For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વિજય માલ્યા પર સોમવારે મોટો નિર્ણય આવશે, ટીમ લંડન રવાના થઇ

ભારતીય બેંકોના 9000 કરોડ રૂપિયા લઈને ફરાર થઇ ચૂકેલા વિજય માલ્યા અંગે એક મોટો નિર્ણય આવી શકે છે. તેઓ સોમવારે વેસ્ટમિસ્ટર અદાલતમાં ફરી હાજર થશે

|
Google Oneindia Gujarati News

ભારતીય બેંકોના 9000 કરોડ રૂપિયા લઈને ફરાર થઇ ચૂકેલા વિજય માલ્યા અંગે એક મોટો નિર્ણય આવી શકે છે. તેઓ સોમવારે વેસ્ટમિસ્ટર અદાલતમાં ફરી હાજર થશે. જ્યાં માલ્યાના પ્રત્યાર્પણ મુદ્દે નિર્ણય આવવાની આશા કરવામાં આવી રહી છે. આ નિર્ણયને ધ્યાનમાં રાખીને સીબીઆઈ અને ઈડી ટીમ બ્રિટન માટે રવાના થઇ ચુકી છે. આ મામલાને પહેલા સીબીઆઈ વિશેષ નિર્દેશક રાકેશ અસ્થાના જોઈ રહ્યા હતા.

vijay mallya

આ ટીમનું નેતૃત્વ સીબીઆઈ સંયુક્ત નિર્દેશક એઆઈ મનોહર કરી રહ્યા છે. 10 ડિસેમ્બરે લંડનની વેસ્ટમિન્સ્ટર મેજેસ્ટ્રેટ કોર્ટ વિજય માલ્યા કેસની સુનાવણી કરશે.

આપને જણાવી દઈએ કે 2 માર્ચ 2016 દરમિયાન દેશથી ફરાર થઇ ચૂકેલા વિજય માલ્યાના પ્રત્યાર્પણ મુદ્દે લંડનમાં કેસ ચાલી રહ્યો છે. વિજય માલ્યા પર ભારતની બેંકોના લગભગ 9000 કરોડ રૂપિયા બાકી નીકળે છે.

ભારત સરકારે વિજય માલ્યાના પ્રત્યાર્પણ અંગે વર્ષ 2017 અંતમાં કાનૂની કાર્યવાહી શરુ કરી હતી. માલ્યાએ અગસ્ટા વેસ્ટલેન્ડ મામલે કથિત વચેટિયા ક્રિસ્ટીઅન મિશેલના ભારત પ્રત્યાર્પણ પછી ભારતીય બેન્કોને 100 ટકા દેવું ચૂકવવાનો પ્રસ્તાવ રાખ્યો હતો.

English summary
A joint team of CBI and ED led by CBI Joint Director A Sai Manohar has left for UK for court proceedings there on India's request seeking extradition of Vijay Mallya
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X