For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જુવાર વાઢતા મહિલાના હાથમાં આવ્યો મગર

|
Google Oneindia Gujarati News

"ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં.બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી. વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ.

ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા. પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો. આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર. દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...

જુવાર વાઢતા મહિલાના હાથમાં આવ્યો મગર

જુવાર વાઢતા મહિલાના હાથમાં આવ્યો મગર

નડિયાદ તાલુકાના મરીડા ગામની સીમમાં સવારે જુવારના ખેતરમાં જુવાર કાપી રહેલી શ્રમજીવી મહિલા કોકીલાબેનના હાથમા જુવાર વાઢતા મગર આવી ગયો હતો અને તેમણે ચીસાચીસ કરતા અન્ય શ્રમજીવીઓ પણ ભેગા થઈ ગયા હતા. ત્યારબાદ ખેતરના માલિકે ગામના સરપંચને જાણ કરતા નડિયાદ ફોરેસ્ટ વિભાગને અધિકારીઓ ગ્રામજનો સાથે મળીને દોરડા વડે દોઢ થી બે કલાકની જહેમત બાદ મગરને પકડી પાડ્યો હતો.

સોશિયલ મીડિયા દ્વારા બનેલી પ્રેમિકાને સળગાવવાનો પ્રયાસ

સોશિયલ મીડિયા દ્વારા બનેલી પ્રેમિકાને સળગાવવાનો પ્રયાસ

આણંદમાં યુવકે યુવતી પર પેટ્રોલ છાંટી તેને સળગાવવાનો પ્રયાસ કર્યો હતો. મૂળ સુરેન્દ્રનગરનો યુવક દિવ્યકાન્ત વાઘેલા થોડા સમયથી નવસારીની અને આણંદમાં રહી અભ્યાસ કરતી યુવતી જોડે પરિચયમાં આવ્યો હતો અને તેને મળવા બોલાવી હતી. જોકે વાતચીત દરમિયાન યુવતીએ જવાનું કહેતા યુવકે કહ્યું હતું કે "તું મારી ના થઈ તો કોઈની નહીં થવા દઉં કહી" યુવતી ઉપર પેટ્રોલ છાંટીને અને ત્યાર બાદ ગળા પર ચાકુ ફેરવી યુવતીને મારવાની કોશિષ કરી હતી. જોકે એક બાઈકચાલકે મદદ કરતા યુવતીને નજીકની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જે બાદ તેણે આણંદ શહેર પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતા પોલીસે યુવક વિરુદ્ધ કલમ 324 હેઠળ ફરિયાદ નોંધી તેની ધરપકડ કરી હતી.

16 જૂનથી 15 ઓક્ટોબર સુધી સિંહદર્શન થશે બંધ

16 જૂનથી 15 ઓક્ટોબર સુધી સિંહદર્શન થશે બંધ

ગુજરાતમાં સિંહ દર્શન માટે આવતા પ્રવાસીઓ આગામી 16 જૂનથી સિંહદર્શન નહીં કરી શકે કારણ કે ચોમાસના 4 મહિના સુધી સિંહોનું વેકેશન રહેશે. પર્યટકો માટે ચાર મહિના સુધી સિંહ દર્શન બંધ રહેશે. જો કે દેવળિયા પાર્ક ખુલ્લો રાખવામાં આવશે. અને ચોમાસાના ચાર મહિના સિંહોનો પ્રજનન સમય હોવાથી ગુજરાતમાં 15 જૂનથી ચોમાસું સક્રિય થવાના હવામાન ખાતાના અહેવાલને પગલે જૂનથી લઈને 15 ઓકટોબર સુધી પ્રવાસીઓ માટે સિંહ દર્શન બંધ રહેશે.

પાટણમાં બુટલેગરોનો ઠાકોરસેના પર હુમલો

પાટણમાં બુટલેગરોનો ઠાકોરસેના પર હુમલો

પાટણમાં બુટલેગરો બેફામ બન્યા છે. વ્યસન મુક્તિ અભિયાનના ભાગ રૂપે ગુજરાત ઠાકોર ક્ષત્રિય સેનાના કાર્યકરો બાલીસણા પાસે આવેલ માતપુર ગામે ચાલતો દારૂનો ધંધો બંધ કરાવવા ગયા હતા જ્યાં તેમના પર દારૂ વેચનારા શખ્સો દ્વારા ધારિયા તેમજ લાકડી વડે હુમલો કરવામાં આવ્યો. જે હુમલામાં ઠાકોર ક્ષત્રિય સેનાનાં કુલ ચાર કાર્યકરો ઘવાયા છે. જેમને ધારપુર હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

આંગડિયાના પેઢીની સોના-ચાંદીની ટ્રકમાંથી 5 કરોડની મત્તા લૂંટાઈ

આંગડિયાના પેઢીની સોના-ચાંદીની ટ્રકમાંથી 5 કરોડની મત્તા લૂંટાઈ

શુક્રવારે મોડીરાત્રે અમદાવાદ-રાજકોટ હાઈવે પર આવેલા બાવળા નજીક સોના-ચાંદી ભરેલી ટ્રક લૂંટાઈ હતી. જેમાં 17 કિલો સોનાના દાગીના સાથે અંદાજીત લૂંટ પાંચ કરોડની રકમ લૂંટાઈ હોવાના પ્રાથમિક અહેવાલ પ્રાપ્ત થયા છે. ટ્રક બાવળા પાસે પહોંચતા ત્યાં કાર આવી પહોંચી હતી જેમાં 30થી 40 વર્ષની ઉંમરના પાંચેક શખ્સો હતાં તેમને તરત જ ઉતરીને ટ્રકને રોકી હતી અને સિક્યુરીટની ગન ઝૂંટવીને લૂંટ ચલાવી હતી., ઘટનાની તપાસ માટે LCB, SOG, અમદાવાદ ક્રાઇમ બ્રાંચ સહિત તપાસ માટે પાંચ ટીમ બનાવવામાં આવી છે.

વડોદરામાં લોકોના સહકાર સાથે ડિમોલિશનનો ત્રીજો તબક્કો

વડોદરામાં લોકોના સહકાર સાથે ડિમોલિશનનો ત્રીજો તબક્કો

વડોદરા મહાનગર સેવા સદન દ્વારા ફતેપુરા અડાણીયા પુલથી ઠેકરનાથ સ્મશાન થઇને કિશનવાડી ગધેડા માર્કેટ સુધી 18 મીટરનો રોડ બનાવવામાં આવનાર છે. જેમાં આજે ડમિમોલિશન હાથ ધરાયુ છે. જોકે નોટિસો મેળવી ચૂકેલા અને આ રોડ ઉપર આવતા 260 જેટલા મકાનો-દુકાનો, કારખાનાઓના દબાણકારોએ સ્વૈચ્છીક રીતે જ સવારથી દબાણો દૂર કરવાની શરૂઆત કરી દીધી હતી. મોટાભાગના લોકોએ પોતાનો સામાન કાઢીને ગેરકાયદેસર કરેલ દબાણો દૂર કર્યા હતા છતાં તંત્રએ સાવચેતી નાં પગલાંરૂપે પોલીસ બંદબોસ્ત ફાળવ્યો છે.

'પટેલોએ ઉપાડો લીધો છે' કહી યુવકને માર્યો

'પટેલોએ ઉપાડો લીધો છે' કહી યુવકને માર્યો

રાજકોટના નાનામવા મેઈન રોડ ખાતે વિશાલ રમેશભાઈ ઉંધાડ નામનો પટેલ યુવાન 1 મેના રોજ તેનું બાઈક લઈ જતો હતો. ત્યારે ભક્તિનગર પોલીસ મથકમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ પ્રતાપસિંહ રાણા અને અન્ય બે પોલીસમેનોએ સિવિલ ડ્રેસમાં ધસી આવી ‘તમે પટેલોએ ખૂબ ઉપાડા લીધા છે, તેમજ અનામત આંદોલન ચાલુ થયું ત્યારથી તમારી ખૂબ ફાટ વધી છે' તેમ કહી વડે બેફામ મારઝૂ કરી હતી તેમજ રીવોલ્વર કાઢી વિશાલના માથા પર મૂકી કહ્યું હતું કે ' પટેલોને તો મારી જ નાખવા છે તો જ ઉપાડા બંધ થશે. ' આ ઘટનાને પગલે પાટીદારોએ પોલીસ કમિશનર સમક્ષ ત્રણેય પોલીસકર્મી સામે પગલાં લેવા આવેદનપત્ર પાઠવ્યું હતું. તેમજ મુખ્યમંત્રીને લેખિતમાં રજૂઆત કરી હોવાનું આવેદનપત્રમાં જણાવ્યું હતું.

કારે મારી ટક્કર દંપતી થયું મોત, કારમાં હતો 52000નો વિદેશી દારૂ મળ્યો

કારે મારી ટક્કર દંપતી થયું મોત, કારમાં હતો 52000નો વિદેશી દારૂ મળ્યો

દક્ષિણ ગુજરાતના મહુવામાં આવેલ વાંસકૂઈ ગામની સીમ પાસે વિદેશી દારૂ લઈ જતી કારે સામેથી આવતી મોટરસાઈકલને અડફેટમાં લેતા મોટરસાઈકલ સવાર દંપતિનીનું ઘટના સ્થળે કમકમાટી ભર્યુ મોત નીપજ્યું હતું. જો કે જે બાદ પોલિસ દ્વારા ઇન્ડિગો કાર (GJ-05BV-1375)ની તપાસ કરતા કારમાંથી વિદેશી દારૂની 268 બોટલ સાથે 52000 રૂપિયાનો વિદેશી દારૂ મળી આવ્યો હતો. આ કેસમાં ઇજાગ્રસ્ત ડ્રાઇવરની અટક કરાઇ છે. અન્ય એક વ્યક્તિ ફરાર છે.

English summary
June 4 read todays top news pics
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X