જ્યોતિરાદિત્ય સિંધિયાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું, મોદી-શાહને મળ્યા
નવી દિલ્હીઃ કોંગ્રેસના મહાસચિવ જ્યોતિરાદિત્ય સિંધિયાએ નવી દિલ્હીમાં પીએમ મોદીના આવાસ સ્થાને મોદી અને અમિત શાહ સાથે મુલાકાત કરી. જણાવી દઈએ કે તેમણે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. ઉમ્મીદ જતાવાઈ રહી છે કે આજે જ્યોતિરાદિત્ય સિંધિયા ભાજપમાં સામેલ થઈ શકે છે. બીજી તરફ એવા પણ અહેવાલ છે કે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના ઘરે કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલ સાથે મહત્વની બેઠક કરી એટલું જ નહિ બલકે, કોંગ્રેસના 20 ધારાસભ્યો પણ રાજીનામાં માટે તૈયાર છે. થોડીવારમાં જ ફેક્સ દ્વારા વિધાનસભાને સૂચિત કરશે. સૂત્રોના હવાલેથી એમ પણ અહેવાલ મળ્યા છે કે મધ્ય પ્રદેશના ભોપાલમાં આજે સાંજે 6 વાગ્યે ભાજપ સંસદીય દળની બેઠક થશે. એમપીના રાજ્યપાલ રજા રદ્દ કરી ભોપાલ પહોંચી રહ્યા છે. સરકાર રચવાને લઈ મંજૂરી મળવાની સંભાવના છે.

સિંધિયાએ રાજીનામું આપ્યું
જણાવી દઈએ કે મધ્ય પ્રદેશમાં રાજકીય ડ્રામા ચાલી રહ્યો છે. અહીં મુખ્યમંત્રી કમલનાથનું સંકટ વધતું જણાઈ રહ્યું છે. સોમવારે 20 મંત્રીઓએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું, જો કે આઠ મંત્રી સોમવારે કમલનાથની થયેલી બેઠકમાં નહોતા પહોંચ્યા. જણાવી દઈએ કે સિંધિયાના ખેમાના કેટલાક મંત્રી પહેલા જ બેંગ્લોર જઈ ચૂક્યા છે. કુલ 17 ધારાસભ્યો બેંગ્લોર ચાલ્યા ગયા છે જેનાથી કમલનાથ સરકારનું સંકટ વધી ગયું છે. જ્યારે કમલનાથે કહ્યું કે માફિયાની મદદથી સરકાર પાડવાની કોશિશ કરી રહ્યા છે અમે તેમની કોશિશ સફળ નહિ થવા જઈએ.

અમિત શાહ સાથે બેઠક કરી
ન્યૂજ એજન્સી આઈએએનએસ મુજબ ગૃહમંત્રી અમિત શાહે સોમવારે મોડી રાત્રે પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ સાથે પોતાના આવાસ પર બેઠક કરી. બેઠકમાં કેન્દ્રીય મંત્રી નરેન્દ્ર સિંહ તોમર પણ સામેલ રહ્યા. ભાજપ સાથે જોડાયેલા સૂત્રોનું કહેવું છે કે પાર્ટી જ્યોતિરાદિત્ય સિંધિયાને રાજ્યસભા મોકલવા માટે તૈયાર છે. કેન્દ્રમાં તેમને મંત્રી પણ બનાવવામાં આવી શકે છે. કમલનાથ સરકાર પડી ભાંગવાની સ્થિતિમાં બનનાર નવી સરકારમાં સિંધિયા ખેમાના એક ઉપમુખ્યમંત્રી પણ ભાજપ આપી શકે છે. સૂત્રોનું એમ પણ કહેવું છે કે સિંધિયા સુધી વાત પહોંચાડી દેવામાં આવી છે.

વિધાનસભા સીટનું ગણીત
અહીં જો આંકડાઓની ગેમ જોઈએ તો ભારતીય જનતા પાર્ટીના ખાતામાં ગેમ જતી દેખાઈ રહી છે. હાલ મધ્ય પ્રદેશ વિધાનસભામાં 230 સીટ છે, જેમાંતી બે ધારાસભ્યોના નિધન થયાં હોવાના કારણે સીટ ખાલી છે. એવામાં હાલ સભ્યોની કુલ સંખ્યા 228 છે. એવામાં બહુમતનો આંકડો 115 થયો. હાલ કોંગ્રેસ પાસે 114, ભાજપ પાસે 107, સપા પાસે 1 અને બસપા પાસે 2 તથા 4 અપક્ષ ધારાસભ્યો છે. સપા, બસપા અને અપક્ષ ધારાસભ્યો કોંગ્રેસના સમર્થનમાં છે.

તો કોંગ્રેસને લાગશે ઝાટકો
જો બેંગ્લોર ગયેલા 17 ધારાસભ્યો રાજીનામાં આપી દે છે તો સભ્યોની સંખ્યા 211 થઈ જશે. એવામાં બહુમતનો આંકડો 106 થઈ જશે. કોંગ્રેસ પાસે માત્ર 97 ધારાસભ્યો વધશે અને ભાજપ સાથે 107 ધારાસભ્યો રહેશે. જો સપા, બસપા અને અપક્ષ ધારાસભ્યો પણ કોંગ્રેસને સમર્થન આપે છે તો પણ તેઓ બહુમતનો આંકડો પાર નહિ કરી શકે. આ બદાના સમર્થનની સાથે કોંગ્રેસ પાસે કુલ 104 ધારાસભ્યો જ રહેશે. જેનાથી સ્પષ્ટ થાય છે કે આવી રીતે ભાજપના હાથમાં સત્તા આવી શકે છે.
MPમાં મોટી ઉલટફેરઃ પડી શકે છે કમલનાથની સરકાર, PM મોદીને મળ્યા સિંધિયા