હાઈકોર્ટમાંથી લાલુ યાદવને મોટી રાહત, દેવઘર કોષાગાર મામલે મળ્યા જામીન
ઘાસચારા ગોટાળા કેસમાં સજા કાપી રહેલ રાજદ પ્રમુખ લાલુ પ્રસાદ યાદવને મોટી રાહત મળી છે. ઝારખંડ હાઈકોર્ટે દેવઘર કોષાગાર કેસમાં દાખલ કરેલ લાલુ પ્રસાદ યાદવની જામીન અરજી મંજૂર કરી લીધી છે. જો કે દેવઘર કોષાગાર કેસમાં જામીન મળવા છતાં લાલુ યાદવ જેલમાંથી બહાર નીકળી શકશે નહિ. લાલુ યાદવને ચાઈબાસા-દુમકા કોષાગાર કેસમાં જામીન મળ્યા નથી.
લાલુ પ્રસાદ યાદવ હજુ પણ રાંચીની જેલમાં બંધ છે. દેવઘર કોષાગાર કેસમાં સજાનો અડધો સમય પૂરો થયા બપાદ તેમણે કોર્ટમાં 13 જૂને જામીન અરજી આપી હતી. દેવઘર કોષાગાર કેસમાં લાલુ યાદવે સાડા ત્રણ વર્ષની સજા સંભળાવવામાં આવી હતી. આમાં અડધાથી વધુ સજા તે કાપી ચૂક્યા છે. હાલમાં જેલ પ્રશાસનની દેખરેખમાં લાલુ યાદવનો ઈલાજ રિમ્સ હોસ્પિટલમાં ચાલી રહ્યો છે.
દેવઘર કોષાગાર કેસમાં ઝારખંડ હાઈકોર્ટે 50-50 હજારના મુચરકા પર લાલુ યાદવના જામીન મંજૂર કર્યા, સાથે કોર્ટે લાલુ યાદવનો પાસપોર્ટ જમા કરાવવાના નિર્દેશ પણ આપ્યા. લાલુ યાદવ આ જામીન બાદ જેલમાંથી બહાર આવી શકશે નહિ. જો કે જામીનના આધારે લાલુ યાદવ ચાઈબાસા-દુમકા કેસમાં જામીનની અરજી આપી શકે છે. દુમકા કેસમાં લાલુ યાદવને પાંચ વર્ષની જ્યારે ચાઈબાસા કેસમાં સાત વર્ષની સજા મળી છે.
જેલમાંથી બહાર નહિ આવી શકે લાલુ પ્રસાદ યાદવ
તમને જણાવી દઈએ કે દેવઘર કોષાગારમાંથી ગેરકાયદેસર નિકાસ કેસમાં સીબીઆઈની વિશેષ અદાલતે લાલુ પ્રસાદ યાદવને સાડા ત્રણ વર્ષની સજા સંભળાવી હતી. આ કેસમાં આર કે રાણા, બેક જુલિયસ, મહેશ પ્રસાદ, ફૂલચંદ્ર સિંહ અ સુબીર કુમાર ભટ્ટાચાર્યને પણ સાડા ત્રણ વર્ષની સજા સંભળાવવામાં આવી હતી. જ્યારે આ કેસમાં જગદીશ શર્માને 7 વર્ષની સજા સંભળાવવામાં આવી હતી.