For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભીમ આર્મી પ્રમુખ ચંદ્રશેખરને મળ્યો ગુજરાતના ઉભરતા દલિત નેતાનો સાથ

મંગળવારે મોડી સાંજે ગુજરાતના અપક્ષ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ ચંદ્રશેખરના ઘરે પહોંચીને મુલાકાત કરી અને બંધ રૂમમાં લગભગ અડધો કલાક વાત કરી.

|
Google Oneindia Gujarati News

ભીમ આર્મી એકતા મિશનના સંસ્થાપક ચંદ્રશેખર જ્યારથી જેલમાંથી મુક્ત થયા છે તેમને મળવા આવનાર નેતાઓ, સામાજિક કાર્યકરોની અવરજવર સતત ચાલુ છે. એક તરફ મોટા પક્ષોના નેતાઓ મુલાકાત કરી રહ્યા છે તો બીજી તરફ રાજ્યોના ધારાસભ્યો અને મંત્રીઓની અવરજવર પર સતત ચાલુ છે. આ ક્રમમાં મંગળવારે મોડી સાંજે ગુજરાતના અપક્ષ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ ચંદ્રશેખરના ઘરે પહોંચીને મુલાકાત કરી અને બંધ રૂમમાં લગભગ અડધો કલાક વાત કરી.

chandrashekhar-mevani

જિગ્નેશ મેવાણી મંગળવારે મોડી સાંજે સહારનપુર પહોંચ્યા અને અહીંથી તે દેહરાદૂન હાઈવે સ્થિત ગામ છુટમલપુરમાં ચંદ્રશેખરના ઘરે પહોંચ્યા અને મુલાકાત કરી. અતિથિ સત્કાર બાદ જિગ્નેશે ચંદ્રશેખર સાથે એકાંતમાં વાતચીત કરવાનો ઈશારો કર્યો. ત્યારબાદ બંને એક રૂમમાં જતા રહ્યા. બંધ રૂમમાં બંને વચ્ચે લગભગ અડધો કલાક વાતચીત થઈ. સૂત્રો અનુસાર ગુજરાતના અપક્ષ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ ભાજપ પર દલિત તેમજ ઓબીસી વિરોધી હોવાનો આરોપ લગાવતા કહ્યુ કે શેખર દ્વારા રાજકીય ઉત્પીડન છતાં પોતાના સમાજ માટે ઉઠાવવામાં આવેલ અવાજમાં તે પોતાના તરફથી તેમની સાથે છે.

આ પણ વાંચોઃ પીએમ પર વાંધાજનક ટ્વિટ કરતા કોંગ્રેસની સોશિયલ મીડિયા આયોજક સામે FIRઆ પણ વાંચોઃ પીએમ પર વાંધાજનક ટ્વિટ કરતા કોંગ્રેસની સોશિયલ મીડિયા આયોજક સામે FIR

ચંદ્રશેખરે કહ્યુ કે કાશીરામની રાજકીય મુવમેન્ટને ઉભી કરવી છે. તેમને કોઈ ચલાવે કે ના ચલાવે ભીમ આર્મી ચલાવશે. મે ઘણુ બધુ કાશીરામની કાર્યશૈલીમાંથી શીખ્યુ છે. આ વાતચીતને સંપૂર્ણપણે ગોપનીય રાખવામાં આવી છે. મેવાણીને મળ્યા બાદ ચંદ્રશેખરે કહ્યુ કે વ્યક્તિગત રીતે તે મળવા આવ્યા હતા. જિગ્નેશ મેવાણીના પહોંચવાની સૂચના મળતા જ ભીમ આર્મીના સેંકડો સમર્થક સ્થળ પર પહોંચી ગયા હતા. ચંદ્રશેખરે આ મુલાકાત દરમિયાન મીડિયાને દૂર રાખ્યુ હતુ.

આ પણ વાંચોઃ આધાર કાર્ડની માન્યતા પર સુપ્રીમ કોર્ટનો આજે મહત્વનો ચુકાદોઆ પણ વાંચોઃ આધાર કાર્ડની માન્યતા પર સુપ્રીમ કોર્ટનો આજે મહત્વનો ચુકાદો

English summary
jignesh mevani met bhim army chief chadrashekhar and plan to defeat bjp
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X