For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વડોદરામાં માસાએ ભાણી ઉપર આચર્યો બળાત્કાર...

|
Google Oneindia Gujarati News

"ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં.બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી. વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ.

ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા. પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો. આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર. દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...

પત્નીના ચારિત્ર્ય પર શંકા રાખી 33 વર્ષ બાદ પિતાએ કરાવી પુત્રની હત્યા

પત્નીના ચારિત્ર્ય પર શંકા રાખી 33 વર્ષ બાદ પિતાએ કરાવી પુત્રની હત્યા

રાજકોટમાં 33 વર્ષીય યુવાનની તીક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવી હતી. જેમાં પહેલા તો સ્ટોન કિલરે હત્યા કરી હોવાની થિયરી વહેતી થઈ હતી પરંતુ પોલીસે ઘટનાક્રમ ઉકેલતા ચોંકાવનારી બાબત સામે આવી હતી કે પિતાએ જ પુત્રની હત્યા કરાવવાની સોપારી આપી હતી કારણ કે તેને પત્નીના ચારિત્ર પર શંકા હતી. સગા પિતાને 33 વર્ષ પછી પોતાના મોટા પુત્ર અને માતા પર શંકા ગઇ કે, આ પુત્ર તેનો નથી. માટે પિતાએ 5 લાખ રૂપિયાની સોપારી આપી પુત્રની હત્યા કર્યાનો ઘટસ્ફોટ થયો છે. વળી આરોપીએ કબૂલાત કરી હતી કે પહેલા તો પત્ની અને પુત્ર બન્નેની હત્યા કરવાનો પ્લાન હતો. પરંતુ કોઇ કારણોસર યુક્તિ બદલી સાડા ચાર લાખ રૂપિયા ચૂકવી દઇને પુત્રની હત્યા કરાવી હતી. આ પહેલા નાના પુત્રની પણ સોપારી આપી હોવાનું પણ બહાર આવ્યુ હતું.

વડોદરામાં માસાએ ભાણી ઉપર આચર્યો બળાત્કાર

વડોદરામાં માસાએ ભાણી ઉપર આચર્યો બળાત્કાર

વડોદરામાં વાઘોડિયામાં જયેશ પટેલ દ્વારા આચરવામાં આવેલા દુષ્કર્મનો બનાવ હજી તાજો છે ત્યાં જ વડોદરા શહેરમાં માસા દ્વારા ભાણી ઉપર બળાત્કાર આચરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં રહેતી યુવતી પર વિજય કલાણીયા આવ્યા હોટેલ ખાતે લઈ જઇ દુષ્કર્મ આચર્યું હતું. અને ધમકી આપતા કહ્યું કે, જો તું આ વાત કોઇને કરીશ તને બદનામ કરી નાંખીશ તારો વીડિયો ઉતાર્યો છે. જોકે યુવતીએ ઘરે જઇના માસના કુકર્મની વાત કહેતા પોલીસ ફરિયાદ નોંધાવાઈ હતી અને પોલીસે વિજય કલાણીયાની ધરપકડની કામગીરી આઘળ વધારી હતી.

ઝાલોદમાં પંચાયતની સામાન્ય સભા બની તોફાની

ઝાલોદમાં પંચાયતની સામાન્ય સભા બની તોફાની

ઝાલોદ તાલુકા પંચાયતની સામાન્ય સભા મળી હતી. ભાજપ અને અપક્ષના મળી 6 સભ્યોએ તાલુકા પંચાયતના પ્રમુખ સામે બળવો કર્યો હોવાથી આ સામાન્ય સભા તોફાની બની હતી અને ટીડીઓ કે.કે મનાતની અધ્યક્ષતામાં સભા શરૂ થયા બાદ છ સભ્યો દ્વારા અલગ વ્યવસ્થા કરી ભાજપ 2ની માન્યતા આપવાની માંગણીને લઇ આક્રોશ મચાવ્યો હતો. ભાજપ-2ની માન્યતા આપી અલગ વ્યવસ્થા બાબતે સામાન્ય સભાના પ્રોસીડીંગમાં લેવા મામલે ટીડીઓ કે.કે.મનાત સાથે સભ્યોએ ભારે રકઝક કરી હતી. કોંગ્રેસના સભ્યો દ્વારા તાલુકાના અન્ય ગામોમાં ઘાસચારા અને પાણીની વ્યવસ્થા ઉભી કરવામાં ન આવતા ઉગ્ર રજૂઆત સાથે વિરોધ કર્યો હતો.જોકે સભા તોફાની બને તેવા અંદેશા સાથે પહેલેથી પોલીસ વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી.

આંગણવાડીમાં ભૂલકાંઓ માટે અપાતા ઉપમાના પેકેટ ઉકરડેથી મળ્યા

આંગણવાડીમાં ભૂલકાંઓ માટે અપાતા ઉપમાના પેકેટ ઉકરડેથી મળ્યા

આંગણવાડીમાં આવતા બાળકોને કુપોષણ મુક્ત કરવા માટે રાજ્ય સરકાર દ્વારા કરોડોનું બજેટ મંજૂર કરાય છે.પરંતુ બેદરકારીને કારણો તેનો યોગ્ય લાભ બાળકો સુધી પહોંચતો નથી હોતો. ત્યારે વધુ એક બેદરકારી સામે આવી છે. આંગણવાડી માટે ફાળવાયેલા ઉપમાના પેકેટ કચરાપેટીમાંથી મળ્યા છે. ગોમતીપુરમાં કચરા પેટીમાંથી ઉપમાના પેકેટો મળી આવ્યા છે. સરકાર દ્વારા આંગણવાડીના બાળકો માટે ઉપમાનો નાસ્તો અપાય છે. કચરા પેટીમાંથી પેકટે મળતા અનેક સવાલો ઉભા થયા છે. ત્યારે જવાબદારો સામે કાર્યવાહી કરાશે કે નહી અને કયા કારણોસર આ પેકેટ બાળકોને નાસ્તો ન આપી કચરામાં ફેકી દેવાયા તે અંગે પણ તપાસ થાય તેવી લોકમાંગ ઉઠવા પામી છે.

 કોંગ્રેસે ટામેટાંના વધતા ભાવ સામે 50 રૂપિયે કિલો ટામેટા વેચી કર્યો વિરોધ

કોંગ્રેસે ટામેટાંના વધતા ભાવ સામે 50 રૂપિયે કિલો ટામેટા વેચી કર્યો વિરોધ

ચૂંટણીને સામે રાખીને કોંગ્રેસ સક્રિય થઈ હોય તેમ ભાજપના શાસનમાં વધેલા ટામેટાંના ભાવનો કોંગ્રેસે નવીન પ્રકારે વિરોધ કર્યો હતો. કોંગ્રેસે તેના શાસનમાં ટામેટાંના જે ભાવ હતા તે ભાવે ટામેટાં વેચીને નવીન પ્રકારનો વિરોધ કર્યો હતો. શાકભાજી રૂપિયા.૧૦૦ થી નીચે મળતું ત્યારે મોંઘવારીનો વિરોધ કરવા ભાજપ ના ટામેટા રૂ.૧૦૦ ના કિલો અને કોંગ્રેસના ટામેટા રૂ. ૫૦ ના કિલો વેચી વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો. જોકે કોંગ્રેસના આ વિરોધે ગૃહિણીઓ હરખાઈ ગઈ હતી અને પચાસ રૂપિયાના કિલો ટામેટાં લેવા પડાપડી થઈ હતી.

"સંડાસની સફાઇ માટે સુર્વણ ઉમેદવાર પહેલી પસંદગી", થયો વિવાદ

સેન્ટ ઝેવિયર્સ નોન ફોર્મલ એજ્યુકેશન સોસાયટીના હ્યુમન ડેવલપમેન્ટ એન્ડ રિસર્ચસેન્ટરની ઓફિસમાં સફાઇ કર્મચારી માટે જાહેરખબર આપવામાં આવી હતી. જોકે જાહેર ખબરના લખાણ બાબતે ભારે હોબાળો મચ્યો હતો. જાહેરખબરમાં લખ્યું હતું કે વિભાગનું આંગણું, ઓફિસ, બાથરૂમ અને સંડાસની સફાઈ માટે જે સમાજને અનામતની વ્યવસ્થા નથી તેવા સમાજો એટલે કે સવર્ણો (દા.ત., બ્રાહ્મણ, ક્ષત્રિય, વાણિયા, પટેલ, જૈન, સૈયદ, પઠાણ, સીરીયન ખ્રિસ્તી અને પારસી)ના ઉમેદવારોનીપ્રથમ પસંદગી કરાશે, આ પ્રકારની જાહેરાત રિસર્ચસેન્ટરના નિયામક પ્રસાદ ચાકો તરફથી નોટિસ બોર્ડ પર લગાડાતા વિવાદ ઉભો થયો હતો જેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે અને કોલેજના પ્રાંગણમાં આનો વિરોધ કરતા બારીના કાચ ફોડવામાં આવ્યા હતા અને ફૂલછોડના કૂંડા તોડી નાખ્યા હતા તો વિજાપુરમાં પણ આવા સમાજના અપમાન કરતી જાહેરાતનો વિરોધ કરી સંસ્થાને 24કલાકમાં માફી માગવા અલ્ટીમેટમ પાસ દ્વારા અપાયું છે. જે બાદ ગઇકાલે જ એચઆરડીસીના સેક્રેટરી દ્વારા કોઇ સમાજની લાગણી દુભાઇ હોય તો અમે દિલગીરી છીએ. અને ભવિષ્યમાં આવું ન થાય તે માટે તકેદારી રાખીશું તેમ માફી માગી હતી.

બ્રેક્સિટના પરિણામોએ શેયર બજારમાં મચાવ્યો હડકંપ, બજાર અને રૂપિયો બન્ને પડ્યા

બ્રેક્સિટના પરિણામોએ શેયર બજારમાં મચાવ્યો હડકંપ, બજાર અને રૂપિયો બન્ને પડ્યા

બ્રિટેન યુરોપિયન યુનિયનનો ભાગ નહીં રહે આ પર આખરી મહોર લાગતા પહેલા જ ભારતીય શેયર બજાર બ્રેક્સિટના ડરથી 1000 પાઇન્ટની પણ વધુ નીચે પડ્યું છે. અને નીફ્ટી પણ 8000થી નીચે જતું રહ્યું છે. જો કે આર્થિક જાણકારોનું કહેવું છે કે આનાથી ચિંતા કરવા જેવું કંઇ નથી. પણ તેમ છતાં શેરબજાર અને રૂપિયા બન્નેના ભાવ પડ્યા છે.

ચીને NSG મામલે સાફ કહ્યું, સાઇન કરો તો જ મળશે સદસ્યતા

ચીને NSG મામલે સાફ કહ્યું, સાઇન કરો તો જ મળશે સદસ્યતા

NSGની સ્થાઇ સદસ્યા મામલે ચીને આજે પોતાનો પક્ષ સ્પષ્ટ કરતા કહ્યું છે કે નિયમોમાં કોઇ બાંધછોડ નહીં થાય. જો ભારતને NSGની સ્થાઇ સદસ્યતા જોઇતી હોય તો તેને એનપીટી પર સાઇન કરવું જ પડશે. તે સિવાય NSGની સદસ્યા પર વાત કરવી અશક્ય છે.

આ વર્ષે ઇફ્તાર પાર્ટી નહીં આપે કોંગ્રેસ

આ વર્ષે ઇફ્તાર પાર્ટી નહીં આપે કોંગ્રેસ

દેશમાં દર વર્ષે નાના મોટાં તમામ રાજકીય પક્ષો ઇફ્તારની દાવત આપતાં હોય છે. આ વર્ષે દેશનો સૌથી જૂનો પક્ષ કોંગ્રેસ પોતાની જ પ્રથા તોડવા જઇ રહ્યો છે. આ વખતે કોંગ્રેસ ઇફ્તાર પાર્ટી આપવાના બદલે આર્થિક રૂતે પછાત લોકોને ખાવા માટે સામાન પહોંચાડશે.

NSG મુદ્દે ભારતને 47 દેશોનું સમર્થન મળ્યું

NSG મુદ્દે ભારતને 47 દેશોનું સમર્થન મળ્યું

ન્યુક્લિયર સપ્લાયર્સ ગ્રુપમાં ભારતના સભ્યપદ માટે અત્યાર સુધીમાં 48માંથી 47 દેશોએ સમર્થન આપ્યું છે. ચીન પોતાની જીદ પર કાયમ રહ્યું હોવાથી મોડી રાત સુધી ચાલેલા સત્રનું કોઇ પરિણામ ના આવ્યું. ફરી શુક્રવારે બેઠક ચાલે તેવી શક્યતા છે.

તેલંગાણામાં રોજ બદલાશે દર્દીઓની ચાદરનો રંગ

તેલંગાણામાં રોજ બદલાશે દર્દીઓની ચાદરનો રંગ

તેલંગણા સરકારે હોસ્પિટલોમાં રોજ અલગ-અલગ રંગોની ચાદરોનો ઉપયોગ કરવાનો આદેશ આપ્યો છે. આ નિયમ પ્રમાણે અઠવાડિયાના સાતે દિવસ અલગ અલગ રંગોની ચાદર પાથરેલી હોવી જોઈએ. સરકારી હોસ્પિટલોમાં ઘણાં દિવસો સુધી એક જ ચાદર પાથરેલી હોય છે અને લોકોને તેનાથી ઈન્ફેક્શન થતું હોવાની ફરિયાદ હતી.

English summary
June 24 read todays top news pics
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X