For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મહેસાણામાં વ્યાજના નાણાં ન મળતા આધેડનો 19 વર્ષીય યુવતી પર બળાત્કાર

|
Google Oneindia Gujarati News

"ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં.બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી. વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ.

ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા. પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો. આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર. દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...

વેટરનિટી ડોક્ટરે ગુપ્તાંગમા ઇન્જેક્શન લઇ કર્યો આપઘાત

વેટરનિટી ડોક્ટરે ગુપ્તાંગમા ઇન્જેક્શન લઇ કર્યો આપઘાત

ઉત્તર ગુજરાતના બાપુપુરા ગામે 24 વર્ષીય અક્ષય નામના વેટરમનિટી ડોક્ટરે અગમ્ય કારણોસર ગુપ્તાંગમા ઇન્જેક્શ મારીને આપઘાત કરી લીધો હતો. અક્ષય છેલ્લા ચાર મહિનાથી દૂધ સાગર ડેરી હેઠળ ગોઝારિયામાં પશુના દવાખાનામાં કાર્યરત હતો. શુક્રવારે તેને લેવા ગયેલા ડ્રાઇવરે અક્ષયના ક્વાર્ટસનો દરવાજો ખખડાવતા દરવાજો ન ખૂલતા તેણે બધાને ભેગા કરી દરવાજો ખોલતા આ વાતની બહાર આવી હતી. પોલીસે લાશનું મહેસાણા સિવિલમાં પોસમાર્ટમ કરાવ્યુ હતું તો બીજીબાજુ પરિવારે નોકરીમાં ખૂબ જ ચિંતા રહેતી હોવાથી અક્ષયે આપઘાત કરવાનું જણાવ્યું હતું.

ભરૂચ પર 50 કિલોમીટર સુધીનો ઐતિહાસિક ટ્રાફિક જામ

ભરૂચ પર 50 કિલોમીટર સુધીનો ઐતિહાસિક ટ્રાફિક જામ

ભરૂચમાં ત્રણ દિવસછી ચાલી રહેલા રી-કાર્પેટિંગના કામને કારણે ભરૂછથી નબીપુર તરફ આશરે 33,000 વાહનો સાથે 50 કિલોમીટર સુધીનો ટ્રાફિક જામ થયો હતો. સતત પાંચથી છ કલાક વાહનોને ઉભા રહેતા વાહનો ચાલકો ત્રાસી ગયા હતા. આટલા બધા વાહનો તથા ભારે ટ્રકને કારણે સ્થિતિ વણસી હતી. આ પરિસ્થિતિ અંગે રાષ્ટ્રીય હાઇવે ઓથોરિટીએ જણાવ્યું હતું કે શુક્રવારે બન્ને લેનની રી-કાર્પેટીંગની કામગીરી પૂર્ણ થઈ જતા આજે શનિવારથી ટ્રાફિકજામની સમસ્યા થોડી હળવી બનશે.

મહેસાણામાં વ્યાજના નાણાં ન મળતા આધેડનો 19 વર્ષીય યુવતી પર બળાત્કાર

મહેસાણામાં વ્યાજના નાણાં ન મળતા આધેડનો 19 વર્ષીય યુવતી પર બળાત્કાર

મહેસાણામાં વ્યાજે આપેલ રૂ. 30 હજારનું વ્યાજ કે મૂડી ન મળતા 45 વર્ષના આધેડે નવપરિણિત 19 વર્ષની યુવતી પર દુષ્કર્મ ગુજાર્યાની ઘટના સામે આવી છે. પરિણીત 19 વર્ષીય યુવતીના પતિએ વ્યાજે લીધેલી પરત નતી કરી. જે કારણે ગિરીશ પટેલ વારંવાર યુવાનને ત્યાં ઉઘરાણી માટે જતો હતો. આ જ રીતે ગીરીશ પટેલ 9 જૂનના રોજ સવારે યુવાનના ઘરે પહોચ્યો હતો. તે સમયે યુવાન પોતાની રીક્ષા લઇને રોજી રળવા નીકળી ગયો હતો એ તેણે યુવાનની પત્ની પર બળાત્કાર ગુજાર્યો હતો. આ અંગે યુવતીએ પોતાના પતિને જાણ પતિએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

વડોદરાના વેપારીની દાહોદમાં ગોળી મારીને હત્યા

વડોદરાના વેપારીની દાહોદમાં ગોળી મારીને હત્યા

વડોદરાના સાવલી ગામમાં રહેતા લતેશભાઈ શેઠ તમાકુના વેપારી હતા. તેઓ ગુરુવારે સવારે 11 વાગે બાલાશિનોર જવાનું કહીને પોતાની સ્વિફ્ટ ડિઝાયર લઈ ડ્રાઇવર દિલીપ ત્રિપાઠી સાથે નીકળ્યા હતા. જોકે કંઇકા કામ અંગે લતેશભાઇના ભત્રીજા રાજન શેઠે તેમનો ફોન કરાત સ્વિચ ઓફ આવતો હતો. મોડી સાંજ સુધઈ ડ્રાઇવર તથા લતેશભાઇનો ફોન સ્વિચ ઓફ આવતા વેપારીના પરિવારે તેમની શોધખોળ હાથ ધરી હતી જેમાં રાતના 10.30 વાગ્યે દાહોદ શહેર નજીક રાબડાળ ગામે કારમાંથી લતેશભાઇનો લોહીથી લથબથ મૃતદેહ મળી આવ્યો હતો. તપાસ દરમિયાન કારમાંથી એક મોટો પથ્થર અને કારતૂસનાં ચાર ખોખાં મળી આવ્યાં હતાં. જ્યારે ડ્રાઇવર દિલીપ ત્રિપાઠી રહસ્યમય સંજોગોમાં ગુમ હતો.

કોડીનારમાં માનવભક્ષી બનેલો સિંહને પાંજરે પૂરાતા ગ્રામજનોમાં રાહત

કોડીનારમાં માનવભક્ષી બનેલો સિંહને પાંજરે પૂરાતા ગ્રામજનોમાં રાહત

કોડીનારના વડનગરમાં માનવબક્ષી બનેલો સિંહ આશરે સોળેક દિવસની જહેમત બાદ પાંજરે પૂરવામાં આવ્યો હતો. આરએફઓ ઓ.કે.ડોડીયા, ફોરેસ્ટર આઇ.એમ.પઠાણ, ગોપાલભાઇ રાઠોડ, સેવરાભાઇ, ભલગરીયા સહિતના સ્ટાફે રાત દિવસ ઓબ્ર્ઝવેશન કરીન સિંહને પાંજરે પૂરવામાં સફળતા મળી હતી. આ સિંહે કોડીનારમાં વડનગરમાં હમીરભાઇ લાખણોત્રાની વાડીમાં સિંહે ગાયનું મારણ કર્યા બાદ એજ દિવસે વૃધ્ધા વલાઇબેનને ફાડી ખાધા હતા. તો રાત્રે આ સિંહ એજ રાત્રે બળદનું મારણ કર્યુ હતું. આ માનવભક્ષી સિંહ આટલેથી ન અટકતા ચાર જુદી જુદી જગ્યાએ મારણ અને બે માણસો પર હુમલો કર્યો હતો. જોકે તારીખ 9 જૂનના રોજ વનતંત્રે પાજરૂ મૂકતા અંતે આ સિંહ પાંજરા ભેગો થયો હતો અને તંત્ર તથા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

 કાકરાપાર અણુમથકના ઓફિસરનો એફબી ફ્રેન્ડ એરહોસ્ટેસ પર બળાત્કાર

કાકરાપાર અણુમથકના ઓફિસરનો એફબી ફ્રેન્ડ એરહોસ્ટેસ પર બળાત્કાર

કાકરાપાર અણુમથકામા કામ કરતા સૌરભસીંગે પોતે પરિણીત હોવાનું છુપાવનીને એફબી પર મિત્ર બનેલી વડોદરાની એરહોસ્ટેસ પર બળાત્કાર ગુજાર્યો હતો. સૌરભસીંગ સોશિયલ મીડીયા ફેસબુક ઉપર અપરિણીત હોવાનું કહી વડોદરાની બત્રીસ વર્શીય એરહોસ્ટેસ સાથે ચેટીંગ કરતો હતો. સૌરભની પત્ની .૩૦-૫-૨૦૧૬ના બહારગામ જતા તેણે યુવતીને મળવા વ્યારા બોલાવી હતી. અને લગ્નની લાલચ આપી પહેલી જ મુલાકાતમાં અવાર-નવાર દુષ્કર્મ આચર્યું હતું. જોકે એરહોસ્ટેસ લગ્નની વાત કરતાં સૌરભસીંગનો પરિણીત હોવાનો ઘટસ્ફોટ કર્યો હતો. યુવતીએ આ અંગે અણુમથકના ઓફિસર સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ, ભરૂચમાં વરસાદ

ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ, ભરૂચમાં વરસાદ

ગુજરાતમાં પ્રિ મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ ગઈ છે. મુંબઇમાં વરસાદ પડ્યા બાદ ભરૂચમાં પણ વરસાદ પડ્યો હતો અને હળવું ઝાપટુ પડ્યું હતું તેના પરિણામે લોકોએ રાહત અનુભવી હતી. જોકે ત્યાર બાદ તડકો નીકળતા બફારો અનુભવાવા માંડ્યો હતો. ગુજરાતમાં છેલ્લા બે દિવસથી વાદળછાંયુ વાતાવરણ જોવા મળી રહ્યું છે. તો આણંદ કૃષિ યુનિવર્સિટીના હવામાન વિભાગના વડા પાંડેએ જણાવ્યું હતું કે ચોમાસુ આગળ વધી રહ્યું છે, જે 20મી જૂન સુધીમાં મધ્ય ગુજરાતમાં પહોંચવાની શક્યતા છે. તેમજ પશ્ચિમી કાંઠાપર સર્જાયેલા પર બનેલા દબાણને કારણે દરિયાકાંઠાના વિસ્તારમાં વરસાદ થઇ શકે છે.

શિક્ષણ અધિકારીના સ્ટીકર ચોંટાડેલી ગાડીમાંથી મળી આવ્યો દારૂ

શિક્ષણ અધિકારીના સ્ટીકર ચોંટાડેલી ગાડીમાંથી મળી આવ્યો દારૂ

દિયોદરમાંથી જિલ્લા શિક્ષણ અધિકારીના સ્ટિકર લગાડેલી ગાડીમાંથી આશરે 1, 72,800ની કિંમતનો દારૂ મળી આવ્યો હતો. ગુરૂવારે બપોરે દિયોદર પીએસઆઇ ઓ.પી. સિસોદિયાને મળેલી બાતમીના આધારે તેમની ટીમ સાથે દિયોદરના કોતરવાડા-નેસડી ચાર રસ્તા પર વોચ ગોઠવી હતી. ત્યારે થરાદ તરફથી આવતી સ્કોર્પિયો જીજે 01 એચક્યૂ 2461ને શંકાના આધારે રોકતા કાચચાલકે સ્કોર્પિયો ભગાડી મૂકી હતી. આ સ્કર્પિયોનો પીછો કરતા તેમાંથી વિદેશી દારૂની નાની- મોટી 1656 નંગ બોટલ જેની કિંમત રૂપિયા. 1,72,800 હતી તે ઝડપાયો હતો. પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

બિહાર ટોપર્સ સ્કેમના માસ્ટરમાઇન્ડ બચ્ચા રાયે કર્યું સરેન્ડર

બિહાર ટોપર્સ સ્કેમના માસ્ટરમાઇન્ડ બચ્ચા રાયે કર્યું સરેન્ડર

બિહાર બોર્ડના ટોપર્સ સ્કેમના માસ્ટર માઇન્ડ બચ્ચા રાયે આજે સરેન્ડર કરી દીધુ છે. અમિત કુમાર ઉર્ફ બચ્ચા રાયે મીડિયા સામે તેની પર લાગેલા તમામ આરોપોને ખોટા ગણાવ્યા છે. જો કે હાલ તો બચ્ચા રાયના સરેન્ડર પર પણ સવાલ ઊઠી રહ્યા છે. જો કે હાલ તેની પટનાના વૈશાલી પોલિસ સ્ટેશન ખાતે પૂછપરછ ચાલુ છે.

CMનો ચહેરો નથી બનવા માંગતો પણ પાર્ટી કહેશે તે કરીશ: રાજનાથ

CMનો ચહેરો નથી બનવા માંગતો પણ પાર્ટી કહેશે તે કરીશ: રાજનાથ

યુપી વિધાનસભા ચૂંટણી મને કોઇ જવાબદારી મળી તો હું તેને સારી રીતે નિભાવીશ, પાર્ટીની જે ઇચ્છા હશે તે મારી ઇચ્છા હશે. આ જવાબ હતો ગૃહપ્રધાન રાજનાથ સિંહનો જ્યારે તેમને યુપી વિધાનસભા ચૂંટણી માટે મુખ્યમંત્રી પદના દાવેદારી માટે પૂછવામાં આવ્યું હતું. નોંધનીય છે કે રાજનાથ ઉત્તરપ્રદેશની ચૂંટણીમાં મહત્વનો રોલ ભજવવાના છે.

રાજ્યસભાની 27 સીટો માટે આજે ખરાખરીનો ખેલ

રાજ્યસભાની 27 સીટો માટે આજે ખરાખરીનો ખેલ

રાજ્યસભાની 27 સીટોનું મતદાન શનિવારે શરૂ થઇ ગયું છે. રાજ્યસભાની 57 સીટોમાંથી 30 સીટો માટે વિરોધ વગર 30 ઉમેદવારની ચૂંટી લેવામાં આવ્યા છે. અને સાંજે 5 વાગ્યા સુધીમાં અન્ય 27 સીટોનું પરિણામ પણ સાફ થઇ જશે. જો કે કેટલીક સીટો વચ્ચે બરાબરની ટક્કર છે. અને જો ક્રોસ વોટિંગ થયું તો કેટલાક મોટા નેતાઓની મુશ્કેલી ચોક્કસથી વધશે તેવું હાલ લાગી રહ્યું છે.

English summary
June 11 read todays top news pics.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X