For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ફરી ફસાયો સલમાન, થઇ શકે છે 7 વર્ષની સજા

કાળિયારના ગેરકાયદેસર શિકારના કેસમાં ત્રણ અલગ-અલગ મામલાઓમાં સલમાન ખાન સહિત અન્ય સાત આરોપીઓનો પણ સમાવેશ થાય છે.

By Shachi
|
Google Oneindia Gujarati News

વર્ષ 2016 સલામન ખાન માટે ઘણું સારું રહ્યું છે, પરંતુ લાગે છે કે વર્ષ 2017માં સલમાન ખાનની મુસીબતો વધશે. વર્ષ 1998માં હથિયાર કાયદાના મામલામાં જોધપુર અદાલત 18 જાન્યૂઆરીના રોજ ચુકાદો આપશે. આ દરમિયાન સલમાન ખાનને કોઇ પણ સંજોગોમાં અદાલતમાં હાજર રહેવાનો આદેશ આપવામાં આવ્યો છે. રાજસ્થાન હાઇકોર્ટે જુલાઇ 2016માં પુરાવાના અભાવે સલમાન ખાનને આ કેસમાં નિર્દોષ છોડ્યા હતા.

salman khan

નોંધનીય છે કે, સલમાન ખાન વિરુદ્ધ આર્મ્સ એક્ટની કલમ 3/25 અને 25 હેઠળ કેસ ચાલી રહ્યો છે. જો સલમાન ખાન આ એક્ટની પહેલી કલમ હેઠળ દોષિત સાબિત થાય, તો વધુમાં વધુ 3 વર્ષ અને બીજી કલમ હેઠળ દોષિત સાબિત થાય તો 7 વર્ષની સજા થઇ શકે છે. જોધપુર જિલ્લાના મુખ્ય ન્યાયિક મેજિસ્ટ્રેટ દલપતસિંહ રાજપુરોહિતે બંન્ને પક્ષોની અંતિમ દલીલો સાંભળ્યા બાદ નિર્ણય જાહેર કરવા માટે 18 જાન્યૂઆરીની તારીખ નક્કી કરી છે.

'હમ સાથ સાથ હે'નું શૂટિંગ કરી રહ્યાં હતાં સલમાન

ઉલ્લેખનીય છે કે કાળિયાર હરણના ગેરકાયદેસર શિકારના ત્રણ અલગ-અળગ મામલાઓમાં સલમાન સિવાય સાત અન્ય આરોપીઓનો પણ સમાવેશ થાય છે. જોધપુરના નિર્જન વિસ્તાર ભાવડમાં 'હમ સાથ-સાથ હે'ના શૂટિંગ દરમિયાન આ ઘટના બની હતી. 26 સપ્ટેમ્બર, 1998 ના રોજ ભાવડમાં તથા 28 સપ્ટેમ્બર, 1998ના રોજ ઘોડા ફાર્મ્સમાં કાળિયાર હરણનો ગેરકાયદેસર શિકાર કરવામાં આવ્યો હતો.

અહીં વાંચો - કાળિયાર પ્રકરણ : સાક્ષીએ ઓળખી કાઢતાં રડી પડી નીલમ, તબ્બુ અને સોનાલી!

ઘોડા ફાર્મ્સ મામલે 5 વર્ષની સજા

ગેરકાયદેસર શિકારના ત્રણ મામલાઓમાંથી એકમાં તેમણે એક વર્ષ અને ઘોડા ફાર્મ હાઉસ મામલે પાંચ વર્ષની સજા મળી છે, જો કે રાજસ્થાન કોર્ટે આ સજા પર હાલ રોક લગાવી છે.

અહીં વાંચો - ના કેટરીના, ના ઉર્વશી, સલમાનની બર્થ ડે પાર્ટીમાં આ છવાઇ

English summary
A court in Jodhpur on Monday fixed 18 January for pronouncing the verdict in the Arms Act case against Salman Khan and asked the actor to be present on that date.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X