• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ઝારખંડમાં 11મા સીએમ બન્યા હેમંત સોરેન, 3 મંત્રીઓએ પણ શપથ લીધા

|

રાંચીઃ ઝારખંડમાં મહાગઠબંધનના મુખ્યમંત્રી પદના ઉમેદવાર હેમંત સોરેન 29મી ડિસેમ્બરે રાંચીમાં 11મા મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. રાજ્યપાલ દ્રૌપદી મુર્મૂ અને હેમંત સોરેનને આજે બપોરે 2 વાગ્યે સ્થાનીય મોરહાબાદી મેદાનમાં આયોજિત એક સમારોહમાં પદ અને ગોપનીયતાના શપથ લેવડાવશે. સમારોહ માટે દેશના મોટા નેતાઓ, ઉદ્યોગપતિઓ અને હસ્તીઓને આમંત્રિત કરવામાં આવ્યા છે. હેમંત સોરેન બીજીવાર મુખ્યમંત્રી પદના શપથ લેશે. અગાઉ હેમંત સોરેને જુલાઈ 2013માં મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા. જેએમએમ-રાજદ-કોંગ્રેસ સાથે મળી તેમણે પાંચ મહિના અને 15 દિવસ સુધી સરકારી ચલાવી હતી.

hemant soren

પ્રિયંકા ગાંધીએ લખનઉ પોલીસ પર લગાવ્યો ગંભીર આરોપ, કહ્યું પોલીસે હાથાપાઇ કરી, મારૂ ગળુ પણ દબાવ્યું

Newest First Oldest First
2:46 PM, 29 Dec
લોહદરગાથી કોંગ્રેસના ધારાસભ્ય રામેશ્વર ઉરાંવ અને ચતરાથી આરજેડી ધારાસભ્ય સત્યાનંદ ભોક્તા પણ હેમંત સરકારમાં મંત્રી બની ગયા છે.
2:45 PM, 29 Dec
પાકુડથી કોંગ્રેસના ધારાસભ્ય આલમગીર આલમે હેમંત સરકાર કેબિનેટમાં મંત્રીપદના શપથ લીધા, આલમગીર આલમ ઝારખંડના સ્પીકર પણ રહી ચૂક્યા છે.
2:44 PM, 29 Dec
આલમગીર આલમ, રામેશ્વર ઓરાંવ અને સત્યાનંદ ભોકટાએ મંત્રિપદના શપથ લીધી
2:26 PM, 29 Dec
હેમંત સોરેને લીધા સીએમ પદના શપથ
2:25 PM, 29 Dec
શપથ ગ્રહણમાં એમકે સ્ટાલિન પણ હાજર છે.
2:25 PM, 29 Dec
શપથ ગ્રહણના મંચ પર સીતારામ યેચુરી અને આરજેડી નેતા તેજસ્વી યાદવ પણ હાજર છે.
2:13 PM, 29 Dec
ઝારખંડઃ મંત્રી પદની રેસમાં સહયોગી દળના આટલા MLA
રાંચીઃ હેમંત સોરેન આજે ઝારખંડના મુખ્યમંત્રી પદના શપથ લેવા જઈ રહ્યા છે. ઝારખંડ મુક્તિ મોર્ચાના કાર્યકારી અધ્યક્ષ હેમંત સોરેનની શપથ ગ્રહણ વિધિ આજે બપોરે 2 વાગ્યે મોરહાબાદી મેદાનમાં થશે.
2:12 PM, 29 Dec
શપથ ગ્રહણની વિધિ પહેલા મમતા બેનરજીને મળ્યા હેમંત સોરેન
2:10 PM, 29 Dec
પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનરજી પણ મોરહાબાદી મેદાન પહોંચ્યા
2:09 PM, 29 Dec
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના નેતા શરદ પવાર રાંચી નહિ આવે, તેમણે ટ્વીટ કરીને કહ્યું કે તેઓ રાંચી આવી શકે તેમ નથી, તેમણે હેમંત સરકારને શુભકામના આપી છે.
2:08 PM, 29 Dec
ઉત્તર પ્રદેશના પૂર્વ સીએમ અખિલેશ યાદવ અને બિહારના ડેપ્યૂટી સીએમ તેજસ્વી યાદવ રાંચી પહોંચ્યા
1:48 PM, 29 Dec
સૂત્રો મુજબ આરજેડીના એકમાત્ર ધારાસભ્ય સત્યાનંત ભોક્તાને મંત્રી પદના શપથ લેવડાવવામાં આવશે.
1:48 PM, 29 Dec
મુખ્યમંત્રી પદના શપથ લેતા પહેલા જેએમએમના કાર્યકારી અધ્યક્ષ હેમંત સોરેને કહ્યું કે એનઆરસી લાગૂ કરવું યોગ્ય નથી.
12:47 PM, 29 Dec
આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહ પણ હેમંત સોરેનના શપથ ગ્રહણમાં સામેલ થવા રાંચી પહોંચી ગયા છે. તેમણે કહ્યું કે તેઓ નવી સરકારના ઉજ્જવળ ભવિષ્યની કામના કરે છે.
12:46 PM, 29 Dec
બિહારના નેતા પપ્પૂ યાદવે હેમંત સોરેનને શુભકામનાઓ આપી છે, હેમંત સોરેનનો આભાર જતાવતા પપ્પૂ યાદવે કહ્યું કે હેમંતે તેમને ગ્રહણ સમારોહમા આવવા માટે દિલથી આગ્રહ કર્યો હતો, પરંતુ મારે એનઆરસી-એનપીઆર વિરુદ્ધ લડાઈમાં ભાગ લેવાનો છે. માટે હું આ કાર્યક્રમમાં નહિ જઈ શકું.
12:44 PM, 29 Dec
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે અને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે રાંચીમાં થઈ રહેલા શપથગ્રહણ સમારોહથી ખુદને દૂર કરી લીધા.
7:24 AM, 29 Dec
શપથ સમારોહમાં પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી, કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી, કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી, એનસીપી પ્રમુખ શરદ પવાર સામેલ થઈ શકે છે.
7:24 AM, 29 Dec
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી, રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત, મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી કમલનાથ, છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સહિત કેટલાય રાજ્યોના મુખ્યમંત્રીને આયોજિત કરવાની સંભાવના છે.
7:24 AM, 29 Dec
ઝામુમોના કાર્યકારી અધ્યક્ષ હેમંત સોરેન 29 ડિસેમ્બરે મોરહાબાદી મેદાનમાં બપોરે 2 વાગ્યે મુખ્યમંત્રી પદના શપથ લેશે. તેઓ રાજ્યના 11મા મુખ્યમંત્રી બનશે.

English summary
Jharkhand Live: Hemant Soren's swearing in ceremony as 11th cm of jharkhan
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more