For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રિમોટ કંટ્રોલની જેમ કામ કરતા હતા જસ્ટીસ દીપક મિશ્રાઃ જસ્ટીસ કુરિયન

સુપ્રીમ કોર્ટના સેવાનિવૃત્ત જજ જસ્ટીસ કુરિયન જોસેફે પૂર્વ મુખ્ય ન્યાયાધીશ જસ્ટીસ દીપક મિશ્રા વિશે મોટુ નિવેદન આપ્યુ છે.

|
Google Oneindia Gujarati News

સુપ્રીમ કોર્ટના સેવાનિવૃત્ત જજ જસ્ટીસ કુરિયન જોસેફે પૂર્વ મુખ્ય ન્યાયાધીશ જસ્ટીસ દીપક મિશ્રા વિશે મોટુ નિવેદન આપ્યુ છે. તેમણે કહ્યુ કે મે અને અન્ય ત્રણ જજોને અનુભવ્યુ કે જસ્ટીસ મિશ્રાને બહારથી કોઈ બીજુ પ્રભાવિત કરી રહ્યુ હતુ અને તેઓ રાજકારણથી પ્રભાવિત થઈને કેસની ફાળવણી કરતા હતા. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને આપેલા ઈન્ટરવ્યુમાં જસ્ટીસ કુરિયને કહ્યુ કે સુપ્રીમ કોર્ટની કાર્યપ્રણાલીમાં બહારના પ્રભાવના ઘણા ઉદાહરણ સામે આવ્યા હતા જેમાં એ સ્પષ્ટ જોવા મળતુ હતુ કે કોઈ બહારથી મુખ્ય ન્યાયાધીશના ચૂકાદાઓને નિયંત્રિત કરી રહ્યુ છે.

આ પણ વાંચોઃ રાજનાથ સિંહે પાકિસ્તાન તરફ વધાર્યો મદદનો હાથ, 'પાક ઈચ્છે તો અમે તૈયાર'આ પણ વાંચોઃ રાજનાથ સિંહે પાકિસ્તાન તરફ વધાર્યો મદદનો હાથ, 'પાક ઈચ્છે તો અમે તૈયાર'

વિકલ્પ ન બચ્યો તો કરી પ્રેસ કોન્ફરન્સ

વિકલ્પ ન બચ્યો તો કરી પ્રેસ કોન્ફરન્સ

જસ્ટીસ કુરિયને જણાવ્યુ કે આ જ કારણસર અમે લોકોએ મુખ્ય ન્યાયાધીશ સાથે મુલાકાત કરી હતી. અમે તેમને પત્ર લખ્યો અને મળીને કહ્યુ કે તે સુપ્રીમ કોર્ટના ગૌરવને જાળવી રાખે. પરંતુ જ્યારે અમારા બધા પ્રયાસો નિષ્ફળ ગયા તો અમે મીડિયા સામે પ્રેસ કોન્ફરન્સ કરવાનો નિર્ણય લીધો. મહત્વની વાત એ છે કે જસ્ટીસ કુરિયન, જસ્ટીસ જે ચેલમેશ્વર, જસ્ટીસ રંજન ગોગોઈ અને જસ્ટીસ મદન બી લોકુરે પ્રેસ કોન્ફરન્સ કરીને સીજેઆઈ પર ઘણા આરોપ લગાવ્યા હતા.

બહારનો પ્રભાવ સ્પષ્ટ દેખાતો હતો સીજેઆઈ પર

બહારનો પ્રભાવ સ્પષ્ટ દેખાતો હતો સીજેઆઈ પર

બહારના પ્રભાવ વિશે જસ્ટીસ કુરિયને કહ્યુ કે કેસોની ફાળવણીમાં સીજેઆઈ પર પ્રભાવ દેખાતો હતો. તે અમુક બેચને જ અમુક કેસ આપતા હતા. આ કેસો એ જજોને આપવામાં આવતા હતા કે જે રાજકીય રીતે પ્રભાવિત હતા અને ભેદભાવ કરતા હતા. વળી, જ્યારે જસ્ટીસ કુરિયનને પૂછવામાં આવ્યુ કે શું પ્રેસ કોન્ફરન્સ પરસ્પર સમજૂતીથી કરવામાં આવી હતી, તો તેમણે જણાવ્યુ કે જસ્ટીસ ચેલમેશ્વરે આની પહેલ કરી હતી પરંતુ અમે ત્રણે આના પર સંમત હતા.

મૌન અયોગ્ય

મૌન અયોગ્ય

ઉલ્લેખનીય છે કે આ પહેલા જસ્ટીસ કુરિયને કહ્યુ હતુ કે એક કાયદાનો જાણકાર જ્યારે મૌન ધારણ કરી લે તો એક ગુનેગારથી પણ વધુ સમાજને નુકશાન પહોંચાડે છે. જસ્ટીસે કહ્યુ કે કોર્ટની અંદર યોગ્ય વલણ સાથે પોતાના કામને જૂનુન સાથે કરવુ જબરદસ્ત અનુભવ છે. હું ગર્વ સાથે માથુ ઉંચકીને કહી શકુ છુ કે મે મારુ કામ સૌથી સારુ કર્યુ છે.

આ પણ વાંચોઃ કેન્સરનો ઈલાજ કરાવીને મુંબઈ પાછી આવી સોનાલી બેન્દ્રેઆ પણ વાંચોઃ કેન્સરનો ઈલાજ કરાવીને મુંબઈ પાછી આવી સોનાલી બેન્દ્રે

English summary
Justice Kurian Joseph says then CJI was remote controlled has external effect.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X