For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જ્યોતિરાદિત્ય સિંધિયા ભાજપમાં જોડાયા, જેપી નડ્ડાએ અપાવ્યુ સભ્યપદ

કોંગ્રેસ છોડ્યા બાદ એક દિવસ પછી જ્યોતિરાદિત્ય સિંધિયાએ બુધવારે ભારતીય જનતા પાર્ટીનો પાલવ પકડી લીધો છે.

|
Google Oneindia Gujarati News

કોંગ્રેસ છોડ્યા બાદ એક દિવસ પછી જ્યોતિરાદિત્ય સિંધિયાએ બુધવારે ભારતીય જનતા પાર્ટીનો પાલવ પકડી લીધો છે. તે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાની હાજરીમાં ભાજપમાં શામેલ થયા. સિંધિયા ભાજપમાં શામેલ થવા માટે જ્યારે પોતાના ઘરેથી નીકળ્યા હતા તો ભાજપ પ્રવકતા જફર ઈસ્લામ તેમની ગાડી ચલાવી રહ્યા હતા. તમને જણાવી દઈએ કે હોળા દિવસે એટલે કે 10 માર્ચે જ્યોતિરાદિત્ય સિંધિયાએ કોંગ્રેસ પાર્ટી છોડી દીધી હતી.

Jyotiraditya Scindia

જ્યોતિરાદિત્યના રાજીનામા બાદ મધ્ય પ્રદેશની રાજનીતિમાં ભૂકંપ આવી ગયો છે અને તાબડતોબ કોંગ્રેસના 22 ધારાસભ્યોએ પણ રાજીનામા આપી દીધા. આ બધા સિંધિયા જૂથના છે. સિંધિયાના બાગી તેવર બાદ મધ્ય પ્રદેશની કમલનાથના નેતૃત્વવાળી કોંગ્રેસ સરકાર પડવાના આરે છે. હવે સિંધિયા ભાજપમાં શામેલ થઈ ગયા છે તો એવુ માનવામાં આવી રહ્યુ છે કે ભાજપ જ્યોતિરાદિત્ય સિંધિયાને પોતા કોટાથી રાજ્યસભામાં ઉમેદવાર બનાવશે અને બાદમાં તેમને કેન્દ્રમાં મંત્રી બનાવવામાં આવી શકે છે. સિંધિયાઅ મંગળવારે ભાજપના પૂર્વ અધ્યક્ષ અમિત શાહ સાથે મુલાકાત કરી હતી.

શિવરાજ સિંહનુ ટ્વિટ - રાહ જુઓ, પરિણામ સારા હશે

મધ્ય પ્રદેશમાં રાજકીય ઉથલપાથલ વચ્ચે શિવરાજે ટ્વિટ કર્યુ કે, 'રાજનીતિ હોય કે સામાન્ય જીવન કોઈ શત્રુ નથી હોતો, માત્ર પરિસ્થિતિઓ વિપરિત હોય છે. સ્થિતિ સામાન્ય થવાની રાહ જુઓ, પરિણામ સુખદ હશે.' આ નિવેદન સાથે શિવરાજ સિંહે એક ફોટો પણ શેર કર્યો છે.

આ પણ વાંચોઃ 1000 કરોડની સંપત્તિ વેચીને સપરિવાર વિદેશ ભાગવા ઈચ્છતા હતા રાણા કપૂરઆ પણ વાંચોઃ 1000 કરોડની સંપત્તિ વેચીને સપરિવાર વિદેશ ભાગવા ઈચ્છતા હતા રાણા કપૂર

English summary
Jyotiraditya Scindia joins BJP in presence of JP Nadda.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X