For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સુરતમાં હાર્દિકના ફોટાવાળી કાર સળગાવાઈ

|
Google Oneindia Gujarati News

"ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં.બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી. વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ.

ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા. પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો. આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર. દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...

સુરતમાં હાર્દિકના ફોટાવાળી કાર સળગાવાઈ

સુરતમાં હાર્દિકના ફોટાવાળી કાર સળગાવાઈ

સુરતના સરથાણા વિસ્તારમાં હાર્દિકના ફોટાવાળી તેમજ જય સરદાર જય પાટીદાર લખેલી કાર સળગાવવામાં આવી હતી. કેટલાક લોકોએ મધરાતે આ કામ કર્યું હોવાનું બહાર આવ્યું હતું. આ બાબતની માહિતી મળતા જ પોલીસ તુરંત સરથાણા દોડી આવી હતી. અને તપાસ શરૂ કરી હતી કે કાર સળગાવવાનું કૃત્ય કોણે કર્યું છે.

બોલિવૂડ હાર્ટ થ્રોબ સિદ્ધાર્થના તાલે અમદાવાદમાં યુવાનો થીરક્યા

બોલિવૂડ હાર્ટ થ્રોબ સિદ્ધાર્થના તાલે અમદાવાદમાં યુવાનો થીરક્યા

તાજેતરમાં જ ન્યૂઝીલેન્ડ ટૂરિઝમનો બ્રાન્ડ એમ્બેડર બનેલો બોલિવૂડનો હાર્ટ થ્રોબ અમદાવાદમાં આવ્યો હતો અને તેણે ન્યૂઝીલેન્ડ ટૂરિઝમ વિશે મનભરીને વાતો શેર કરી હતી. સિદ્ધાર્થે જણાવ્યું હતું કે તેને ન્યૂઝીલેન્ડના એડવેન્ચર સ્પોર્ટસ તથા કુદરતી સૌંદર્ય આકર્શે છે સિદ્ધાર્થે ગુજરાત વિશે જણાવ્યું હતું કે હું મારી ફિલ્મના પ્રમોશન માટે ગુજરાત આવતો હોઉં છું મને ગુજરાતી ફૂડ તો ગમે જ છે સાથે જ અહીંના પહોળા રસ્તાઓ પણ મારું મન મોહી લે છે. મુંબઈમાં મે ગુજરાતી ગરબા વિશે પણ સાંભળ્યું છે. હું ગુજરાતના પ્રવાસન સ્થળોએ પણ ફરવા માંગું છું.

કવાંટની પાયલ વિશ્વસ્તરે તીરંદાજીમાં કરશે ગુજરાતનું નેતૃત્વ

કવાંટની પાયલ વિશ્વસ્તરે તીરંદાજીમાં કરશે ગુજરાતનું નેતૃત્વ

ગુજરાતના છોટાઉદેપુરમાં આવેલા નસવાડીના નાનકડા એવા કવાંટના ગામની પાયલ રાઠવા ભારતની ટીમ વતી તિરંદાજીની રમત રમવા વિદેશની ધરતી મોંગલીયા ખાતે તીંરદાજીમાં ગુજરાતનું નૃત્વ કરશે. અહીં ભારતની અલગ અલગ યુનિવર્સિટીના 16 જેટલા ખેલાડીઓ તિરંદાજીની રમત રમશે. છોટાઉદેપુર જિલ્લાના કવાંટના નાની જરોઈની પાયલ રાઠવાનું નામ ભારત વતી તિરંદાજીની રમત માટે પસંદ થયું હતું. ત્યાર બાદ મુખ્યમંત્રી આનંદીબહેને પણ પાયને આ સિદ્ધી માટે તેમજ સ્પર્ધા માટે શુભેચ્છા પાઠવી હતી. તેમજ કવાંટનું નાની જરોઈ ગામ પણ આ બાબતે ખુશી વ્યક્ત કરી રહ્યું છે.

આંબરડીમાં ત્રણ લોકોને મારનાર માનવભક્ષી સિંહને આજીવન કેદની સજા

આંબરડીમાં ત્રણ લોકોને મારનાર માનવભક્ષી સિંહને આજીવન કેદની સજા

આંબરડી વિસ્તારમાં છેલ્લા બે માસ દરમિયાન વારંવાર માનવી પર હુમલો કરી ચૂકેલા સાવજથી વન વિભાગ ચોંકી ઉઠ્યું હતું. જોકે વન વિભાગે તાકીદના પગલાં લેતા અભુતપૂર્વ નિર્ણય લેતા આ વિસ્તારના તમામ 14 સાવજોને પાંજરે પૂરી જસાધાર એનિમલ કેર સેન્ટરમાં તગેડ્યા હતા. અને હવે વન વિભાગ આ તમામ સિંહના મળના નમુના લઇ પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલી આપ્યા છે આ તપાસને આધારે ખબર પડશે કે કયા સિંહ માનવભક્ષી છે જે સિંહો માનવભક્ષી જાહેર થશે તેને આજીવન કેદમાં રાખવામાં આવશે. બાકીના સિંહોને તેની કુદરતી દુનિયામાં મુક્ત કરી દેવામાં આવશે.

નીતિન ગડકરીએ ઓખાથી બેટ દ્વારિકા વચ્ચે પુલ બનાવવાની કરી જાહેરાત

નીતિન ગડકરીએ ઓખાથી બેટ દ્વારિકા વચ્ચે પુલ બનાવવાની કરી જાહેરાત

નીતિન ગડકરી ગુજરાતની બે દિવસીય મુલાકાતે છે. ત્યારે તમણે બોટમાં બેસીને ઓખાથી બેટદ્વારિકા ઝઇને ભગવાન જગદીશના દર્શન કર્યા હતા તેમજ ઓખા જેટીથી બેટ દ્વારિકા જવાના પુલ નિર્માણ માટે સ્થળની જાતમુલાકાત લીધી હતી. તેમણે જણાવ્યુ હતું કે ઓખા અને બેટ-દ્વારકા વચ્ચે જે દરિયાઈ ખાડી આવેલી છે,તેમાં અનેક તીર્થ સ્થળો આવેલા છે તેમજ અહી વર્ષે લાખો યાત્રાળુઓ દર્શન કરવામાટે આવે છે તેથી અહી પુલનું નિર્માણ કરવામાં આવશે .આ પ્રોજેક્ટ માટે સરકારે ચારસો કરોડની ફાળવણી કરી છે.જેથી સ્થાનિક લોકોને અને યાત્રાળુઓને ખુબજ સુવિધા મળે.

વડોદરામાં રેત માફિયાઓ દ્વારા કોન્સ્ટેબલનું અપહરણ

વડોદરામાં રેત માફિયાઓ દ્વારા કોન્સ્ટેબલનું અપહરણ

વડોદરા જિલ્લાનાં કરજણ પોલીસ સ્ટેશનનાં કમ્પ્યુટર ઓપરેટર લક્ષ્મણ ભાદરખાને પોલીસ સ્ટેશનની પાછળથી જ રેતીના ખનન માફિયાઓ દ્વારા અપહરણ કરવામાં આવતા ચકચાર મચી હતી. અપહરણનાં મામલે પોલીસ કોન્સ્ટેબલ લક્ષ્મણ ભાદરખાએ ગોકુલ ભરવાડ સહિત અજાણ્યા સાત લોકો સામે કરજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોઘાવી છે. પોલીસ કોન્સ્ટેબલનું અપહરણ કર્યા બાદ ગોકુલ ભરવાડ તેની કારમાં લક્ષ્મણને નજીકમાં આવેલ નદી પાસે લઇ ગયો હતો અને હત્યા કરવાનાં હેતુથી નદીમાં ફેંકી દેવાની વાત કરતો હતો. જોકે ત્યાબાદ તેને અજાણી જગ્યાએ પૂરી દેવામાં આવ્યો હતો. ત્યાંથી પોલીસ કોન્ટસટેબલ ભાગી છૂટયો હતો. હાલ કરજણ પોલીસે પોલીસ કોન્સ્ટેબલની ફરિયાદના આધારે તપાસ શરૂ કરાઇ છે.

અમદાવાદમાં વધુ એક હિટ એન્ડ રનમાં આશાસ્પદ યુવાનનું મોત

અમદાવાદમાં વધુ એક હિટ એન્ડ રનમાં આશાસ્પદ યુવાનનું મોત

એસ.જી. હાઇવે વધુ એક વખત હિટ એન્ડ રનનો સાક્ષી બન્યો છે. હાઇવે પર આવેલા એલ.જે. કોલેજ કેમ્પ્સ નજીક એક ટ્રક ચાલકે બાઇક સવારને અડફેટે લેતાં મૃતક પપ્પુભાઇ સિસોદીયા નામના યુવાનનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું છે. મૃતક પપ્પુભાઇ સિસોદિયા મૂળ ધોળકાનો રહેવાસી હતો અને GPSCની તૈયારી કરવા માટે અમદાવાદ આવ્યો હતો. પપ્પુ બોપલમાં તેના પિતરાઇના ઘરે રહીને પરીક્ષાની તૈયારી કરતો હતો. યુવાનને અડફેટે લેનાર ટ્રક ચાલક હાલ ફરાર છેતો બીજી એક ઘટનામાં એક મહિલાનું પણ હિટ એન્ડ રનમાં મોત થયું હતું.

ભૂજમાં જન ધન યોજના હેઠળ મૃત ખેડૂતને એક જ હપ્તો ભર્યા બાદ મળ્યા બે લાખ

ભૂજમાં જન ધન યોજના હેઠળ મૃત ખેડૂતને એક જ હપ્તો ભર્યા બાદ મળ્યા બે લાખ

સરકારની જનધન યોજના છેવાડાના માનવી માટે અસરકારક રહી છે તેનું ઉદાહરણ કચ્છના લખપતમાં જોવા મળ્યુ હતું. લખપત તાલુકાના નરા ગામના શીખ ખેડૂતે જન ધન યોજનામાં પ્રિમિયમનો ફક્ત એક જ હપ્તો ભર્યો હતો બાદમાં તેમનું આકસ્મિક અવસાન થતા યોજના હેઠળ તેમના પરિવારને રૂા.2 લાખ મળ્યા હતા. અંદાજીત નવેક માસ પહેલા નરા ગામના રહેવાસી ચંદનસિંઘ ઇન્દ્રસિંઘ શીખ નામના 40 વર્ષિય ખેડૂતે પ્રધાનમંત્રી જન ધન યોજના હેઠળ માત્ર રૂપિયા 330નો એક જ પ્રિમિયમ ભર્યું હતું. સોમવારે તમના કુટુંબીઓને વીમાની રકમ પેટેનો રૂપિયા બે લાખનો ચેક દેનાબેંક દ્વારા અર્પણ કરાયો હતો. લગ્નના સમયે જ મળેલા આ ચેકથી પરિવારમાં હર્ષની લાગણી વ્યાપી ગઈ હતી.

ઇશરત જહાંકેસ: ચિંદમ્બરમે કહ્યું કંઇ ખોટું નથી કર્યું

ઇશરત જહાંકેસ: ચિંદમ્બરમે કહ્યું કંઇ ખોટું નથી કર્યું

ઇશરત જહાં કેસમાં પી. ચિંદમ્બરમ દ્વારા દાખલ કરવામાં આવેલી બીજી એફિટેવિટ મામલે પોતાનો બચાવ કરતા કહ્યું છે કે તેમણે બીજી એફિડેવિડ દાખલ કરીને કંઇ જ ખોટું નથી કર્યું. તેમણે કહ્યું કે તેવા કોઇ પુરવા નથી જે સ્પષ્ટ પણે કહે કે તે આતંકવાદી હતી. જો કે બીજી તરફ ઇશરત જહાં કેસના બે મહત્વપૂર્ણ પેપર પણ ગુમ થયા છે. જે પણ એક મોટી સમસ્યા છે.

પેટ્રોલ, ડિઝલ અને રસોઇ ગેસના ભાવ વધ્યા

પેટ્રોલ, ડિઝલ અને રસોઇ ગેસના ભાવ વધ્યા

એક વાર ફરી પેટ્રોલ ડિઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. પેટ્રોલના ભાવ વધીને 2.58 રૂપિયા તથા ડિઝલના ભાવ 2.26 રૂપિયા લીટર વધ્યો છે. આ કિંમતો મંગળવાર રાતથી લાગુ પડશે. સાથે જ આ વખતે નોન સબસીડી ગેસ સિલિન્ડરના ભાવ પણ વધ્યા છે. હવે એક સિલિન્ડર પર હવે 21 રૂપિયા ચાર્ઝ વધારવામાં આવ્યા છે. નોંધનીય છે કે ગત મહિને જ બે વાર પેટ્રોલ ડિઝલના ભાવ બે વાર વધારવામાં આવ્યા હતા.

પુલગાંવ આયુધ ડિપો આગ પર ઊભા થયા અનેક સવાલ

પુલગાંવ આયુધ ડિપો આગ પર ઊભા થયા અનેક સવાલ

દેશના સૌથી મોટા પુલગાંવ આયુધ ડિપામાં લાગેલી આગની તપાસના આદેશ સરકારે આપી દીધા છે. રક્ષામંત્રાલયના નિર્દેશ બાદ આ પર તપાસ શરૂ કરવામાં આવી છે. નોંધનીય છે કે મંગળવાર રાતે મહારાષ્ટ્રના વર્ધા પાસે આ હથિયાર ડિપામાં ભીષણ આગ લાગી હતી. જેમાં સેનાના બે અધિકારીઓ સમેત 19 લોકોની મોત થઇ હતી. અને અનેક લોકો ગંભીર રીતે દાઝ્યા હતા.

English summary
June 1 read todays top news pics
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X