ઝારખંડનુ ફાઈનલ રિઝલ્ટઃ મહાગઠબંધને જીતી 47 સીટો, ભાજપ 25માં સમેટાયુ
ઝારખંડ વિધાનસભા ચૂંટણી 2019ના ચૂંટણી મેદાનમાં જેએમએમ (ઝારખંડ મુક્તિ મોરચા)ના નેતૃત્વવાળા ગઠબંધન (જેએમએમ-કોંગ્રેસ-રાજદ) એ પ્રચંડ બહુમતથી જીત મેળવી છે. ઝારખંડ વિધાનસભા ચૂંટણીના પરિણામ સોમવારે જાહેર થયા છે. વિધાનસભાની કુલ 81 સીટોમાંથી ગઠબંધનને 47 સીટો પર જીત મળી. જ્યાં ભાજપ પાસે પહેલા 37 સીટો હતી ત્યાં આ વખતે માત્ર 25 જ સીટો મળી.

સોરેન 27 ડિસેમ્બરે શપથ લઈ શકે છે
સૂત્રો મુજબ 27 ડિસેમ્બરના રોજ હેમંત સોરેન મુખ્યમંત્રીપદના શપથ લઈ શકે છે. આ દરમિયાન જેએમએમના 6, કોંગ્રેસના 5 અને આરજેડીના કોટામાંથી એક મંત્રી પણ શપથ લેશે. આ ઉપરાંત કોંગ્રેસને સ્પીકરનુ પદ મળી શકે છે. સૂત્રો અનુસાર હેમંત સોરેનનો શપથ ગ્રહણ સમારંભ મોરબડી ગ્રાઉન્ડમાં યોજિતકરવામાં આવી શકે છે.

રાજ્યપાલને સોંપ્યુ પોતાનુ રાજીનામુ
ઝારખંડ વિકાસ મોરચા(પ્રજાતાંત્રિક)ને 3 સીટો મળી. ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી (માર્સિસ્ટ-લેનિનિસ્ટ)લિબરેશન અને રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટી (એનસીપી) એક-એક સીટ જીતી. ચૂંટણીના પરિણામો ઘોષિત થયા બાદ ભાજપ નેતા અને રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી રઘુવર દાસે રાજ્યપાલને પોતાનુ રાજીનામુ સોંપ્યુ. તેમણે રાંચી સ્થિત રાજભવનથી બહાર નીકળતી વખતે કહ્યુ કે, ‘મે રાજ્યપાલ દ્રૌપદી મુર્મૂ સાથે મુલાકાત કરી અને પાનુ રાજીનામુ સોંપ્યુ. રાજ્યપાલે મને નવા સરકાર બનાવવા સુધી કાર્યવાહક સીએમ બનવા માટે કહ્યુ છે.'
આ પણ વાંચોઃ ગુજરાતી ફિલ્મ હેલ્લારોને બેસ્ટ ફીચર ફિલ્મનો એવૉર્ડ મળ્યો

રઘુવર દાસ અપક્ષ ઉમેદવારથી હાર્યા
રઘુવર દાસ અપક્ષ ઉમેદવાર સરયુ રાયથી 15 હજાર મતોથી હાર્યા છે. ચૂંટણીના પ્રારંભિક રુઝાનોમાં જ ગઠબંધનને ભારે મત મળતા દેખાઈ રહ્યા હતા. ત્યારબાદ જેએમએમ અધ્યક્ષ હેમંત સોરેને પ્રેસ કૉન્ફરન્સ કરીને ઝારખંડના લોકોનો આબાર માન્યો. હેમંતસોરેને કહ્યુ કે ઝારખંડના લોકોએ જેએમએમ-કોંગ્રેસ-રાજદના ગઠબંધનને સ્પષ્ટ બહુમત આપ્યો છે. સોરેન ગઠબંધન પાર્ટી તરફથી મુખ્યમંત્રી પદના ઉમેદવાર છે.

બંને સીટો જીત્યા હેમંત સોરેન
તેમણે કહ્યુ કે સહયોગી પાર્ટી સાથે મુલાકાત બાદ આગળની વાત થશે. હેમંત સોરેન વિદાનસભાની બે સીટો- દુમકા અને બરહેટથી ચૂંટણી લડી હતી અને બંનેમાં જીત મેળવી. હવે ઝારખંડ પણ એ રાજ્યોની યાદીમાં આવી ગયુ છે જ્યાં ભાજપે સત્તા ગુમાવી દીધી છે. જ્યાં 2017માં દેશના 71 ટકા ભાગ પર ભાજપની સરકાર હતી. હવે એ જ આંકડો 35 ટકાપર આવી ગયો છે.