પૂર્વ સીએમ લાલુ પ્રસાદ યાદવને ઝારખંડ હાઈકોર્ટે આપ્યા જામીન
નવી દિલ્લીઃ ઘાસચારા કૌભાંડ સાથે સંબંધિત ચાઈબાસા ટ્રેઝરી કેસમાં બિહારના પૂર્વ સીએમ લાલુ પ્રસાદ યાદવને ઝારખંડ હાઈકોર્ટે જામીન આપી દીધા છે. જો કે દુમકા કોષાગાર કેસ હજુ પેન્ડીંગ છે માટે લાલુ પ્રસાદ યાદવને હાલમાં જેલમાં જ રહેવુ પડશે. મળતી માહિતી મુજબ સંબંધિત ચાઈબાસા ટ્રેઝરી કેસમાં અડધી સજા પૂરી કરવાના આધારે પૂર્વ સીએમને જામીન આપવામાં આવ્યા છે. આ ઉપરાંત એવા પણ સમાચાર છે કે કોર્ટે તેમને બે લાખ રૂપિયા જમા કરાવવાના પણ આદેશ આપ્યા છે.
લાલૂ પ્રસાદ યાદવની જામીન અરજી પર શુક્રવારે ઝારખંડની હાઈકોર્ટે સુનાવણી કરી. આ દરમિયાન પૂર્વ સીએમ લાલુ તરફથી હાજર તેમના વકીલે દલીલ કરી કે ચાઈબાસા કેસમાં લાલુ યાદવે પોતાની 50 ટકા સજા પૂરી કરી લીધી છે. આના આધારે તેમને જામીન આપવા જોઈએ. તમને જણાવી દઈએ કે બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ યાદવને ઘાસચારા કૌભાંડના બે અલગ અલગ કેસમાં સીબીઆઈની વિશેષ અદાલતે સજા સંભળાવી હતી.
Former Bihar CM Lalu Prasad Yadav granted bail by Jharkhand High Court, in the Chaibasa Treasury case related to fodder scam.
— ANI (@ANI) October 9, 2020
However, he will remain in jail since the Dumka treasury case is still pending. pic.twitter.com/RDk0eKS78F
નેહા કક્કડ અને રોહનપ્રીતની રોકા સેરેમનીના ફોટા વાયરલ