For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદીની લહેર આવી તો મને ડૂબાડ્યો : નવજોત સિંહ સિદ્ધુ

|
Google Oneindia Gujarati News

"ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં.બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી. વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ.

ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા. પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો. આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર. દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...

મોદીની લહેર આવી તો મને ડૂબાડ્યો : નવજોત સિંહ સિદ્ધુ

મોદીની લહેર આવી તો મને ડૂબાડ્યો : નવજોત સિંહ સિદ્ધુ

બીજેપીથી રાજીનામા બાદ નવજોત સિંહ સિદ્ધુએ મીડિયામાં આજે જાહેર નિવેદન આપતા કેટલીક ચોંકવનારી માહિતી આપી હતી. તેમણે કહ્યું કે . મને પંજાબથી દૂર રહેવાનું કહેવામાં આવ્યું હતું, પણ કોઇ પણ પાર્ટી પંજાબથી મોટી નથી. તેમણે કહ્યું કે જ્યાં પંજાબનું હિત હશે ત્યાં જ સિદ્ધુ હશે. ભાજપમાં મારી સાથે ત્રણ-ચાર વાર અન્યાય થયો છે. મોદીની લહેર આવી તો મને ડૂબાડ્યો. અને આ જ કારણે મેં રાજીનામું આપ્યું છે.

સુરેન્દ્રનગર અને ભચાઉમાં ભૂકંપના આંચકા

સુરેન્દ્રનગર અને ભચાઉમાં ભૂકંપના આંચકા

રવિવારે બપોરે રજાની મજા માણી રહેલા સુરેન્દ્રનગર તથા ભચાઉમાં નાગરિકો બપોરે બે વાગ્યા પછી આવેલા ભૂકંપના આંચકા અનુભવ્યા હતા. સુરેન્દ્રનગર અને ભચાઉમાં 1.5થી લઈને 3.2ની તીવ્રતાનાં આંચકા આવ્યા હતા. જોકે સિસ્મોલોજી વિભાગના જણાવ્યા અનુસાર, આ આંચકો ગંભીર નથી તેથી ચિંતાનું કોઈ કારણ નથી. સુરતમાં ભાવનગર, અમરેલી, પાલીતાણા, સાવરકુંડલા અને અડાજણમાં ચાર દિવસ પહેલાં જ ભૂકંપના આંચકા આવતા અનેક વિસ્તારમાં લોકો રસ્તા પર દોડી આવ્યા હતા. આ ભૂકંપની અસર ભાવનગર, અમરેલી, પાલીતાણા, સાવરકુંડલા અને સુરતના અડાજણ સુધી અનુભવાઇ હતી.

નરેશ કનોડિયાને રાજકોટમાં પીડિત પરિવારની લીધી મુલાકાત

નરેશ કનોડિયાને રાજકોટમાં પીડિત પરિવારની લીધી મુલાકાત

ઉના આવેલા ગુજરાતી ફિલ્મના પ્રખ્યાત કલાકાર નરેશ કનોડિયાએ રાજકોટ સિવિલ ખાતે પીડિતોની મુલાકાત લીધી હતી અને જણાવ્યું હતું કે હું મારા સમાજના લોકોને મળવા માટે આવ્યો છું. હું મારા સમાજને અપીલ કરીશ કે લોકો કોઈ અઘટિત પગલાં ન ભરે, તેમજ તેમણે જણાવ્યું હતું કે આ ગંભીર ઘટના છે અને તેને હું વખોડું છું. નરેશ કનોડિયાએ તમામા પીડિતો સાથે વાત કરી તેના પરિવારને સાંત્વના પાઠવી હતી.

પાટીદાર આંદોલન પાર્ટ ટુઃ વિસનગરથી નીકળી રેલી

પાટીદાર આંદોલન પાર્ટ ટુઃ વિસનગરથી નીકળી રેલી

હાર્દિક પટેલ તેમજ અન્ય પાટીદારોની જેલમુક્તિ બાદ પાટીદારોમાં ફરી એક વખત અનામત આંદોલનને ચલાવવાનો જુવાળ ઉઠ્યો હોય તેવું લાગે છે. મહેસાણા જિલ્લાના 60 હજારથી વધુ પાટીદારોએ રવિવારના રોજ મોટી સંખ્યામાં માતા કુળદેવીનાં દર્શન કરીને કર્યા હતા. મોટી સંખ્યામાં પાટીદાર સમાજના ભાઇ-બહેનો ઉમટી પડતા વિસનગરના રસ્તાઓ ઉપર ફરીથી એક વખત પાટીદાર પાવર દેખાયો હતો. ઉલ્લેખનીય છે કે પાટીદારો તેમના આંદોલનના એક વર્ષ પૂર્ણ થતા ઓગસ્ટમાં મોટો કાર્યક્મ કરે તેવી શકયતા પણ છે.

તલોદમાં રિક્ષા પુલ ઉપરથી નદીમાં ખાબકતા 4ના કરૂણ મોત

તલોદમાં રિક્ષા પુલ ઉપરથી નદીમાં ખાબકતા 4ના કરૂણ મોત

તલોદ તાલુકામાં છકડો રિક્ષા જીજે 17 ટીટી 4910 સાતેક મુસાફરો સાથે મોહનપુરથી વરવાડા તરફ જઇ રહી હતી ત્યારે, પુલ પરથી પસાર થતી વખતે રિક્ષા ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવ્યો હતો અને રિક્ષા લોખંડની ગ્રીલ સાથે ધડાકાભેર અથડાતાં 50 ફૂટ નીચે નદીમાં ખાબકી હતી. આ અકસ્માતમાં મોહનપુર ગામના બે વિદ્યાર્થીઓ તથા વરવાડા ગામના બે જણાના ઘટના સ્થળે મોત થયા હતા. આ અકસ્માતમાં રિક્ષામાં બેઠેલા બે વિદ્યાર્થીઓ સહિત ચાર જણાનાં મોત નીપજયાં હતાં.

થરાદમાં પોલીસ કર્મીએ બળાત્કાર ગુજાર્યાની મહિલાની ફરિયાદ

થરાદમાં પોલીસ કર્મીએ બળાત્કાર ગુજાર્યાની મહિલાની ફરિયાદ

થરાદ ખાતે સાંચોર જવા બસની રાહ જોઇ ઉભેલી મહિલાએ તેની ઉપર પોલીસ કર્મીએ બળાત્કાર ગુજાર્યાની ફરિયાદ કરતા ચકચાર મચી ગઈ હતી. મહિલાએ જણાવ્યુ હતું કે તે ઉભી હતી તે દરમિયાન કોઈ ખાખી વર્દીમાં બે માણસોએ રીક્ષામાંથી ઉતર્યા હતા અને તેને રિક્ષામાં બેસાડાનું કહ્યા બાદ અવાવવરું જગ્યાએ લઇ જઇ દુષ્કર્મ ગુજાર્યું હતું. જોકે મહિલાએ જણાવ્યું હતું કે તેના દાગીના પણ આ કર્મીઓએ લઈ લીધા હતા. આથી પોલીસ તપાસ નકલી પોલીસની દિશામાં પણ આગળ વધી છે.

અમદાવાદના વિકાસ ગૃહમાં મૂકબધિર યુવતી ઉપર 55 વર્ષના કલાર્કનો બળાત્કાર

અમદાવાદના વિકાસ ગૃહમાં મૂકબધિર યુવતી ઉપર 55 વર્ષના કલાર્કનો બળાત્કાર

અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલા નવા વિકાસગૃહમાં સ્કૂલના 55 વર્ષના ક્લાર્ક અમૃત પટેલે 32 વર્ષની બહેરી મૂંગી પરિણીતી યુવતી ઉપર બળાત્કાર ગુજાર્યો હતો. પરંતુ આ યુવતીની ચીસો કોઈએ સાંભળી ન હતી અને આરોપીને ખુલ્લેઆમ ગુનો આચરવા મળ્યો હતો. આરોપીને રિમાન્ડ માંગવા માટે પાલડી પોલીસે અમૃત પટેલને કોર્ટમાં હાજર કર્યો હતો. દુષ્કૃત્યનો ભોગ બનનારી 32 વર્ષીય મહિલાએ મુકબધિર ભાષાના જાણકારોની મદદથી સમજાવ્યું હતું કે મારી સાથે આ કેમ્પસમાં ચાર વખત બળજબરી થઇ હતી.

ઉદેપુરમાં હાર્દિક પટેલ પોલિસ પર રોષે ભરાયો

ઉદેપુરમાં હાર્દિક પટેલ પોલિસ પર રોષે ભરાયો

રવિવારે પાસ કન્વીનર હાર્દિક પટેલ ઉદેપુર ખાતે તેના નિવાસ સ્થાનથી ગણેશ મંદિર દર્શન કરવા નીકળ્યો ત્યારે પોલિસે તેને આમ કરતા રોક્યો હતો. જે બાદ હાર્દિક આ અંગે રોષે ભરાયો હતો. નોંધનીય છે કે હાર્દિક પોતે નજરકેદમાં હોવાનું જણાવ્યું હતું અને તેના ઘરની આસપાસ પોલિસ સિવિલ ડ્રેસમાં હાજર રહે છે તે વાત પણ સ્વીકારી હતી.

19 બાળકોને લઇ જતી સ્કૂલ વેન, ટ્રેન સાથે અથડાતા 10ની મોત

ઉત્તર પ્રદેશના ભદોહી જિલ્લામાં સ્કૂલ વેન માનવરહિત રેલ્વે ક્રોસિંગ પસાર કરતી વખતે ટ્રેન સાથે અથડાઇ હતી. જેમાં 10 બાળકોની મોત થઇ હતી. અને અન્ય બાળકો ઇજાગ્રસ્ત થયા હતા. આ વેન ટેન્ડરહાર્ટ ઇંગ્લિશ સ્કૂલની હતી. આ ધટના બાદ રેલ્વે આ મામલે તપાસના આદેશ આપ્યા છે.

નરસિંહનો આરોપ તેના ખાવામાં કંઇક ભેળવવામાં આવ્યું હતું

નરસિંહનો આરોપ તેના ખાવામાં કંઇક ભેળવવામાં આવ્યું હતું

ભારતીય પહેલવાન નરસિંહ યાદવ રિયો ઓલમ્પિંકમાં ડોપિંગ ટેસ્ટમાં ફેલ થયા છે. જો કે આ અંગે નરસિંહ યાદવનું કહેવું છે કે તેમના ખાવામાં કંઇક મેળવવામાં આવ્યું છે. નોંધનીય છે કે તેમના રૂમમાં રહેતા સંદીપ તુલસી યાદવ પણ આ ટેસ્ટમાં ફેલ થયા છે. ત્યારે નરસિંહ યાદવનું કહેવું છે કે તેમની વિરુદ્ધ કાવતરું કરવામાં આવ્યું છે.

English summary
July 25 read todays top news pics.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X