For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

JNU વિરોધઃ આંધળો છે તો પ્રદર્શનમાં કેમ આવ્યો કહી મારતા રહ્યા, જુઓ Video

જવાહરલાલ નહેરુ વિશ્વવિદ્યાલય (જેએનયુ)ના છાત્રો દ્વારા ફી વધારાના વિરોધમાં સોમવારે કાઢવામાં આવેલ સંસદ માર્ચનો મામલો ગરમાઈ રહ્યો છે. ઘાયલ છાત્ર શશિ ભૂષણ પાંડેયનુ નિવેદન પણ આવ્યુ છે.

|
Google Oneindia Gujarati News

જવાહરલાલ નહેરુ વિશ્વવિદ્યાલય (જેએનયુ)ના છાત્રો દ્વારા ફી વધારાના વિરોધમાં સોમવારે કાઢવામાં આવેલ સંસદ માર્ચનો મામલો ગરમાઈ રહ્યો છે. આ માર્ચ દરમિયાન રોકવા પર છાત્રોની પોલિસ સાથે ઝડપ થઈ ગઈ હતી ત્યારબાદ દિલ્લી પોલિસે આ છાત્રો પર લાઠીચાર્જ કરી દીધો હતો. આ લાઠીચાર્જમાં ઘણા છાત્રો ઘાયલ થયા હતા જેમાં શશિ ભૂષણ પાંડેય નામનો એક નેત્રહીન છાત્ર પણ શામેલ છે. શશિ ભૂષણની પિટાઈ મામલે છાત્રોએ આકરો વિરોધ વ્યક્ત કર્યો છે. આ દરમિયાન ઘાયલ છાત્ર શશિ ભૂષણ પાંડેયનુ નિવેદન પણ આવ્યુ છે અને તેણે પોલિસ પર ગંભીર આરોપ લગાવ્યા છે.

નેત્રહીન છાત્રનુ આવ્યુ નિવેદન

નેત્રહીન છાત્રનુ આવ્યુ નિવેદન

ઈન્ડિયન એક્સપ્રેસના સમાચાર મુજબ શશિ ભૂષણ પાંડેયે દાવો કર્યો કે પોલિસવાળાએ તેને પૂછ્યુ હતુ કે જો તે આંધળો છે તો વિરોધ પ્રદર્શનમાં કેમ આવ્યો? નેશનલ પ્લેટફોર્મ ફૉર ધ રાઈટ્સ ઑફ ડિસેબલ (NPRD) અને જેએનયુના છાત્ર એકમે નેત્રહીન છાત્ર પર લાઠીચાર્જની ટીકા કરી છે. પાંડેયે કહ્યુ, ‘જ્યારે બધા છાત્રો આમતેમ ભાગી રહ્યા હતા, કોઈએ મને કહ્યુ કે સ્ટ્રીટ લાઈટો બંધ કરી દીધી હતી. એ વખતે અમુક દોસ્ત મારી મદદ માટે મારી આસપાસ હાજર હતા.'

‘જણાવ્યા બાદ પણ પોલિસવાળા મને મારતા રહ્યા'

પાંડેયે કહ્યુ, ‘મારા પર લાઠીઓ વરસાવવામાં આવી, જ્યારે મે પોલિસકર્મીઓને જણાવ્યુ કે હું અંધ છુ, તો એક પોલિસ અધિકારીએ કહ્યુ, જો તુ આંધળો છે તો વિરોધ કરવા માટે કેમ આવી ગયો?' લાઠીચાર્જમાં ઘાયલ પાંડેયને એમ્સના ટ્રોમા સેન્ટરમાં ભરતી કરવામાં આવ્યો હતો. JNUSU દ્વારા બોલાવવામાં આવેલી પ્રેસ કૉન્ફરન્સમાં આ નેત્રહીન છાત્રએ કહ્યુ, ‘મે મારા ચશ્મા કાઢીને તેમને બતાવ્યુ તો પણ પોલિસવાળા અટક્યા નહિ અને મને મારતા રહ્યા.'

આ પણ વાંચોઃ મહારાષ્ટ્રની રાજનીતિમાં નવો વળાંક, શિવસેના બોલી - ભાજપ સાથે સરકાર બનાવવામાં કોઈ વાંધો નથી, પરંતુ...આ પણ વાંચોઃ મહારાષ્ટ્રની રાજનીતિમાં નવો વળાંક, શિવસેના બોલી - ભાજપ સાથે સરકાર બનાવવામાં કોઈ વાંધો નથી, પરંતુ...

સંસદમાં પણ ઉઠ્યો લાઠીચાર્જનો મુદ્દો

સંસદમાં પણ ઉઠ્યો લાઠીચાર્જનો મુદ્દો

નેશનલ પ્લેટફોર્મ ફૉર ધ રાઈટ્સ ઑફ ડિસેબલે દિલ્લી પોલિસ દ્વારા છાત્રો અને શિક્ષકો પર કરાયેલ લાઠીચાર્જની નિંદા કરી. આ સંગઠને કહ્યુ કે નેત્રહીન છાત્રની પિટાઈ કરનાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવી જોઈએ. જેએનયુના છાત્ર સંઘના અધ્યક્ષ આઈશી ઘોષે પોલિસવાળા પર આરોપ લગાવ્યો કે તેમણે એક પ્લાન હેઠળ છાત્ર સંઘના ચાર સભ્યોને અલગ કરી દીધા. આઈશીએ કહ્યુ કે પોલિસવાળાઓ સંસદ સુધી માર્ચ દરમિયાન લાઈટો બંધ કરીને છાત્રો પર લાઠીચાર્જ કર્યો હતો. જેએનયુના છાત્રો પર લાઠીચાર્જનો મામલો સંસદમાં પણ ઉઠ્યો.

English summary
JNU Protest: student shashi bhushan pandey who is visually challenged says police asked why he came if he was blind
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X