• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

રાહુલ ગાંધી જે મહિલાને મળ્યા તેને પીડિતો સાથે કોઈ સંબંધ નથી?

|
Google Oneindia Gujarati News

"ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં.બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી. વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ.

ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા. પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો. આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર. દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...

રાહુલ ગાંધી જે મહિલાને મળ્યા તેને પીડિતો સાથે કોઈ સંબંધ નથી?

રાહુલ ગાંધી જે મહિલાને મળ્યા તેને પીડિતો સાથે કોઈ સંબંધ નથી?

રાહલુ ગાંધીએ હોસ્પિટલમાં જે મહિલા સાથે વાત કરી અને જેના ફોટા દેશભરમાં જાહેર થયા હતા. તે અંગે ગુજરાતના એક અગ્રણી અખબારે એવો ઘટસ્ફોટ કર્યો છે કે આ મહિલા પીડિત દલિતોની સ્વજન જ નથી. પીડિત દલિતોએ જાતે જ આ વાતનો ખુલાસો કર્યો હતો કે આ મહિલા તેમની કોઈ સગી નથી. જોકે મહિલા નામે રમા મુછડિયાએ એવું જણાવ્યુ હતુ કે તે અત્યાચારોનો ભોગ બનેલા વશરામની માતા છે. ત્યારે આ મહિલાની સાચી ઓળખને લઇને હવે સવાલો ઊભા થયા છે.

આનંદીબેને મોધમમાં કહ્યું

આનંદીબેને મોધમમાં કહ્યું "રાજકીય લાભ ના ઉઠાવો"

ગુજરાતમાં જે રીતે એક પછી એક અલગ અલગ પક્ષના રાજકીય નેતાઓ આવી રાજ્ય સરકાર પર આક્ષેપો લગાવી રહ્યા છે. તે પર મુખ્યમંત્રી આનંદીબેને પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે "લોકો પરિસ્થિતિનો લાભ લેવા આવે છે કોઈના આસું લૂછવા નથી આવતું. ત્યારે ગુજરાતની જનતાને એ જ અપીલ છે કે તે તેમની સરકાર પર વિશ્વાસ રાખે!"

 પીએમના નગરમાં વિરોધ પ્રદર્શન કરીને દલિત મહિલાઓએ છાજિયા લીધા

પીએમના નગરમાં વિરોધ પ્રદર્શન કરીને દલિત મહિલાઓએ છાજિયા લીધા

વડનગર મામલતદાર કચેરી પાસે દલિત મહિલાઓ પીએમ મોદી તથા ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબહેનના નામના છાજિયા લીધા હતા. અને ઉનાની ઘટનાના વિરોધમાં નોંધાવીને આવેદનપત્ર આપ્યું હતું. નોંધનીય છે કે વડનગરમાં આશરે 16 હજાર જેટલા દલિતો વસવાટ કરે છે અને તેઓ દલિતો પર વર્ષોથી થતાં અત્યાચારના વિરોધમાં એકત્ર થયા હતા. આ વિરોધ પ્રદર્શન બાદ દલિત સમાજના લોકોએ ભેગા થઈ એક નિર્ણય કર્યો હતો કે જો ચામડું ઉતારવાના પરંપરાગત વ્યવસાયમાં માર જ ખાવાનો હોય તો આ ધંધો તેઓ નહીં કરે

 આપમાંથી સસ્પેન્ડ સંગીતાને કેજરીવાલ મળતા વિવાદ

આપમાંથી સસ્પેન્ડ સંગીતાને કેજરીવાલ મળતા વિવાદ

કેજરીવાલ પોતાની ગુજરાત મુલાકાત દરમિયાન આપ કાર્યકર્તા સંગીતા ચાંડપાને પણ મળ્યા હતા. આ બાબતે વિવાદ વકર્યો છે. ઉલ્લેખનીય છે કે દલિતોને માર મારવાની ઘટના બાદ સંગીતાએ બ્રાહ્મણ સમાજ ઉપર આકરી ભાષામાં પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો અને તેનો વીડિયો પણ વાઇરલ થયો હતો ત્યાર બાદ સંગીતાને પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવી હતી. પરંતુ કેજરીવાલની યાત્રા દરમિયાન ગીર સોમનાથની આપની કન્વીનર સંગીતા દરેક ફોટામાં સાથે જ જોવા મળી હતી. જે પર વિવાદ ઊભો થયો છે.

ભેદી ધડાકામાં 10 વર્શીય કિશોરની આંગળીઓ કપાઈ

ભેદી ધડાકામાં 10 વર્શીય કિશોરની આંગળીઓ કપાઈ

દક્ષિણ ગુજરાતના વાલિયા તાલુકામાં આવેલાં ભમાડિયા ગામના દસ વર્ષીય કિશોર મહેન્દ્ર રમેશ વસાવાને ભરૂચ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો. જેમાં તેના પરિવારે એવી પ્રાથમિક માહિતી આપી હતી કે કોઈ જાનવર કરડી જતા મહેન્દ્રની આંગળીઓ કપાઈ છે જોકે ડોક્ટરને આ વાત ગળે ઉતરી નોહતી. કારણ કે ડોક્ટરને પ્રાથમિક તપાસમાં એવું લાગ્યુ હતું કે આંગળીઓને કોઈ જ્વલનશીલ ધડાકાને કારણે નુકસના થયું છે ત્યારે પોલીસને આ અંગે જાણ હાલ આ મામલે પોલિસ તપાસ કરી રહી છે.

સુરતીઓમાં 31 જૂલાઈએ યોજાશે પોકેમોન વેક

સુરતીઓમાં 31 જૂલાઈએ યોજાશે પોકેમોન વેક

પોકેમોન ગો નામની ગેમએ સૌ કોઈને ઘેલા કર્યા છે ત્યારે તેમાં ગુજરાતીઓ પણ બાકાત નથી. આ વર્ઝન ભલે ભારતમાં લોન્ચ ન થયુ હોય પરંતુ લોકોએ પોતાના એન્ડ્રોઇજ ફોનમાં તે ડાઉનલોડ કરી લીધું છે અને સુરતીઓ તો આ ગેમ પાછળ તે હદે ઘેલા થઈ ચૂક્યા છે કે તાજેતરમાં જ પોકેમોનને શોધતા ડુમસના દરિયા કાંઠે ઉમટી પડ્યા હતા. તો કેટલાક લોકો બીઆરટીએસના ટ્રેકમાં અને બસસ્ટેન્ડ પાસે જોવા મળતા હતા. વચર્યુલ વર્લ્ડના આ પોકેમોનની ઘેલછાને જોતા સુરતમાં 31મીઓ એક પોકેમોન વોક યોજાશે. જેમાં 2500 કરતાં પણ વધારે યુવાનો ભાગ લેવાનાં છે.

રાજપીપળામાં ગાયના મોત બાદ દલિતવાસ પાસે દાટવા જતા વિવાદ

રાજપીપળામાં ગાયના મોત બાદ દલિતવાસ પાસે દાટવા જતા વિવાદ

રાજપીપળામાં ગાયનું મોત થતાં તેને પાલિકાના સહયોગથી કેટલાક લોકો રોહિતવાસના પાછળના ભાગે દાટવા માટે લઈ જતા. તે સમયે રોહિતવાસની મહિલાએ આવીને વિરોધ કર્યો હતો અને રોહિત વાસના તમામ લોકો પણ જમા થઈ ગયા હતા., આ મુદ્દે બોલાચાલી થતા બજરંગ દળના કાર્યકરો ગાયને અન્યત્ર દાટવા લઈ ગયા હતા. બજરંગ દળના પ્રમુખ રાજેન્દ્ર સિંહે જણાવ્યુ હતું કે રહિશોએ તેમના વિસ્તારમાં ગંદકી કરવાની ના પડી હતી તેથી અમે ગાયને અન્યત્ર અંતિમ સંસ્કાર કર્યા હતા, અત્યારે આ મુદ્દે કોઈ વિવાદ નથી.

અમદાવાદના નારણપુરામાં બીઆરટીએસ પાસે હિટ એન્ડ રનમાં એકનું મોત

અમદાવાદના નારણપુરામાં બીઆરટીએસ પાસે હિટ એન્ડ રનમાં એકનું મોત

નારાણપુરા વિસ્તારમાં આવેલા જયમંગલ વિસ્તારના બીઆરટીએસ પાસે રાત્રે અકસ્માત થયો હતો. જેમાં ફોર્ડ કાર ચલાવતા ચાલકે એક્ટિવા ઉપર જઈ રહેલા દંપતીને અડફેટે લેતા યુવકનનું મોત થયું હતું.
ગત રાત્રે દિનેશભાઈ પોતાના પત્ની રુચાબેન સાથે એક્ટિવા પર જઈ રહ્યા હતા. ત્યારે સામેથી આવતા ફોર્ડ કારના ચાલકે જોરદાર ટક્કર મારતા એક્ટિવા 200 મીટર સુધી ઘસડાયું હતું. આ અકસ્માતમાં યુવાનનું મોત થયું હતું જ્યારે મહિલાને ગંભીર ઇજા થઇ હતી. ઘટનાસ્થળે હાજર લોકોએ જણાવ્યુ હતું કે કારમાં 5થી 6 યુવાનો હતા. ત્યારે પોલિસે આ મામલે બે યુવકોને અત્યાર સુધીમાં પકડ્યા છે.

ચાંદખેડામાં સ્પાની આડમાં ચાલતુ કૂટણખાતું ઝડપાયું

ચાંદખેડામાં સ્પાની આડમાં ચાલતુ કૂટણખાતું ઝડપાયું

અમદવાદમા સ્પાની આડમા ચાલતા ગોરખધંધા વધી રહ્યા છે તાજેતરમાં જ અમદાવાદમાં ચાંદખેડા પાસે આવેલા ન્યૂ સી.જી. રોડ ખાતે સલુનની આડમાં ચાલતુ કુટણખાનુ ઝડપાયુ છે. ન્યૂ સીજી રોડ ખાતે વિઠ્ઠલ મોલમાં આવેલા હર્બલ ફેમિલી સલૂનમાં ડી.સી.પી ઝોન-ના અધિકારીઓએ દરોડા પડ્યા હતા. તેમજ આ સલૂનમાંથી અરુણાચલ પ્રદેશની 3 શંકાસ્પદ યુવતીઓ મળી આવી હતી. પોલીસે વધુ તપાસ કરતા આ સલૂનમાં કુટણખાનું ચાલતું હોવાનું જણાયું હતું. પોલીસે ત્રણેય પર પ્રાંતિય યુવતીને છોડાવીને સલૂન માલિકની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

જેડીયુના અધ્યક્ષ શરદ યાદવ મળ્યા દલિત પડિતોને

જેડીયુના અધ્યક્ષ શરદ યાદવ મળ્યા દલિત પડિતોને

જેડીયૂ અધ્યક્ષ શરદ યાદવ આજે ગુજરાતની મુલાકાત પર છે. તેમણે રાજકોટની સિવિલ હોસ્પટિલ ખાતે દલિત પરિવારને મળીને તેમના ખબર અંતર પૂછ્યા હતા. અને મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે તે અહીં દલિતોનો અવાજ બનવા આવ્યા છે. નોંધનીય છે કે તે આ બાદ ઉના જવા રવાના થશે અને ત્યાં પણ દલિત પરિવારોને મળશે.

English summary
July 23 read todays top news pics.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X