ઝારખંડ વિધાનસભા ચૂંટણી પરિણામઃ સવારે 11 વાગ્યા સુધીની સ્થિતિ
ઝારખંડ વિધાનસભાના ચૂંટણી પરિણામો આવવા શરૂ થઈ ગયા છે. પાંચ તબક્કામાં પૂર્ણ થયેલ ઝારખંડ વિધાનસભા ચૂ્ંટણી માટે શુક્રવારે અંતિમ તબક્કાનુ મતદાન થયુ હતુ. સોમવારે સવારે આઠ વાગ્યાથી મતગણતરી શરૂ થઈ છે. આ મતગણતરીમાં કોંગ્રેસ ગઠબંધનને બહુમત મળતો દેખાઈ રહ્યો છે. સવારે 11 વાગ્યા સુધી પ્રારંભિક રુઝાનોમાં ચૂંટણી પંચના આંકડામાં કોંગ્રેસ મહાગઠબંધન માટે જરૂરી 41 સીટોમાંથી બે સીટો વધારાની મેળવી લીધી છે. જાણો સવારે 11 વાગે ઝારખંડમાં કોણ આગળ ચાલી રહ્યુ છે અને કોણ પાછળ.
સવારે 11 વાગ્યા સુધી જે સ્થિતિ હતી તે મુજબ બધી 81 સીટોના રુઝાન આવી ચૂક્યા છે. આ 81માથી ભારતીય જનતા પાર્ટીને 27 સીટો પર આગળ ચાલી રહી છે. કોંગ્રેસને 13, ઑલ ઝારખંડ સ્ટુડન્ટ્સ યુનિયન (એજેએસયુ) પાર્ટી 3, બસપા 2, ઝારખંડ મુક્તિ મોરચો (ઝામુમો) 25 અને રાષ્ટ્રીય જનતા દળ 5 સીટો પર આગળા ચાલી રહ્યુ છે.
આ પણ વાંચોઃ પક્ષમાં આવતા રુઝાનો વચ્ચે ભાજપે આપ્યા આજસૂ સાથે ફરીથી દોસ્તીના સંકેત