For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પત્રકાર છત્રપતિ હત્યાકાંડઃ રામ રહીમ સહિત 4 દોષિતોને આજે સજા ફટકારાશે

પત્રકાર હત્યાકાંડમાં આજે રામ રહીમને સજા થશે

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ પત્રકાર રામચંદ્ર છત્રપતિ હત્યાકાંડ મામલે આજે પંચકૂલાની સ્પેશિયલ સીબીઆઈ કોર્ટે રામ રહિમ સહિત 3 અન્ય શખ્સોને દોષિત કરાર આપ્યા હતા. આ તમામ લોકોને આજે સજા સંભળાવવામાં આશે. ડેરા સચ્ચા સૌદા પ્રમુખ રામ રહીમની સુનાવણી વીડિયો કોન્ફ્રન્સ દ્વારા કરવામાં આવશે. આ કેસમાં સજા થવાની હોય આસપાસના જિલ્લામાં આકરી સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. હાલ રામ રહીમ પોતાની બે અનુયાયિના રેપના ગુનામાં 20 વર્ષની જેલની સજા કાપી રહ્યો છે.

ram rahim

પત્રકાર હત્યાકાંડ મામલામાં ગુરમીત રામ રહીમ સહિત તમામ 4 આોપીઓને દોષિત જાહેર કર્યા હતા. અગાઉ કેસની સુનાવણી વીડિયો કોન્ફ્રન્સ દ્વારા જ થઈ હતી. હિંસાની આશંકાને જોતા કોર્ટે રામ રહીમની સુનાવણી વીડિયો કોન્ફ્રન્સથી કરવાની મંજૂરી આપી દીધી હતી. 16 વર્ષ જૂના આ કેસમાં રામ રહીમ અને અન્ય 3 શખ્સોને દોષિત જાહેર કર્યા છે.

વર્ષ 2002માં પત્રકાર રામચંદ્ર છત્રપતિની ગોળી મારી હત્યા કરવામાં આવી હતી. તેઓ ડેરામાં થઈ રહેલાં ખોટાં કામો વિશે સતત છાપામાં છાપી રહ્યા હતા. છત્રપતિના પરિવારે હત્યાનો કેસ નોંધાવ્યો હતો. જે બાદ 2003માં આ કેસ સીબીઆઈને સોંપી દેવામાં આવ્યો હતો. વર્ષ 2007માં સીબીઆઈએ ડેરા મુખ્યા ગુરમીત સિંહ રામ રહીમને હત્યાનું ષડયંત્ર રચવા બદલ આરોપી માનતાં ચાર્જશીટ ફાઈલ કરી હતી.

આ પણ વાંચો- ફરી મોંઘું થયું પેટ્રોલ અને ડીઝલ, જાણો આજનો ભાવ

English summary
journalist Chhatarpati murder case: special cbi court in Panchkula to pronounce the sentence on Ram Rahim
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X