગુપ્તાએ જણાવ્યું કે વિમાનમાં ક્રૂએ એક સ્વિચ ઑન નહોતી કરી જે કેબિનમાં દબાવને સંતુલિત બનાવી રાખે છે.

jet Airways

ક્રૂ મેમ્બરની ભૂલને કારણે 100થી વધુ યાત્રીઓના જીવ જોખમમાં મુકાયા હતા. જો કે પાયલટે તકેદારી દાખવી ફ્લાઈટની ઈમરજન્સી લેન્ડિંગ કરાવતાં સૌકોઈએ રાહતનો શ્વાસ લીધો હતો.જણાવી દઈએ કે મુંબઈથી જયપુર જઈ રહેલી ફ્લાઈટમાં કુલ 166 પેસેન્જર સવાર હતા. ફ્લાઈટ 9W 697માં સવાર કુલ 166માંથી 30 યાત્રીઓના કાન-નાકમાંથી અચાનક લોહી નીકળવા મંડ્યું હતું. કેટલાય લોકોએ માથાના દુઃખાવાની ફરિયાદ પણ કરી હતી. એરપોર્ટ પર ડૉક્ટર દ્વારા તમામ અસરગ્રસ્ત પ્રવાસીઓની તપાસ કરવામાં આવી રહી છે.

ઘટનાની તુરંત બાદ ફ્લાઈટના ઓક્સિઝન માસ્ક તુરંત બહાર આવી ગયાં હતાં. ફ્લાઈટમાં સવાર દર્શક હાથી નામના એક પ્રવાસીએ વીડિયો પર આ ઘટનાનો વીડિયો ટ્વીટ કર્યો હતો જેને તમે અહીં જોઈ શકો છો. જેટ એરવેઝના સ્પોકપર્સને કહ્યું કે તમામ યાત્રીઓને સુરક્ષિત રીતે ટર્મિનલ સુધી પહોંચાડી દેવામાં આવ્યા છે. અને તમામ માટે એરલાઈન બીજી ફ્લાઈટનો બંદોબસ્ત કરશે. આ પણ વાંચો- બે દિવસના વિધાનસભા સત્રમાં ધારાસભ્યોએ પોતાનો પગાર વધારો કરી દીધો

English summary
jet Airways plane turns back to Mumbai after passengers suffer nose bleeds
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X