• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ભારતભરના મુખ્ય સમાચાર પર એક નજર...

|
Google Oneindia Gujarati News

"ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં.બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી. વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ.

ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા. પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો. આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર. દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...

એસઆરપી જવાનનું ટ્રક વચ્ચે આવી જતા મોત

એસઆરપી જવાનનું ટ્રક વચ્ચે આવી જતા મોત

વાલિયા તાલુકાના રૂપનગર ખાતે આવેલા એસ. આર.પી. ગૃપમાં આ.પો.સ.ઇ.પ્લાટુન કમાંન્ડર તરીકે કંપની -બીમાં ફરજ બજાવતા નર્મદાના ભુછાડ ગામના મિથુનભાઇ ઝીણાભાઇ વસાવા શુક્રવારે બંદોબસ્ત સ્થળે પાછા આવતા હતા ત્યારે ડેડીયાપાડા ચાર રસ્તા ખાતે સ્ટેટ હાઇવે પર ટ્ર્ક ચાલકે પોતાની ટ્રક પૂરઝડપે જવાન પર ચઢાવી મારી હતી અને તેને ડહફેટ લેતા કમરના ભાગેથી તેમના શરીરનાં બે ભાગ થઇ જતાં તેમનું ઘટના સ્થળે કમકમાટીભર્યું મોત નિપજ્યુ હતું. જે બાદ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી ફરાર ટ્રક ચાલકને ઝડપવાના ચક્રો ગતિમાન કર્યા છે.

ચોમાસાના નવા પાણીની મજા માણી સિંહોએ કર્યું મારણ

ચોમાસાના નવા પાણીની મજા માણી સિંહોએ કર્યું મારણ

જૂનાગઢના તાલાળા પાસે આલ ઉમરેઠી ગામની આસપાસ ત્રણથી ચાર સિંહો જોવા મળી રહ્યા છે. જેઓએ ચોમાસામાં વરસેલા નવા પાણીની મજા માણી હતી તેમજ ગામમાં જઇને બે થી ત્રણ વાછરડાના મારણ પણ કર્યા હતા. ઉલ્લેખનીય છે કે ઉમરેઠીમાં સિંહોએ ચારેક દિવસથી ધામા નાખ્યા હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે હવે વરસાદની ઋતુમાં સિંહો અંતરિયાળ વિસ્તારમાં જતા રહેતા હોય છે અને તેમને આહારની મુશ્કેલી પણ સર્જાતી હોય છે આવી પરિસ્થિતિમાં સિંહોએ ચારેક દિવસમાં આશરે 6 જેટલા મારણ કર્યા છે.

વલસાડમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી

વલસાડમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી

દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી સાથે વલસાડમાં કાળા ડિબાંગ વાદળો સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેથી સમગ્ર પથંકમાં ઠંડક વ્યાપી ગઇ છે. નવસારીમાં 6 એમએમ, જલાલપોરમાં 9 એમએમ, ખેરગામમાં 5 એમએમ અને વાંસદામાં 8 એમએમ વરસાદ પડ્યો છે.

બોટાદમાં માતા પિતા રાહ જોતા રહ્યા અને બાળકો ડૂબી ગયા

બોટાદમાં માતા પિતા રાહ જોતા રહ્યા અને બાળકો ડૂબી ગયા

ગઢડા પાસે આવલે બોટાદ તાલુકાના સમઢિયાળા ગામમાંથી પસાર થતી નર્મદા કેનાલમાં ન્હાવા પડેલા 12 બાળકોમાંથી 4 બાળકો અંદર ડૂબી ગયા હતા જ્યારે 8 બહાર નીકળીને બચવામાં સફળ રહ્યા હતા. ડૂબી ગયેલા 4 બાળકો પૈકી સંદીપ બાવળિયાને તાત્કાલિક બહાક કાઢીને બોટાદ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડતા તેનો બચાવ થયો હતો જોકે બાકીના ત્રણ બાળકો હજી પણ મળી શકયા નથી. વધુમાં જાણવા મળ્યું હતું કે બાળકોએ તેમના માતા પિતાને કેનાલ પર જતા હોવાની કોઈ જાણ કરી નહોતી. ઘટનાની જાણ થતાં બોટાદ મામલતદાર, ડીડીઓ, તથા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગયા હતાં જોકે બાળકો ડૂબ્યાની માહિતી મળતા જ ગામમાં ટોળે ટોળા ઉમટયા હતા.

અમરેલીમાં અવિરત મેઘમહેર, કેટલીક શાળાઓમાં અપાઈ રજા

અમરેલીમાં અવિરત મેઘમહેર, કેટલીક શાળાઓમાં અપાઈ રજા

અમરેલી જીલ્લામાં ગત રાત્રિથી વરસી રહેલા વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે. અમરેલીના ૧૧ તાલુકા મથકોમાંથી નવ તાલુકા મથકોમાં ધોધમાર વરસાદ ચાલુ છે જાફરાબાદમાં સાડા છ ઇંચ ઉપરાંતનો વરસાદ તો રાજુલામાં ચાર થી પાંચ ઇંચ વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. વળી સ્થાનિક શાળામાં ત્રણ ત્રણ ફૂટ સુધી પાણી ભરાઈ જતા વિદ્યાર્થીઓને રજા આપી દેવી છે જયારે સાવરકુંડલાના વંડા અને વીજપડીમાં ધોધમાર ત્રણ ઇંચ વરસાદ વરસી ગયો છે જયારે અમરેલી જીલ્લાનું છેવાડાનું અને સાવરકુંડલા તાલુકાના ગામ પીપરડીની પરીસ્થિતિ વધુ દયનીય બની છે પીપરડી આખું ગામ હાલમાં બેટમાં ફેરવાઈ ગયું છે.

વિદ્યાર્થીને ભગાડી ગયેલી શિક્ષિકાએ કાયમી જામીન માટે કરી અરજી

વિદ્યાર્થીને ભગાડી ગયેલી શિક્ષિકાએ કાયમી જામીન માટે કરી અરજી

વસ્ત્રાલની 38 વર્ષીય ટ્યૂશન શિક્ષિકા મનીષા જોષીએ અમદાવાદની સેશન્સ કોર્ટમાં કાયમી જામીન મેળવવા અરજી કરી છે. આજે શિક્ષિકાએ પોતાને વાઇની બીમારી હોવાથી અને પરિવારમાં બે સંતાનો તથા વૃદ્ધ સાસુની દેખરેખની જવાબદારી હોવાનું કહી જામીન માન્યા રાખવા અપીલ કરી છે. સાથે જ તેણે દાવો કર્યો છે કે, તે મહિલા હોવાથી તેની સામે પોક્સોની કલમ લાગુ પડતી નથી. ઉલ્લેખનીય છે કે શિક્ષિકા 15 વર્ષના વિદ્યાર્થીને પ્રેમજાળમાં ફસાવી ભગાડી ગયેલી. વસ્ત્રાલની 38 વર્ષિય ટ્યૂશન શિક્ષિકા 11 દિવસ બાદ ઝડપાઈ હતી. અને આ બંને જણા મુંબઈ, રાજસ્થાન અને માઉન્ટ આબુમાં રહ્યા પછી રૂપિયા ખલાસ થઈ જતાં અમદાવાદ આ‌વ્યાં હતાં અને પોલીસે વસ્ત્રાલ રિંગ રોડ પરથી રામોલ પોલીસે બંનેને પકડી લીધાં હતાં.

કચ્છના હરામીનાળા પાસેથી પાકિસ્તાની બોટ ઝડપાઈ

કચ્છના હરામીનાળા પાસેથી પાકિસ્તાની બોટ ઝડપાઈ

ભારત પાકિસ્તાનની સરહદે હરામીનાળાના વિસ્તારમાંથી શુક્રવારે સાંજે પાકિસ્તાનની બે બોટ બીએસએફ દ્વારા પકડાઇ હતી. સીમા સુરક્ષા દળની 46મી બટાલિયન ક્રીક વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે સાંજે પાંચ વાગ્યાના અરસામાં બે પાકિસ્તાની બોટ નજરે ચઢી હતી.તેનો પીછો કરતાં માછીમારો ભાગી છૂટ્યા હતા. આ બોટમાંથી માછીમારીની જાળ ઉપરાંત તેને લગતો સામાન મળી આવ્યો હતો..

English summary
July 2 read todays top news pics
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X