વીડિયો: પ્રપોઝ કરતા જ છોકરીઓએ છોકરાની લાતોથી પીટાઈ કરી
વેલેન્ટાઈન દિવસના અવસરે રાજસ્થાનના જોધપુરમાં એક છોકરાને એકતરફા પ્રેમનો ઈકરાર કરવો ખુબ જ ભારે પડ્યો છે. અહીં એક યુવક સ્કૂલની છોકરીને પ્રપોઝ કરવા માટે તેની પાછળ પાછળ જોધપુર ચોપાસની પાસે આવેલી સરકારી સ્કૂલ સુધી પહોંચી ગયો. જ્યાં તેને છોકરીને પ્રપોઝ કર્યું અને પોતાના પ્રેમનો ઈકરાર કર્યો.
છોકરી આ યુવકને બિલકુલ પણ પસંદ કરતી ના હતી. તે છોકરીએ જોતજોતામાં પોતાની બહેનપણીઓને ભેગી કરી અને યુવકને પાઠ ભણાવવાનું નક્કી કર્યું. ત્યારપછી ત્રણ ચાર છોકરીઓએ ભેગી થઈને યુવકની જોરદાર પીટાઈ કરી. મારપીટ પછી યુવક ત્યાંથી ભાગી ગયો. આ દરમિયાન કોઈએ આ ઘટનાનો વીડિયો બનાવી લીધો, જે હાલમાં સોશ્યિલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.
બધી છોકરીઓ ઘ્વારા જણાવવામાં આવ્યું કે આરોપી યુવક છેલ્લા કેટલાક સમયથી સ્કૂલથી આવતા જતા તે છોકરીની છેડછાડ કરતો હતો. વેલેન્ટાઈન ડે પ્રપોઝ ડે દિવસે તેને બધી જ હદો પાર કરી નાખી અને રસ્તામાં તેને છોકરી માટે પોતાના પ્રેમનો ઈઝહાર કરી દીધો. જેથી ગુસ્સે ભરાયેલી છોકરીએ તેની પીટાઈ કરી નાખી. છોકરીને તેની ધુલાઈ કરતા જોઈને તેની સહેલીઓ પણ સાથે આવી અને તેમને પણ તે આશિકની પીટાઈ કરી નાખી. સ્કૂલ પીટીઆઈ પ્રિયંકા ગૌસ્વામી ઘ્વારા જણાવવામાં આવ્યું કે તેમના સ્કૂલની વિધાર્થિનીઓ ઘ્વારા યુવકને પાઠ ભણાવીને બહાદુરીનું કામ કર્યું છે. બાકી છોકરીઓએ પણ તેમને પરેશાન કરતા લોકોને આવી રીતે જ સબક આપવો જોઈએ.