For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જજે મારા પીઠ પર ચુંબન કરી કહ્યુ 'I Love U': પીડિત લૉ ઇન્ટર્ન

|
Google Oneindia Gujarati News

woman
નવી દિલ્હી, 16 ડિસેમ્બર: સુપ્રીમ કોર્ટના પૂર્વ જસ્ટીસ ન્યાયમૂર્તિ એ.કે ગાંગુલીની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ જ નથી લઇ રહી. શારીરિક શોષણનો આરોપ લગાવનાર લૉ ઇન્ટર્ને ચોકાવનારો ખુલાસો કર્યો છે. લૉ ઇન્ટર્ને જણાવ્યું કે એ દિવસે દિલ્હીના ફાઇવ સ્ટાર હોટલમાં આખરે શું થયું હતું.

લૉ ઇન્ટર્ને ખુલાસો કર્યો છે કે પૂર્વ જસ્ટિસ ગાંગુલીએ તેની સામે શારીરિક સંબંધ બાંધવાનો પ્રસ્તાવ મૂક્યો અને રૂમ શેર કરવા જણાવ્યું. જસ્ટીસ ગાંગુલીએ મને કહ્યું કે તારા માટે અલગ રૂમની વ્યવસ્થા કરવી શક્ય નથી. તેમણે મને જણાવ્યું કે શું તું મારા રુમમાં રોકાઇ શકે છે?

લૉ ઇન્ટર્નના જણાવ્યા અનુસાર તેના વિરોધ છતાં જસ્ટિસ ગાંગુલીએ નજીક આવવાની કોશીશ કરી. તેણે જણાવ્યું કે ડિનર દરમિયાન તેમણે મારી પીઠ પર હાથ મુક્યો. સહયોગ માટે સહમત થવા પર તેમણે મારો આભાર માન્યો. હું ત્યાંથી ચાલી ગઇ. એ તેમના માટે સ્પષ્ટ સંકેત હતો કે મને તેમનું વર્તન પસંદ નથી. તેમ છતાં તેમણે મારી પીઠ પરથી હાથ હટાવ્યો નહીં.

લૉ ઇન્ટર્નને આરોપ લગાવ્યો છે કે જસ્ટીસ ગાંગુલીએ મને પોતાની બાથમાં લેવા માટે મારી સામે આવી ગયા. તેમણે મારા માથા પર હાથ મૂકીને કહ્યું કે તું ખૂબ જ સુંદર છે. ત્યારબાદ તુરંત હું મારી સીટ પરથી ઉઠી ગઇ. હું કરી શકું તે પહેલા તેમણે મારો હાથ પકડી લીધો. તેમણે કહ્યું કે 'હું તને પ્રેમ કરું છું.' જ્યારે મે ત્યાંથી જવા માટે કોશિશ કરી તો તેમણે મારા ખભાને ચુંબન કરી લીધું, અને ફરીથી બોલ્યા કે હું તને પ્રેમ કરું છું.

અત્રે ઉલ્લેખનીય છે કે લૉ ઇન્ટર્ને ગયા વર્ષે 24 ડિસેમ્બરના રોજ તેની સાથે બનેલી આ કથિત ઘટના અંગે અત્યાર સુધી પોલીસમાં ફરિયાદ ન્હોતી કરી. મહિલા ઇન્ટર્ન વકીલની સાથે શારીરિક શોષણના આરોપમાં ઘેરાયેલા સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ અશોક કુમાર ગાંગુલીએ પશ્ચિમ બંગાળ માનવઅધિકાર પંચના અધ્યક્ષ પદથી સસ્પેન્ડ કરવાની માંગ કરવામાં આવી રહી છે.

English summary
Justice Ganguly kissed my arm and said he loved me, alleges law intern.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X