જેપી નડ્ડાએ ખુદ પર થયેલ હુમલા માટે TMCને જવાબદાર ગણાવી
નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળમાં પોતાના બે દિવસીય પ્રવાસના બીજા દિવસે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ ડાયમંડ હાર્બરના દક્ષિણ 24 પરગનામાં એક કાર્યક્રમ સંબોધિત કર્યો. ત્યાંથી નિકળતી વખતે કેટલાક પ્રદર્શનકારીઓએ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા અનેકૈલાશ વિજયવર્ગીયના કાફલા પર પથ્થરમારો કર્યો હતો. જો કે આ ઘટનામાં કોઈને પણ ઈજા નથી પહોંચી. વિજયવર્ગીયએ દાવો કર્યો કે તેઓ ઈજાગ્રસ્ત થયા છે. ભાજપના બે શીર્ષ નેતાઓ પર થયેલ હુમલાને લઈ હવે ભાજપ સરકારે મમતા દીદીને ઘેરી લીધાં છે.
ઘટના બાદ ગુરુવારની સાંજે એક પ્રેસ કોન્ફરન્સમાં ભાજપના ચીફ જેપી નડ્ડાએ પોતાના પર થયેલ હુમલાને લઈ પશ્ચિમ બંગાળમાં સત્તારુઢ પાર્ટી તૃણમૂલ કોંગ્રેસને આડેહાથ લીધી હતી. જેપી નડ્ડાએ કહ્યું કે, આ ઘટના બંગાળ વિશે ખોટી ધારણા બનાવવા માટે પ્રમાણ તરીકે અમારી સામે આવે છે. સ્પષ્ટ જોવા મળે છે કે અહીં અરાજકતા છે, અસહિષ્ણુતા છે અને પૉલિટિકલ ડિબેટ માટે કોઈ સ્થાન નથી. તેમણે આગળ કહ્યું કે, બંગાળને જે વિચારોના આદાન પ્રદાન માટે ઓળખવામાં આવતું, બંગાળ જેને દેશ અને દુનિયાને દ્રષ્ટી આપી... એ બંગાળમાં આજે મમતા સરકારે જેવી રીતે રાજનૈતિક ઘટનાક્રમ ચલાવ્યો છે તે અત્યંત ઘાતક છે અને આ સ્પષ્ટ જણાવે છે કે અસહિષ્ણુતા- મમતાનું નામ છે.
પ્રધાનમંત્રી મોદીએ નવા સંસદ ભવનનુ કર્યુ ભૂમિ પૂજન
સીએમ મમતા બેનરજી પર નિશાન સાધતાં જેપી નડ્ડાએ આગળ કહ્યું, હું મમતા જીને જણાવવા માંગું છું કે અમારો એક એક કાર્યકર્તા પણ બધા ચૂંટણીક્ષેત્રોમાં જઈ ભાજપ માટે કામ કરશે, કમળ ખિલશે અને વિચારધારાના આદાન- પ્રદાનથી લોકોનું દિલ જીતશે. જેપી નડ્ડાએ આગળ કહ્યું કે મમતા જી પીએમ મોદી માટે જે શબ્દાવલીનો ઉપયોગ કરે છે તે જણાવે છે કે તેમણે બંગાળને કેટલું નીચે લાવી દીધું છે, અમને દુખ થાય છે. બંગાળ બધાનું છે... આગામી ચૂંટણીમાં લોકો મમતા બેનરજીને નમસ્કાર કહેશે અને રાજ્યમાં ભાજપના કમળ ખિલશે, અમે 200થી વધુ સીટ જીતશું.