Jharkhand Assembly Elections 2019: કોંગ્રેસે 40 સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી
રાયપુરઃ મહારાષ્ટ્ર અને હરિયાણાની વિધાનસભા ચૂંટણી બાદ હવે ઝારખંડ વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ ચાલી રહી છે. 81 સભ્યોવાળી ઝારખંડ વિધાનસભાની ચૂંટણી 30 નવેમ્બરથી 20 ડિસેમ્બર સુધી યોજાનાર છે. કુલ પાંચ તબક્કામાં મતદાન થયા બાદ 23 ડિસેમ્બર 2019ના રોજ ઝારખંડ વિધાનસભા ચૂંટણીના પરિણામ જાહેર થશે. જેને લઈ તમામ પાર્ટીઓએ પોતપોતાની રીતે તૈયારીઓ શરૂ કરી દીધી છે. કોંગ્રેસે ઝારખંડ ચૂંટણીને અનુલક્ષીને સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે.
ઝારખંડ વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસે પોતાના 40 સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી દીધી છે. આ યાદીમાં પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધી, પૂર્વ પીએમ મનમોહન સિંહ, રાહુલ ગાંધીનું નામ ટૉપ 3માં સામેલ છે. આ ત્રણ નામો સિવાય લિસ્ટમાં અધીર રંજન, ગુલામ નબી આઝાદ, ભૂપેશ બઘેલ, અશોક ગેહલોત, જ્યોતિરાદિત્ય સિંધિયા, નિખિલ કુમાર, મદન મોહન ઝા, જિતેન પ્રસાદ, તારિક અનવર અને મુકુલ વાસનિકના નામ સામેલ છે. યાદીમાં પ્રદેશ કોંગ્રેસના પણ કેટલાય મોટા નેતાઓને જગ્યા આપવામાં આવી છે.
Jharkhand Assembly Elections 2019: મહારાષ્ટ્ર બાદ હવે ઝારખંડમાં રાજકીય ડ્રામા, LJP એકલી ચૂંટણી લડશે