For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

3.20 લાખમાં કાર અને 4.28 કરોડમાં લિલામ થઇ દાઉદની હોટેલ

By Kalpesh L Kandoriya
|
Google Oneindia Gujarati News

મેસ્ટવોન્ટેડ અને 1993 મુંબઇ હુમલાનો માસ્ટર માઇન્ડ દાઉદ ઇબ્રાહિમની જપ્ત કરેલી સંપત્તિની લિલામી કરવામાં આવી હતી. મુંબઇ ખાતે દાઉદની લિલામ કરવામાં આવેલી હ્યુન્ડાઇ એસન્ટ માટે 3.20 લાખમાં અને હોટેલ દિલ્હી ઝાયકા માટે 4.28 કરોડની બોલી બોલાઇ હતી.

Daud Ibrahim

હિન્દુ મહાસભાના અધ્યક્ષ સ્વામી ચક્રપાણીએ દાઉદની MH 04 AX 3676 નંબરવાળી હ્યુંડાઇ કાર 3.20 લાખમાં ખરીદી લીધી છે, કારની સ્ટાર્ટિંગ બિડ 15700 રાખવામાં આવી હતી. જ્યારે દાઉદ ઇબ્રાહિમની હોટલ 'દિલ્હી ઝાયકા'ને ભૂતપૂર્વ પત્રકાર અને એક્ટિવિસ્ટ બાલકૃષ્ણને 4.28 કરોડમાં ખરીદી લીધી છે. બાલકૃષ્ણન સાથે બોલી લગાવનાર અન્ય ચાર પાર્ટી પણ હતી પરંતુ બાલકૃષ્ણને ડાયરેક્ટ 1 કરોડ વધારે બોલી લગાવી હોટેલ પોતાના ખાતામાં કરી લીધી હતી.

ઉલ્લેખનીય છે કે બોલી કરવાથી હટી જવા માટે દાઉદ તરફથી ધમકી મળી હોવાનો ભૂતપૂર્વ પત્રકાર બાલકૃષ્ણએ દાવો કર્યો હતો. બાલકૃષ્ણને કહ્યું હતું કે મને ધમકીભર્યો ફોન આવ્યો હતો અને લિલામીમાંથી હટી જવા જણાવ્યું હતું. લિલામીના પગલે કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી હતી.

જણાવવું જોઇએં કે, દાઉદ ઇબ્રાહિમની કુલ 12 સંપત્તિ જપ્ત કરવામાં આવી હતી. ઉપરાંત ભારત સરકારની પહેલ બાદ દુબઇમાં પણ દાઉદની સંપત્તિઓ પર કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી હતી, અને અન્ય દેશોમાં દાઉદની રહેલી સંપત્તિઓને સરકાર જપ્ત કરી શકે છે.

English summary
Ex Journalist and activist balakrushna bought hotel of daud ibrahim in 4.28 crore, and leader of hindu mahasabha bought a hyundai car of daud in 3.20 Lakh.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X