• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

હૈદરાબાદ એનકાઉન્ટરઃ બદલાની ભાવનાથી ન્યાય ચરિત્ર ગુમાવી દે છેઃ CJI બોબડે

|

તેલંગાનાના હૈદરાબાદમાં મહિલા ડૉક્ટરની દુષ્કર્મ બાદ હત્યા કરી દેવામાં આવી હતી. બાદમાં પીડિતાને મરેલી સમજીને ચારે આરોપીઓએ જીવતી સળગાવી હતી. ઘટનાના લગભગ સાત દિવસ બાદ શુક્રવારે બધા આરોપી એનકાઉન્ટરમાં માર્યા ગયા. આ વિશે ઘણા બધા લોકોએ પોલિસની પ્રશંસા કરી.

અમુક લોકોએ ઉઠાવ્યા સવાલ

અમુક લોકોએ ઉઠાવ્યા સવાલ

વળી, અમુક લોકોએ એનકાઉન્ટર પર સવાલ પણ ઉઠાવ્યા જેમાં અમુક નેતા, કાયદા નિષ્ણાતો અને માનવાધિકાર કાર્યકર્તા પણ શામેલ છે. હવે આ કેસમાં દેશના મુખ્ય ન્યાયાધીશ એસ એ બોબડેએ પણ ટિપ્પણી કરી છે. તેમણે કહ્યુ છે કે જો આવુ બદલાની ભાવનાથી કરવામાં આવ્યુ હોય તો તે ન્યાય નથી.

પોતાનુ ચરિત્ર ગુમાવી દે છે

પોતાનુ ચરિત્ર ગુમાવી દે છે

સીજેઆઈએ કહ્યુ કે જો બદલાની ભાવનાથી ન્યાય કરવામાં આવે તો તે પોતાનુ ચરિત્ર ગુમાવી દે છે. તેમણે કહ્યુ દેશમાં હાલની ઘટનાઓએ નવા જોશ સાથે જૂની ચર્ચા છેડી દીધી છે. એમાં કોઈ શંકા નથી કે ગુનાહિત ન્યાય પ્રણાલિએ પોતાની સ્થિતિ અને ગુનાહિત કેસોને ખતમ કરવાના વિલંબ પર પુનર્વિચાર કરવો જોઈએ.

આ પણ વાંચોઃ સામે આવ્યો ઉન્નાવ રેપ પીડિતાનો પોસ્ટમૉર્ટમ રિપોર્ટ, થયા ઘણા મહત્વના ખુલાસા

સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો

સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો

તમને જણાવી દઈએ કે પોલિસની કાર્યવાહી પર વકીલ જીએસમણિ અને પ્રદીપ કુમારે સવાલ ઉઠાવ્યા છે અને સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. તેમણે કહ્યુ કે પોલિસ વર્ષ 2014માં કોર્ટને આપેલા આદેશોનું આ કાર્યવાહીમાં પાલન નથી કર્યુ. કોર્ટમાં દાખલ અરજીમાં કહેવામાં આવ્યુ છે કે એનકાઉન્ટરમાં શામેલ પોલિસકર્મીઓ સામે એફઆઈઆર કરવી જોઈએ અને તપાસ કરીને કાર્યવાહી કરવી જોઈએ. હવે આ કેસમાં કોર્ટ સોમવારે સુનાવણી કરશે.

શું છે હૈદરાબાદ કેસ?

શું છે હૈદરાબાદ કેસ?

આ ઘટનાના ચારે આરોપી 10 દિવસના પોલિસ રિમાન્ડ પર હતા. કેસની સુનાવણી માટે 4 ડિસેમ્બરે ફાસ્ટ ટ્રેક કોર્ટની પણ રચવા કરવામાં આવી હતી. પોલિસે આ બધા ચાર આરોપીઓને મહિલા ડૉક્ટર સાથે ગેંગરેપ બાદ તેમની હત્યાના આરોપમાં પકડી લીધા હતા. વાસ્તવમાં 27 નવેમ્બરે જ્યારે મહિલા ડૉક્ટર હાઈવે એનએચ44 પર રાતે હોસ્પિટલથી પાછી આવી રહી હતી તો તેની ગાડી પંક્ચર થઈ ગઈ હતી. આ દરમિયાન આ આરોપીઓએ મહિલા ડૉક્ટર સાથે ગેંગરેપ કર્યો અને તેને જવતી સળગાવી દીધી.

ઘટના સ્થળે લવાયા હતા આરોપી

ઘટના સ્થળે લવાયા હતા આરોપી

આરોપીઓને જ્યાં મારવામાં આવ્યા તે જગ્યા ઘટનાવાળી જગ્યાથી માત્ર 500 મીટરના અંતરે સ્થિત છે. પોલિસે એનકાન્ટર વિશે કહ્યુ કે તે કેસની તપાસ કરી રહ્યા હતા અને આરોપીઓ ઘટના સ્થળે લઈને આવ્યા. ઘટનાક્રમને સમજવા માટે તેમને અહીં લાવવામાં આવ્યા હતા પરંતુ આમાંથી બે આરોપીઓએ પોલિસ પાસેથી હથિયાર છીનવી લીધા અને તેમના પર ફાયરિંગ કરીને ભાગવાની કોશિશ કરવા લાગ્યા. જેનાથી પોલિસના બે જવાન પણ ઘાયલ થઈ ગયા. એવામાં પોલિસને આત્મરક્ષા માટે આ ચારે આરોપીઓ પર ગોળી ચલાવવી પડી.

પોલિસે શું કહ્યુ?

પોલિસે શું કહ્યુ?

સાઈબરાબાદના પોલિસ કમિશ્નર વીસી સજ્જનારે હૈદરાબાદ કેસમાં મીડિયાને કહ્યુ કે પોલિસ મહિલા ડૉક્ટરની દુષ્કર્મ કરીને હત્યા કરનાર આરોપીઓને હૈદરાબાદના બહારા વિસ્તારમાં લઈ ગઈ હતી. ત્યાં એટલા માટે લઈ ગયા હતા જેથી ઘટના સ્થળથી પીડિતાની ઘડિયાળ, મોબાઈલ ફોન અને પાવર બેંક મળીશકે. એ વખતે આરોપીઓને હાથકડી એટલા માટે નહોતી પહેરાવી કારણકે પોલિસે તેમને સામાન શોધવા માટે કહ્યુ હતુ. આરોપીઓએ ઘટનાને અંજામ આપ્યા બાદ આ સામાન ક્યાંક છૂપાવી દીધો હતો. પોલિસ ટીમે કહ્યુ કે આરોપીઓએ પોલિસ ટીમના હથિયાર છીનવી ત્યાંથી ભાગવાની કોશિશ કરી ત્યારબાદ પોલિસે ગોળી ચલાવવી પડી.

કોણ હતા ચાર આરોપી

કોણ હતા ચાર આરોપી

એનકાઉન્ટરમાં માર્યા ગયેલા ચાર આરોપીઓની ઓળખ ટ્રક ચાલક મોહમ્મદ આરિફ (26), ચિંતાકુટા ચેન્નેકેશવલુ (20), ટ્રક ક્લીનર જોલુ શિવા(20) અને જોલુ નવીન (20) તરીકે થઈ હતી. બધા તેલંગાનાના નારાયણપેટ જિલ્લાના છે.

ડીસીપી શમશાબાદ પ્રકાશ રેડ્ડીએ શું કહ્યુ?

ડીસીપી શમશાબાદ પ્રકાશ રેડ્ડીએ શું કહ્યુ?

આ કેસમાં ડીસીપી શમશાબાદ પ્રકાશ રેડ્ડીએ કહ્યુ, સાઈબરાબાદ પોલિસ ક્રાઈમ સીન રિક્રિએટ કરવા માટે આરોપી વ્યક્તિઓને ગુનાના સ્થળ પર લાવી હતી. આરોપીઓએ હથિયાર છીનવી લીધા અને પોલિસ પર ફાયરિંગ કરી. આત્મરક્ષામાં પોલિસે જવાબી ફાયરિંગ કરી જેમાં આરોપી માર્યા ગયા.

English summary
justice loses its character if it becomes revenge said cji sa bobde on hyderabad doctor murder case accused encounter.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more