• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

JNU Violence: બે વૉટ્સએપ ગ્રુપના સ્ક્રીનશૉટ વાયરલ થયા, શું હુમલા પહેલા બન્યું હતું પ્લાનિંગ?

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ રાજધાની દિલ્હી સ્થિત જવાહરલાલ નેહરુ વિશ્વવિદ્યાલયમાં રવિવારે થયેલ હિંસા બાદ વૉટ્સએપ ચેટના સ્ક્રીનશૉટ વાયરલ થઈ રહ્યા છે. જે બાદથી દાવો કરવામાં આવી રહ્યો છે કે વિદ્યાર્થીઓ અને શિક્ષકો પર થયેલ આ હુમલો સુનિયોજિત હતો અને તેની યોજના વૉટ્સએપ ગ્રુપમાં બનાવવામાં આવી હતી. હિન્દુસ્તાન ટાઈમ્સના રિપોર્ટ મુજબ આ હિંસાને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ સાથે જોડાયેલ માનવામાં આવી રહી છે.

એબીવીપીએ આરોપો ફગાવ્યા

એબીવીપીએ આરોપો ફગાવ્યા

એબીવીપી એ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની વિદ્યાર્થી એકમ છે. જો કે એબીવીપીએ તમામ પ્રકારના આરોપોને ફગાવી દીધા છે. સ્ક્રીનશૉટ મુજબ સાંજે 5.30 વાગ્યે એક યૂઝરે યૂનિટ અગેનસ્ટ લેફ્ટ નામના વોટ્સએપ ગ્રુપ પર એક લિંગ શેર કરી. એક અન્ય ગ્રુપનું નામ ફ્રેન્ડ્સ ઑફ આરએસએસ જણાવવામાં આવી રહ્યું છે. જેએનયૂ વિદ્યાર્થી સંઘના સભ્યોનું કહેવું છે કે આ યૂઝર એબીવીપીના નેતા છે અને તેમનું નામ યોગેન્દ્ર ભારદ્વાજ છે. ભારદ્વાજ દિલ્હી વિશ્વવિદ્યાલય સંસ્કૃત વિભાગ દ્વારા અપલોડ કરવામાં આવેલ દસ્તાવેજો મુજબ એડહૉક ટીચર છે. ડીયૂના કોલેજોમાં કેટલાક અભ્યાસક્રમો માટે પીએચડીવાળા અવારનવાર અસ્થાય શિક્ષકના રૂપમાં નિયુક્ત કરવામાં આવે છે.

સાથિઓના નંબર લેફ્ટ સંગઠને ઉમેર્યા

સાથિઓના નંબર લેફ્ટ સંગઠને ઉમેર્યા

જો કે જેએનયૂની એબીવીપી એકમના સચિવ મનીષ જાંગિડે કહ્યું કે વૉટ્સએપ ગ્રુપ તો છે પરંત તેમના સાથીઓના નંબર લેફ્ટ સંગઠને ઉમેર્યા છે, જેથી તેમને બદનામ કરવામાં આવી શકે છે. એબીવીપીના નેશનલ મીડિયા કૉર્ડિનેટર રાહુલ ચૌધરીએ પણ આમાં એબીવીપીની કોઈ ભૂમિકા હોવાનો ઈનકાર કરી દીધો છે. તેમણે કહ્યું, આજકાલ આપણે કોઈનેપણ ગમે તે ગ્રુપમાં એડ કરી શકીએ છીએ અને સ્ક્રીનશૉટ લઈ લોકોને બદનામ કરી શકીએ છીએ. જો તેમની પાસે સબૂત હોય કે અમે વૉટ્સએપ ગ્રુપ પર યોજના બનાવી તો તે પોલીસને દો. જો કે ભારદ્વાજના નામે જે નંબર છે તે સ્વિચ ઑફ આવી રહ્યો છે.

ફેસબુક અકાઉન્ટ પણ ડિલીટ કરી દીધું

ફેસબુક અકાઉન્ટ પણ ડિલીટ કરી દીધું

રિપોર્ટ્સ મુજબ અન્ય એક વૉટ્સએપ ગ્રુપ એબીવીપીના સભ્ય વિકાસ પટેલ સાથે જોડાયેલું જણાયું. પટેલ સાથે જોડાયેલ પોન નંબરથી ફ્રેન્ડ્સ ઑફ આરએસએસ નામના ગ્રુપમાં એક મેસેજ કરવામાં આવ્યો, ડીયૂના લોકો પણ ભજન સિંહ સ્વિમિંગ પૂલથી પ્રવેશ કરી શકે છે. જો કે આ નંબર પણ હવે બંધ છે. જેએનયૂએસયૂ વાઈસ પ્રેસિડેન્ટ સાકેત મૂનનું કહેવું છે કે અમારામાંથી કેટલાયે પટેલના હાથમાં ડંડા લઈ ભીડ સાથે કેમ્પસમાં જોયા. તેમણે પોતાનું ફેસબુક અકાઉન્ટ પણ ડિલીટ કરી દીધું છે. તેઓ એબીવીપીના મેમ્બર છે અને અહીં વિદ્યાર્થી છે. જો કે ચૌધરીએ પટેલ અથવા કોઈપણ એબીવીપી સભ્ય દ્વારા સોશિયલ મીડિયા અકાઉન્ટ બંધ કરવાની વાત ફગાવી દીધી છે.

ત્રીજો નંબર કોંગ્રેસ સાથે જોડાયેલો

ત્રીજો નંબર કોંગ્રેસ સાથે જોડાયેલો

જેએનયૂએસયૂના સભ્યોનો આરોપ છે કે કેટલાય અન્ય લોકો જેઓ તે વૉટ્સએપ ગ્રુપનો ભાગ હતા અને જેમણે આવી પોસ્ટ કરી તેઓ કાતો એબીવીપીના સભ્ય હતા અથવા સમર્થક હતા. રિપોર્ટ મુજબ એક ત્રીજો નંબર કોંગ્રેસ સાથે જોડાયેલ રાજનૈતિક સલાહકારનો મળી આવ્યો. આ નંબર આનંદ માંગનલેનો નિકળ્યો, તેમનું કહેવું છે કે તેઓ હુમલાને લઈ ચેતવણઈ આપવા માટે ગ્રુપમાં ઉમેરાયા હતા. તેમણે ગ્રુપમાં લખ્યું હતું, જેએનયૂના સમર્થનમાં જે લોકો છે તેઓ મેન ગેટ પર આવે, ત્યાં કંઈક કરવાનું ચે. માંગલને કહ્યું કે તેઓ લોકોની જાસૂસી કરવા માટે ગ્રુપમાં એડ થયા હતા.

તસવીરો અને વીડિયો પણ સામેલ

તસવીરો અને વીડિયો પણ સામેલ

તેમણે કહ્યું કે, 'ઘટનાના ત્રણ કલાક બાદ 8.30 વાગ્યે હું વૉટ્સએપમાં આવ્યો. જેથી તેમાંથી જાણકરી મળી શકે, હું તેમની જ સાથે જોડાયેલો હોઉ તેવું નાટક કર્યું.' જો કે બાદમાં તેમણે કહી દીધું કે તેઓ કોંગ્રેસના કાર્યકર્તા નથી, બસ લોકસભા ચૂંટણઈ સમયે પાર્ટી સાથે કામ કર્યું હતું. સોશિયલ મીડિયા પર વાયરલ આ પોસ્ટમાં તસવીરો અને વીડિયો પણ સામેલ છે. એબીવીપી અને જેએનયૂએસયૂ હુમલા માટે એકબીજાને જવાબદાર ઠેરવી રહ્યા છે.

સોશિયલ મીડિયા પ્રોફાઈલની સહાયતા લેવામાં આવી

સોશિયલ મીડિયા પ્રોફાઈલની સહાયતા લેવામાં આવી

દિલ્હી પોલીસના પ્રવક્તા મંદીપ સિંહ રંધાવાનું કહેવું છે કે ક્રાઈમ બ્રાંચની ટીમ સોશિયલ મીડિયાની દેખરેખ કરી રહ્યા છે અને વીડિયો તથા તસવીરો એકઠી કરી એસલી આરોપીઓનો પતો લગાવશે. તેમણે કહ્યું કે, 'જેએનયૂ કેમ્પસમાં રવિવારે થયેલ હિંસા સંબંધિત તમામ વીડિયો અને તસવીરો ઉપલબ્ધ કરાવવા અમે યૂનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને શિક્ષકોને અુરોધ કર્યો છે. મોબાઈલ વીડિયોથી કાઢવામાં આવેલ નકાબપોશ હુમલાખોરોની તસવીરો, જે સોશિયલ મીડિયા પર અપલોડ કરવમાં આવી રહી છે, તેમાં સોશિયલ મીડિયા પ્રોફાઈલની સહાયતા લેવામાં આવશે. જેથી આમના વિશે માલૂમ પડી શકે.'

આજે ભારત બંધઃ બેંકોમાં કામકાજ ઠપ, 25 કરોડ લોકો બંધમાં સામેલ, જાણો 10 મોટી વાતોઆજે ભારત બંધઃ બેંકોમાં કામકાજ ઠપ, 25 કરોડ લોકો બંધમાં સામેલ, જાણો 10 મોટી વાતો

English summary
jnu violence abvp jnusu whatsapp group videos pictures reveals that planning may done by abvp members.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X