• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

જસ્ટિસ કબીરે દેશના 39માં મુખ્ય ન્યાયધીશ તરીકે સપથ ગ્રહણ કર્યા

By Kumar Dushyant
|

નવી દિલ્હી, 29 સપ્ટેમ્બરઃ જસ્ટિસ કબીર ભારતના 39માં મુખ્ય ન્યાયધીશ બન્યા છે. 29મી સપ્ટેમ્બરે શનિવારે તેમણે રાષ્ટ્રપતિભવન ખાતે રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ જસ્ટિસ કબીરને મુખ્ય ન્યાયધીશ તરીકેના સપથ ગ્રહણ કરાવ્યા હતા. આ તકે પ્રધાનમંત્રી મનમોહન સિંહ સહિતના ઉપસ્થિત રહ્યાં હતા.

જસ્ટિસ સરોશ હોમી કાપડિયાના સ્થાને 64 વર્ષિય જસ્ટિસ કબીરની નિયુક્તિ કરવામાં આવી છે. નવા મુખ્ય ન્યાયધીશનો કાર્યકાળ 18 જુલાઇ 2013એ પૂર્ણ થશે. 39માં મુખ્ય ન્યાયધીશનો જન્મ 19 જુલાઇ 1948ના રોજ પશ્ચિમ બંગાળના કોલકતામાં થયો છે. તેમણે કોલકતા યુનિવર્સિટીમાંથી એમએ અને એલએલબીની ડિગ્રી મેળવી હતી.

1973માં જસ્ટિસ કબીર બારમાં જોડાયા હતા અને સિવિલ તથા ક્રિમિનલ લોમાં કોલકતા જિલ્લા કોર્ટ અને કોલકતા હાઇકોર્ટમા્ પ્રેક્ટિસ કરતા હતા. તેઓ આજ કોર્ટમાં 1990માં જજ તરિકે નિયુક્તિ પામ્યા હતા. તેઓ 1 માર્ચ 2005એ ઝારખંડ હાઇકોર્ટના ચિફ જસ્ટિસ બન્યા હતા. તેમની સુપ્રિમ કોર્ટમાં જસ્ટિસ તરીકે 9 સપ્ટેમ્બર 2005એ પસંદ કરવામાં આવ્યાં હતા.

English summary
Justice Altamas Kabir has been sworn in as the 39th Chief Justice of India (CJI) on Saturday, Sept 29. President Pranab Mukerjee administered the oath of office of Justice Kabir at Rashtrapati Bhawan.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X