For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

એક જ પરિવારના 7 લોકોની આત્મહત્યા, મરનારમાં 2 બાળકો પણ શામિલ

ઝારખંડમાં ખુબ જ ચોંકાવનારો મામલો સામે આવ્યો છે, જ્યાં એક જ પરિવારના 7 લોકોએ આત્મહત્યા કરી લીધી છે. મરનારમાં 2 બાળકો પણ શામિલ છે.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

ઝારખંડમાં ખુબ જ ચોંકાવનારો મામલો સામે આવ્યો છે, જ્યાં એક જ પરિવારના 7 લોકોએ આત્મહત્યા કરી લીધી છે. મરનારમાં 2 બાળકો પણ શામિલ છે. હાલમાં આ બાબત સાફ નથી થયી કે આખરે પરિવારે આવું પગલું કેમ ભર્યું. શરૂઆતની તપાસમાં જે બાબત સામે આવી રહી છે તેના અનુસાર પરિવારની આર્થિક હાલત સારી ના હતી. એવું માનવામાં આવી રહ્યું છે કે ભારે દેવું હોવાને કારણે પરિવારે આત્મહત્યા કરી લીધી. હાલમાં પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

રાંચીમાં ચોંકાવનારો મામલો

રાંચીમાં ચોંકાવનારો મામલો

થોડા દિવસો પહેલા દિલ્હીમાં બુરાડીમાં 11 લોકોની મૌતનો મામલો સામે આવ્યો હતો, આ મામલે જાંચ હજુ ચાલી રહી છે. આ દરમિયાન રાંચીના કાંકે ચોકી વિસ્તારમાં એક જ પરિવારના 7 લોકોની મૌતનો મામલો સામે આવ્યો છે. જાણકારી અનુસાર અહીં રહેતા દિપક ઝા પરિવારના 7 લોકોએ આત્મહત્યા કરી લીધી. મૃતકોમાં 5 વ્યસ્ક અને બે બાળકો શામિલ છે.

આર્થિક તંગીને કારણે પરિવારે ભર્યું આવું પગલું

આર્થિક તંગીને કારણે પરિવારે ભર્યું આવું પગલું

શરૂઆતી જાણકારી અનુસાર પરિવાર આર્થિક તંગીથી પસાર થઇ રહ્યો હતો. સ્થાનીય લોકોએ જણાવ્યું કે દિપક ઝા તેના દીકરાની બીમારીને કારણે ખુબ જ પરેશાન હતો. તેમને દીકરાના ઉપચાર માટે ઘણા લોકો પાસેથી દેવું પણ કર્યું હતું. પરંતુ દીકરાની તબિયતમાં કોઈ સુધાર આવી રહ્યો ના હતો. જેને કારણે પરેશાન થઈને આખા પરિવારે આત્મહત્યા કરી.

પોલીસે આખા મામલે તપાસમાં જોડાઈ

પોલીસે આખા મામલે તપાસમાં જોડાઈ

હજુ સુધી પોલીસ આ મામલે કોઈ નક્કર પરિણામ સુધી નથી પહોંચી. અધિકારીઓ અનુસાર આખા મામલે જાંચ ચાલી રહી છે. એસએસપી અનીશ ગુપ્તા ઘ્વારા જણાવવામાં આવ્યું કે શરૂઆતી તપાસમાં આખો મામલો આત્મહત્યાનો દેખાઈ રહ્યો છે. પોલીસ ટીમ સ્થાનીય લોકોની પૂછપરછ કરી રહી છે. આખા મામલે તપાસ પુરી થયા પછી જ તેના વિશે કંઈક કહેવામાં આવશે.

English summary
Jharkhand: 7 members of family commits suicide in Ranchi.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X