• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

જુહુ રેવ પાર્ટી : ક્રિકેટર રાહુલ શર્મા પર આરોપો ઘડાયા

|

મુંબઇ, 25 માર્ચ : બોલીવુડના સ્ટાર્સ બાદ હવે ભારતીય ક્રિકેટર્સ પર પણ પોલીસ અને કોર્ટની ગાજ પડી હોય તેમ લાગી રહ્યું છે. એક વર્ષ પહેલાની એક રેવ પાર્ટી સંદર્ભે ક્રિકેટર રાહુલ શર્મા સામે પોલીસે આરોપો ઘડ્યા છે. ગયા વર્ષે જુહુ વિસ્તારમાં થયેલી એક રેવ પાર્ટીના કેસમાં મુંબઈ પોલીસે ચાર્જશીટ ફાઈલ કરી છે. આ ચાર્જશીટમાં પોલીસે તે રેવ પાર્ટીમાં કેફી દ્રવ્યોનો ઉપયોગ કરવાનો ક્રિકેટર રાહુલ શર્મા પર આરોપ મૂક્યો છે.

આ ચાર્જશીટમાં સાઉથ આફ્રિકાના ઓલરાઉન્ડર વેન પાર્નેલને આ કેસમાં ફરાર આરોપી તરીકે ઘોષિત કરવામાં આવ્યો છે. આ ક્રિકેટરો 20 મે, 2012ના રોજ જુહુની ઓકવૂડ હોટેલમાં યોજાયેલી પાર્ટીમાં હાજર રહ્યા હતા. તેમણે પ્રતિબંધિત દ્રવ્ય કેનાબીસનો ઉપયોગ કર્યો હોવાનો આરોપ છે.

આ હોટેલ પર પોલીસે દરોડો પાડ્યા બાદ રાહુલ ઉપરાંત બોલીવૂડ કલાકાર દંપતી, અપૂર્વ અગ્નિહોત્રી અને શિલ્પા અગ્નિહોત્રીને પોલીસે અટકમાં લીધાં હતા. પોલીસે પૂછપરછ માટે 86 જણને અટકમાં લીધા હતા. પોલીસે આ તમામની સામે 1200 પાનાંની ચાર્જશીટ નોંધાવી છે. આ આરોપીઓમાં કેટલાક વિદેશી નાગરિકો પણ છે અને તેમને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. આ વિદેશીઓ તેમનું તબીબી પરીક્ષણ થઈ ગયા બાદ ભારતમાંથી જતા રહ્યા હતા.

ચાર્જશીટમાં હોટેલના ડિરેક્ટર વિશાલ હાન્ડા, ડીજે દિપે શર્મા અને રાકેશ શર્મા અને અગ્નિહોત્રી દંપતીનું પણ નામ છે. હવે સ્પેશિયલ કોર્ટ ચાર્જશીટને વાંચ્યા બાદ આરોપીઓ માટે સમન્સ બહાર પાડશે એમ માનવામાં આવે છે.

English summary
Juhu rave Party : charges put on cricketer Rahul Sharma.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X