For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ચીને ફરી એક વખત ભારતની સરહદમાં ઘૂસણખોરી કરી

By Desk
|
Google Oneindia Gujarati News

"ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં.બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી. વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ.

ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા. પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો. આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર. દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...

ઉત્તરાખંડમાં ચીનની ઘૂસણખોરી

ઉત્તરાખંડમાં ચીનની ઘૂસણખોરી

ચીને ફરી એક વખત ભારતની સરહદમાં ઘૂસણખોરી કરી છે. આ વખતે ઉત્તરાખંડના ચમોલીમાં ઘૂસણખોરી કરી હતી. ઉત્તરાખંડના સીએમ હરીશ રાવતે આ અહેવાલોની પુષ્ટી કરી છે. આ અગાઉ પણ ચીન દ્વારા ઉત્તરાખંડમાં ઘૂસણખોરી કરવાના પ્રયાસો કરાયા હતા.

સિદ્ધુ ભાજપમાં જ છેઃ મલિક

સિદ્ધુ ભાજપમાં જ છેઃ મલિક

પંજાબના એક ભાજપી સાંસદે કહ્યું કે સિદ્ધુ હજુ ભાજપમાં જ છે. શ્વૈત મલિકે કહ્યું હતું કે સિદ્ધુએ ભલે રાજ્યસભાનું પદ છોડ્યું હોય પણ તેઓ પાર્ટીના વરિષ્ટ્ર સભ્ય છે અને રહેશે જ. પત્રકારો સાથેની વાતચીત દરમિયાન આ અંગે જણાવ્યું હતું.

કાશ્મીરમાં ભડકેલી હિંસાનું નેતૃત્વ લશ્કરનો કમાન્ડર કરી રહ્યો હતોઃ હાફિઝ

કાશ્મીરમાં ભડકેલી હિંસાનું નેતૃત્વ લશ્કરનો કમાન્ડર કરી રહ્યો હતોઃ હાફિઝ

જમાત ઉદ દાવાના ચીફ હાફિઝ સઈદે કાશ્મીરમાં ભડકેલી હિંસા અંગે મોટું નિવેદન આપ્યું છે. તેણે કબુલ્યું કે કાશ્મીરમાં થયેલી વિરોધ માર્ચનું નેતૃત્વ લશ્કરનો એક કમાન્ડર કરી રહ્યો હતો. જો કે હાફિઝ સઇદના લશ્કર સાથે કોઇ પણ પ્રકારનું કનેક્શન ન હોવાનો દાવો કરી રહ્યો હતો.

તમિલનાડુઃ મંદિરે જતા દલિતોને અટકાવાયા, કરશે ધર્મ પરિવર્તન

તમિલનાડુઃ મંદિરે જતા દલિતોને અટકાવાયા, કરશે ધર્મ પરિવર્તન

તમિલનાડુના પઝંગકલ્લીમેડુ ગામના મંદિરમાં પ્રવેશ ન મળવાથી 250 જેટલા દલિત પરિવારોએ નારાજગી વ્યક્ત કરી. દલિત પરિવારોએ મુસ્લિમ ધર્મ અંગિકાર કરવાની ચીમકી ઉચ્ચારી છે. ગામના કેટલાક દલિતો અગાઉ પણ ધર્મ પરિવર્તન કરી ચૂક્યા છે.

ભારતે અમેરિકા પાસેથી પસાઇડર વિમાનો ખરીદ્યા

ભારતે અમેરિકા પાસેથી પસાઇડર વિમાનો ખરીદ્યા

4 અરબ ડોલરના ખર્ચે બારતે લાંબા અંતરના ચાર સમુદ્રી ચોકીદાર વિમાન પસાઇડર P-8Iની ખરીદી કરવા હસ્તાક્ષર કર્યા. ભારત પાસે પહેલાથી જ 8 P-8i વિમાનો છે. આ વિમાનોનો ઉપયોગ લાંબા અંતરની ચોકીદારી અને બચાવ તથા તપાસ અભિયાનોમાં સહાયતા માટે કરાશે.

કાશ્મીરથી જીવતો પકડાયેલા આતંકીએ કહ્યું હૂં પાકિસ્તાની છું

કાશ્મીરથી જીવતો પકડાયેલા આતંકીએ કહ્યું હૂં પાકિસ્તાની છું

કાશ્મીરના કુપવાડામાંથી સેના અને આતંકીઓ વચ્ચે થઇ રહેલી લડાઇ બાદ જીવતા પકડાયેલા આતંકી બહાદુર અલીએ સ્વીકાર્યું કે તે પાકિસ્તાની છે. અને પાકિસ્તાનથી જ તેને ટ્રેનિંગ મળી છે. તેણે એ પણ કહ્યું કે તે લાહોરનો નિવાસી છે. જે બાદ રાજ્યમંત્રી જિતેન્દ્ર સિંહે કહ્યું કે આવા અનેક પુરાવા છે જે સાબિત કરે છે કે પાકિસ્તાન ભારતમાં આતંકવાદને આહવાહ્ન આપી રહ્યો છે. વધુમાં આ આતંકીએ કહ્યું કે તેણે આ કામ માટે આઇએસઆઇ દ્વારા મદદ આપવામાં આવી હતી.

ઇન્ડિગો ફ્લાઇટમાં ISIS નારા લાગતા કરાયું ઇમરજન્સી લેન્ડિંગ

ઇન્ડિગો ફ્લાઇટમાં ISIS નારા લાગતા કરાયું ઇમરજન્સી લેન્ડિંગ

ગુરુવારે સવારે ઇન્ડિગોની દુબઇથી કાલીકટ જતી ફ્લાઇટમાં એક વ્યકતિ દ્વારા આતંકી સંગઠન આઇએસના નારા લગાવતા અધિકારીઓ આ ફ્લાઇટનું મુંબઇમાં ઇમરજન્સી લેન્ડિંગ કરાવ્યું હતું. અને આ વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવીને પૂછપરછ કરી હતી. જોકે એરપોર્ટ પોલિસે આઇએસના નારા અંગે કોઇ પુષ્ઠિ નહતી આપી તેમણે આ મામલે એરલાઇન્સ સાથે થયેલા ઝગડાની વાત કરી હતી.

English summary
July 28 read todays top news pics.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X