ઝારખંડ વિધાનસભા ચૂંટણીઃ AJSUએ ભાજપથી છેડો ફાડ્યો
નવી દિલ્હીઃ ઝારખંડમાં વિધાનસભા ચૂંટણી પહેલા એક પછી એક ભાજપના સાથો દળો અલગ થઈ રહ્યા છે. ગુરુવારે ઑલ ઝારખંડ સ્ટૂડેંટ યૂનિયન (AJSU)એ પણ ભાજપ સાથે ગઠબંધન તોડી નાખ્યું. ભાજપ અને આજસૂ વચ્ચે કેટલાય દિવસોથી સીટ વહાંચેણીને લઈ મતભેદની સ્થિતિ હતી. ગુરુવારે દિલ્હીમાં અમિત શાહ સાથે પ્રદેશ ચૂંટણી પ્રભારી ઓમ માથુરની બેઠકમાં ગઠબંધન તોડવાનો ફેસલો લેવામાં આવ્યો.
જણાવવામાં આવ્યું કે આજસૂએ 17 સીટની માંગ કરી હતી, પરંતુ ભાજપ 10 સીટથી વધુ આપવા માટે તૈયાર નહોતું. જેને લઈ બંને દળ વચ્ચે ટકરાવની સ્થિતિ પેદા થઈ હતી. 2000માં ઝારખંડ અલગ બન્યા બાદથી જ આજસૂ અને ભાજપ સાથે મળી ચૂંટણી લડી રહ્યા હતા. નવું રાજ્ય બન્યા બાદ ભાજપ અને આજસૂ ગઠબંધન એક સાથે આવ્યું હતું. ઝારખંડ રાજ્ય બન્યા પછી પહેલીવાર ભાજપ અને આજસૂ અલગ અલગ ચૂંટણી લડશે.
Jharkhand Assembly Elections 2019: મહારાષ્ટ્ર બાદ હવે ઝારખંડમાં રાજકીય ડ્રામા, LJP એકલી ચૂંટણી લડશે
ભારતીય જનતા પાર્ટી હવે ઝારખંડની તમામ 80 વિધાનસભા સીટ પર ચૂંટણી લડશે. આજસૂ પહેલા એનડીએના તેના સાથી જેડીયૂ અને લોજપાન પણ ઝારખંડમાં એકલા જ ચૂંટણી લડવાનું એલાન કરી ચૂક્યા છે.
ઝારખંડની 8- વિધાનસભા સીટ પર 30 નવેમ્બરથી 20 ડિસેમ્બર દરમિયાન 5 તબક્કામાં ચૂંટણી થવા જઈ રહી છે. પહેલા તબક્કાનું મતદાન 30 નવેમ્બરે, બીજા તબક્કાનું મતદાન 7 ડિસેમ્બરે, ત્રીજા તબક્કાનું મતદાન 12 ડિસેમ્બરે, ચોથા તબક્કાનું મતદાન 16 ડિસેમ્બરે અને પાંચમા તબક્કાનું મતદાન 20મી ડિસેમ્બરે થનાર છે તથા 23 ડિસેમ્બરે પરિણામ જાહેર થશે.
Jharkhand Assembly Elections 2019: કોંગ્રેસે 40 સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી