For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દેશના નવા મુખ્ય ન્યાયાધીશ હશે જસ્ટીસ એનવી રમણા, રાષ્ટ્રપતિએ આપી મંજૂરી

દેશના નવા ચીફ જસ્ટીસ ઑફ ઈન્ડિયા માટે એનવી રમણાના નામને રાષ્ટ્રપતિની મંજૂરી મળી ગઈ છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ દેશના વર્તમાન ચીફ જસ્ટીસ ઑફ ઈન્ડિયા જસ્ટીસ બોબડેનો કાર્યકાળ 23 એપ્રિલે ખતમ થઈ રહ્યો છે અને આ સાથે નવા ચીફ જસ્ટીસ ઑફ ઈન્ડિયા માટે એનવી રમણાના નામને રાષ્ટ્રપતિની મંજૂરી મળી ગઈ છે. જસ્ટીસ એનવી રમણા 24 એપ્રિલે ભારતના 48માં મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લેશે. તમને જણાવી દઈએ કે જસ્ટીસ એસએ બોબડેએ જ જસ્ટીસ એનવી રમણાના નામની ભલામણ કરી હતી. રાષ્ટ્રપતિ પાસે જ આ ભલામણને મોકલવામાં આવી હતી અને હવે રાષ્ટ્રપતિએ તેમના નામને મંજૂરી આપી દીધી છે.

ramana

દિલ્લી હાઈકોર્ટના ચીફ જસ્ટીસ રહી ચૂક્યા છે રમણા

તમને જણાવી દઈએ કે 27 ઓગસ્ટ 1957ના રોજ આંધ્ર પ્રદેશના પોનાવરમમાં જન્મેલા જસ્ટીસ રમણા દિલ્લી હાઈકોર્ટના પણ ચીફ જસ્ટીસ રરહી ચૂક્યા છે. 2014માં તે સુપ્રીણ કોર્ટમાં નિયુક્ત કરવામાં આવ્યા હતા. હવે ચીફ જસ્ટીસ ઑફ ઈન્ડિયા બની ગયા બાદ તેઓ આ પદ પર 26 ઓગસ્ટ 2022 સુધી રહેશે. તમને જણાવી દઈએ કે જસ્ટીસ રમણા પોતાના અમુક ચુકાદાઓ માટે પણ ચર્ચામાં રહ્યા છે. હાલમાં જ જમ્મુ કાશ્મીરમાં ઈન્ટરનેટ ચાલુ કરવા અંગે તેમણે ચુકાદો સંભળાવ્યો હતો.

કોરોના સંક્રમિત દર્દી પણ કરી શકે મતદાન, જાણો કેવી રીતે?કોરોના સંક્રમિત દર્દી પણ કરી શકે મતદાન, જાણો કેવી રીતે?

English summary
Justice NV Ramana will be the new Chief Justice of India, will take oath on April 24
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X