પાટીદારો દ્વારા 24 જૂલાઇના રોજ એકતા યાત્રાનું આયોજન
"ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં.બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી. વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ.
ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા. પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો. આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર. દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...

સુરમતાં બિલ્ડરને ખંડણી માંગનાર આરોપીઓને પોલીસે ઝડપ્યા
સુરત જિલ્લાના મોટા વરાછા વિસ્તારમાં રહેતા બિલ્ડર જયંતિ તારપરાનું સરથાણાથી અપહરણ થયુ હતું અને અપહરણકારોએ 50 લાખની ખંડણી લઈ બિલ્ડરને છોડી દીધો હતો. આ ઘટનામાં પોલીસે આરોપીઓને ઝડપી તેમની પાસેથી 14 લાખ જેટલી મતા કબ્જે કરી હતી. અને આ કેસની વધુ તપાસ શરૂ કરી છે. નોંધનીય છે કે આ ઘટનામાં પકડાયેલા અપહરણકારો હીરા ઉદ્યોગથી જોડાયેલા છે. 3 વીઘા જમીન બાબતના વિવાદમાં જયંતીભાઈએ નારાયણ આહીરને સોપારી આપી હતી. જેથી ભુપત આહિર અને તેની મંડળીએ આ અપહરણ કર્યું હતું.

અમદાવાદ, ગાંધીનગર અને સુરતમાં વીજદરમાં પ્રતિ યુનિટ 50 પૈસાનો ઘટાડો
અમદાવાદ, સુરત અને ગાંધીનગરના ત્રણેય શહેરમાં વિજળીના દરમાં ઘટાડો કરવામાં આવ્યો છે. આગામી ત્રણ મહિના જુલાઇ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિના સુધી વિજળીના દરમાં પ્રતિ યુનિટ 50 પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો છે. આ અંગે રાજ્યના ઉર્જામંત્રી સૌરભ પટેલે દાવો કર્યો છે કે, કેન્દ્ર સરકારની આ નીતિના કારણે ગ્રાહકોને ફાયદો થશે.

પાટીદારો દ્વારા 24 જૂલાઇના રોજ એકતા યાત્રાનું આયોજન
હાર્દિક પટેલના ગુજરાતની બહાર ગયા પછી પાટીદારોમાં એકતા ટકાવી રાખવા આગામી 24મી જુલાઇના રોજ ઉંઝામાં પાટીદારો દ્વારા એકતાયાત્રા યોજાવાની છે. પાસ દ્વારા આ યાત્રા સફળ બનાવવા માટે સમાજના લોકોને આમંત્રિત કરવામાં આવ્યા છે. સોશિયલ મીડિયામાં પણ આ અંગે યાત્રામાં જોડાવા લોકોને અપીલ કરાઇ રહી છે. એકતા યાત્રા 24મી જુલાઇએ રવિવારે સવારે 8-30 કલાકે વિસનગર ઉમિયા માતાની મંદિર પટણી દરવાજાથી નીકળવાની છે અને ઊંઝા ઉમિયા માતાજીના મંદિરે પહોંચશે.

દિકરી થશે તો આ હોસ્પિટલમાં બિલ નહી ચૂકવવું પડે!
અમદાવાદની એક હોસ્પિટલે એક નવતર પ્રયોગ હાથ ધર્યો છે. જે મુજબ આ હોસ્પિટલમાં જો કોઇ મહિલાને બાળકી થશે તો તેનું બિલ હોસ્પિટલ ઉઠાવશે. અમદાવાદની સિંધુ હોસ્પિટલ દ્વારા સ્ત્રીભ્રૃણ હત્યાને રોકવા અને દિકરીઓના જન્મને આવકારવા આ પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે.. નોંધનીય છે કે ગુજરાતમાં 1000 છોકરાઓ વચ્ચે 890 છોકરીઓ જ છે. ત્યારે હોસ્પિટલનો આ નવતર પ્રયાસ ખરેખરમાં સરાહનીય છે.

જીએસટી બિલ પસાર થઇ શકે છે, રાજ્યસભામાં પાંચ કલાક થશે ચર્ચા
કેન્દ્ર સરકાર અને ક્રોંગ્રેસ વચ્ચે ચાલી રહેલી વાર્તા બાદ થયેલી સૈદ્ધાંતિક સહમતિ મુજબ જીએસટી મુદ્દે બન્ને પક્ષ દ્વારા સમય નક્કી કરી પાંચ કલાક ચર્ચા કરવાનું નક્કી કર્યું છે. નોંધનીય છે કે સોમવારે ચોમાસુ સત્ર શરૂ થતા જ જીએસટી બિલ પર ચર્ચાને બીજેપી પ્રાધાન્ય આપ્યું હતું. જે પર વિપક્ષ ક્રોંગ્રેસ પર ચર્ચા કરવા હામી ભરી હતી. જે જોતા આવનારા દિવસોમાં આ બિલ પસાર થાય તેવી શક્યતા વધી છે.

ઉત્તર ભારતમાં ભારે વરસાદ, 12 લોકોની મોત
ઉત્તર ભારતમાં ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદ અને પૂરની સ્થિતિ સામાન્ય જનજીવનને બેહાલ કરી દીધું છે. હવામાન ખાતાએ પણ પૂરગ્રસ્ત આસામ, ઉત્તર પ્રદેશ, બિહાર અને બંગાળ તથા મેધાલયમાં આવનારા સમયમાં પણ ભારે વરસાદની આગાહી કરી છે. વધુમાં અત્યાર સુધી વરસાદના કારણે 12 લોકોની મોત થઇ છે.